Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૭૯
૪/૧૨૨ એક ગામ લખી આપુ છું. પણ હવે કોઈ દિવસ મારી પાસે આવતો નહીં (મને મોટું બતાવતો નહીં)
પછી તેણે ઉજ્જૈનીના રાજા સાથે પ્રીતિ કરી. દાન-માન-સત્કાર વડે તેને પૂજીને પછી મૂલવે દેવદત્તાને માંગી. તે રાજાએ પણ પ્રતિ-ઉપકાર કરતાં દેવદત્તાને સોંપી દીધી. મૂલદેવે તેને અંતઃપુરમાં રાખી, પછી તેણીની સાથે ભોગો ભોગવતો રહે છે.
કોઈ દિવસે અચલ પોતવાહન-વહાણો વડે ત્યાં આવ્યો. જકાત ભરવા યોગ્ય ભાંડને તેણે ગોપવી દીધેલા હતા. મૂલદેવ રાજા તે સ્થાનોને જાણી ગયો, તેણે અચલને પકડી લીધો. તે રાજદ્રવ્ય ગોપવેલ છે એમ કહી તેને બાંધીને રાજમાં લાવ્યા. મૂલદેવે તેને પૂછયું-તું મને જાણે છે? તે બોલ્યો - તમે રાજા છો, તમને કોણ ન જાણે? તેણે કહ્યું કે- હું મૂલદેવ છું. અચલનો સત્કાર કરીને તેને વિદાય આપી.
આ પ્રમાણે મૂલદેવ રાજા થયો.
ત્યારે તેણે બીજા નગર આરક્ષકની સ્થાપના કરી. પણ તે ચોરને પકડવા માટે સમર્થ ન થયા. ત્યારે મૂલદેવ પોતે જ નીલવસ્ત્રને ઓઢીને રાત્રિમાં નીકળ્યો. મૂલદેવ અજ્ઞાતપણે એક સભામાં બેસીને રહ્યો. એટલામાં તે મંડિક ચોર આવીને બોલ્યો - અહીં કોણ ઉભું છે? મૂલદેવે કહ્યું - હું કાઈટિક છું તે બોલ્યો - અહીં આવ હું તને મનુષ્ય કરીશ.
મૂલદેવ ઉભો થયો. કોઈ એક ઐશ્વર્યવાનના ઘેર ખાતર પાડ્યું. ઘણું બધું ધન ત્યાંથી લઈ લીધું. તે બધું ધન મૂલદેવની ઉપર આરોહણ કર્યું. પછી બંનેએ ત્યાંથી પ્રસ્થાન કર્યું. નગરની બહાર ગયા. તેમાં મૂલદેવ આગળ ચાલતો હતો. ચોર તલવાર ખેંચીને તેની પાછળ પાછળ જતો હતો. તે બંને ભોયરા પાસે પહોંચ્યા. ચોરે તે દ્રવ્ય તેમાં નાંખવાનો- ગોપવવાનો આરંભ કર્યો.
ત્યાર પછી તે ચોરે તેની બહેનને કહ્યું - આ મહેમાન છે, તેના પગને ધોવાનું પાણી આપ. તેણી કૂવાના કિનારા પાસે આવીને બેસી. તેણી પગ ધોવાના બહાનાથી તેના બંને પગને ગ્રહણ કરીને મહેમાનને કૂવામાં નાંખી દેતી હતી. જેવા તેણી અતી સુકુમાર પગને જાણ્યા, ત્યારે તેણીને થયું કે નક્કી આ કોઈ ભૂતપૂર્વ રાજ્યભ્રષ્ટ રાજા જણાય છે. તેણીને મૂલદેવ ઉપર અનુકંપા જન્મી. ત્યાર પછી તેણીએ પગના તળીયે નીશાની કરીને અહીંથી ભાગી જા, તને મારો ભાઈ મારી નાંખશે.
ત્યારપછી ભૂલદેવ ત્યાંથી નાસી ગયો. તેણી પૂત્કાર કરવા લાગી, “ભાગી ગયો, ભાગી ગયો” તે મંડિક ચોર તલવાર ખેંચીને તેની પાછળ દોડ્યો. મૂલદેવ રાજપથમાં અતિ સંનિકૃષ્ટ જાણીને ચcર - ચોરામાં “શિવ'ના અંતરે ઉભો રહ્યો. ચોરે તે શિવલિંગને - “આ પુરુષ છે” એમ વિચારી કંકાગ્ર તલવાર વડે બે ટુકડા કરીને ચાલ્યો ગયો. ત્યાંથી તે ભોંયરા પાસે ચાલ્યો ગયો.
ત્યાં રહીને સત્રિ પસાર કરી, પ્રભાતમાં ત્યાંથી નીકળી ગયો. શેરીમાં જઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org