Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૫૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
તેઓ ઉત્તર વૈકિય રૂપોને કરે છે } - x - તે પણ પ્રયોજનના અભાવે કરતા નથી, તેમની શક્તિ છે, એમ જ જાણવું ઉર્ધ્વ એટલે - x - વિશિષ્ટ પુન્યના ભાજનની અવસ્થિતિ વિષયતાથી બધાં પણ કલ્પોમાં તેઓ આયુ સ્થિતિની અનુપાલના કરે છે -- • જધન્યથી પલ્યોપમ વર્ષ, તેમાં પણ તેના અસંખ્યેય વર્ષો સંભવે છે. - X-X -
તો શું આનું આટલું જ ફળ છે. એ આશંકાથી કહે છે -
૦ સૂત્ર - ૧૧૧ -
ત્યાં યથાસ્થાને રહીને, આણુ-ક્ષય થતાં તે દેવ ત્યાંથી પાછો ફરીને મનુષ્ય યોનિને પામે છે. ત્યાં દશાંગ ભોગ સામગ્રી યુક્ત થાય છે.
૭ વિવેચન -૧૧૧
ઉક્ત રૂપ ઉત્પત્તિ સ્થાનોમાં રહીને, આના સ્વાનુષ્ઠાન અનુરૂપ જે ઇંદ્રાદિ પદ, તેમાં દેવો સ્વ જીવિતના અવસાનમાં ચ્યવીને મનુષ્યોમાં આવે છે, ત્યાં સાવશેષ કુશલ કર્મો કોઈ પ્રાણી દસાંગ ભોગોપકરણ જે હવે કહેવાશે તેને પામે છે. દશાંગ કે પછી નવાંગ આદિને પણ કોઈ પામે. અર્થાત્ ઉપભોગ્યતાથી અભિમુખ્યતાથી ઉત્પન્ન થાય છે. તે દશાંગને કહે છે -
સૂત્ર - ૧૧૨-૧૧૩
ક્ષેત્ર, વાસ્તુ, સુવર્ણ, પશુ, દાસ પૌરુષેય એ ચાર કામ સ્કંધ જ્યાં હોય ત્યાં તે ઉત્પન્ન થાય છે. તે સન્મિત્રોથી યુક્ત, જ્ઞાતિમાન, ઉચ્ચ ગોત્રીય, સુંદર વર્ણવાન્, નીરોગ, મહાપાત, યશોબલી થાય.
૦ વિવેચન - ૧૧૨, ૧૧૩ -
ક્ષેત્ર - જેમાં નિવાસ થાય છે તે, ગામ બગીચા આદિ. વાસ્તુ - જેમાં વસે છે તે, ખાત ઉચ્છિત ભય રૂપ. હિરણ્ય - સુવર્ણ, રૂપું આદિ. પશુ - અશ્વ આદિ, દાસ - જેને દેવાય તે, પોષ્ય વર્ગ રૂપ. પૌરુષેય - પદાતિનો સમૂહ તે દાસપૌરુષેય. અહીં ચાર સંખ્યા કઈ રીતે કહી? (૧) ક્ષેત્ર - વાસ્તુ, (૨) હિરણ્ય, (૩) પશુ, (૪) દાસૌરુષ. કામના કરાય તે કામ - મનોજ્ઞ શબ્દાદિ, તેનો હેતુ, તે સ્કંધ - પુદ્ગલ સમૂહ, તેથી કામસ્કંધ જ્યાં હોય છે. તે. તેવા કુળોમાં જન્મે છે. આના વડે એક અંગ કહ્યું, બાકીના નવ અંગો કહે છે -
મિત્ર - સાથે ધૂળમાં રમેલ, જ્ઞાતિ - સ્વજન હોય છે, જેના તે જ્ઞાતિવાળા હોય છે. ઉચ્ચ - લક્ષ્મી આદિનો ક્ષય છતાં પૂજ્યતાથી. ગોત્ર - કુળ. વર્ણ - શ્યામ આદિ સ્નિગ્ધત્વાદિ ગુણોથી પ્રશસ્ય વર્ણવાળો. નીરોગ - આતંક રહિત. મહાપ્રજ્ઞ - પંડિત, અભિજાત - વિનીત, તે જ બધાં લોકોને અભિગમને યોગ્ય થાય છે. દુર્તિનીતને તેમ ન થાય. તેથી જ યશસ્વી. બલિ- કાર્ય કરવા પ્રતિ સામર્થ્યવાળો. અથવા શરીરના સામર્થ્યથી બળવાન.
આવા પ્રકારના ગુણોથી યુક્તને માનુષત્વ જ ફળ મળે શું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org