Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૫ ૪
ઉત્તરાધ્યયન મૂલસૂબસટીક અનુવાદ/૧ માટે કહે છે - હું બીજા વડે ન દમાઉં. કોના વડે ? શીકારી દ્વારા ચેલ મયુરબંધાદિ બંધનો વડે, લતા - લકુટાદિ તાડન રૂપ વધ વડે. અહીં ઉદાહરણ આ છે -
સેચનક નામે ગંધહસ્તી- અટવીમાં મોટાહસ્તિજૂથમાં રહેતો હતો. ત્યાં યૂથપતિ થતાં બાળ હાથીને મારી નાંખતો હતો. કોઈ એક હાથિણી ગર્ભવતી થતાં વિચરે છે - જો કદાચ મારે હાથીનો જન્મ થશે, તો તેનો પણ આ હાથી વિનાશ કરી દેશે. તેથી તેણી ધીમે ધીમે ત્યાંથી સરકી જતી. વળી બીજે - ત્રીજે દિવસે જૂથમાં ભેગી થતી. તેણીએ એક વષિનો આશ્રમ જોયો. ત્યાં આશ્રય લીધો. તેણી ઋષિઓમાં પરિચિત બની. તેણીએ એક બાળ હાથીને જન્મ આપ્યો. તે હાથી બહષિકુમારો સહિત કુલના બગીચાને સિંચતો, તેથી તેનું “સેચનક” નામ કર્યું. હાથી મોટો થયો. ચૂથને જોયું. યૂથપતિને હણીને તે ચૂથનો અધિપતિ થયો. આશ્રમને ભાંગી નાંખ્યો કેમકે બીજી કોઈ હાથણી પણ તેમ કરી ન શકે.
તેથી તે રષિઓ રોષાયમાન થયા. હાથમાં પુષ્પો અને ફળો લઈને શ્રેણિક સજાની પાસે ગયા. તેમણે કહ્યું કે અહીં સર્વલક્ષણ સંપૂર્ણ સેચનક નામે ગંધહતિ છે. શ્રેણિક હાથીને પકડવા ગયો. તે હાથી દેવતા અધિઠિત હતો. તેણે અવધિ વડે જાણ્યું કે આ લોકો અવશ્ય પકડી લેશે. તે દેવીએ કહ્યું- હે પુત્ર!(હાથી!) તું તારા આત્માને દમ. જેથી વધ-બંધન વડે બીજા તારું દમન ન કરે. હાથીએ તે વાત કબુલ કરી. સ્વયં જ રાત્રિના આવીને આલાન સ્તંભને આશ્રીને રો.
જેમ આને સ્વયં દમનથી મહાગણ થયો, તેમ મુક્તિના અર્થીને પણ વિશિષ્ટ નિર્જરા થાય છે તેમ ન કરતા અકામ નિર્જરા થાય છે.
ગુરુનું અનુવર્તન કરનારને પ્રતિરૂપ વિનય કહે છે - • સત્ર - ૧
જાહેરમાં કે ખાનગીમાં વાણીથી કે કર્મથી ક્યારેય આચાર્યોની પ્રતિકુળ આચરણ ન કરવું જોઈએ.
• વિવેચન - ૧૭.
પ્રત્યેનીક - એટલે કે પ્રતિકૂળ. બુદ્ધ- વસ્તુ તત્વના જાણકાર અથવા ગુરુની, પ્રતિકૂળ ન વર્તે. કેવી રીતે? વચનથી. શું તમે કંઈ જાણો છો? આ રીતે તમે વિપરીત પ્રરૂપણાથી અમને પ્રેરિત કર્યા છે અથવા કર્મથી - જેમકે સંથારાનું અતિક્રમણ કરે કે હાથ-પગથી સ્પર્શે. લોકો સમક્ષ તેમ કરે અથવા એકલા ઉપાશ્રયમાં તેમ કરે તો તેનો નિષેધ કર્યો છે. --~
ફરીથી શુશ્રુષણારૂપ તે જ કહે છે. • સુત્ર - ૧૮
ચારાની જોડે ન બેસે, આગળ કે પીઠ પાછળ ન બેસે. ની બહુ જ નીક્ટ જાણ ડાડીને ન બેસે. સંથારામાં જ રહીને ના કથિત આદેશની સ્વીકૃતિરૂપ ઉત્તર ન આપે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org