Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨/૫૦ . • વિવેચન - ૫૦
અનંતરોક્ત પરીષહોની પ્રવિભક્તિ – સ્વરૂપ સંમોહ અભાવરૂપ વિભાગો ભગવંત મહાવીરે પ્રરૂપેલ છે. તે પરીષહ પ્રવિભક્તિને તમને પ્રતિપાદિત કરીશ, તે ક્રમથી હું ઉદાહત કરું છું. “કાશ્યપે કહેલ છે” એ વચન શિષ્યનો આદર બતાવવાનો છે. સુંધા પરીષહ દુસહ હોવાથી કહે છે -
• સુત્ર - ૫૧, પર
ભૂખથી પીડાતા દેહવાળો તપસ્વી ભિક્ષ, મનોબળથી યુક્ત થઈ, ફળ આદિ ન દે, ન દાવે. ન સ્વર્ય રાંધે, ન રબાવે. સા વેદનાથી કાકા સમાન શરીર દુબળ થઈ જાય, કૃશ થઈ જાય, ધમનીઓ દેખાવા લાગે તો પણ માન-પાનનો માબાઝ અદમનથી વિચરણ કરે.
- વિવેચન - ૫૧, પર
ભુખ વડે સર્વાગી સંતાપ તે દિગિંછા પરિતાપ, તેના વડે - બુભૂક્ષા વ્યાપ્ત શરીર હોય, જેને તપ છે તેવા તપસ્વી, વિકૃષ્ટ અટ્ટમાદિ તપ - અનુષ્ઠાનવાળા, તેવા ગૃહસ્થો પણ હોય તેથી કહે છે - ભિક્ષુ - સાધુ, તે પણ સંયમ વિષયક બળ વાળો હોય તે ફલ આદિને સ્વયં ન છેદે, ન છેદાવે. સ્વયં રાંધે નહીં, રંધાવે નહીં, ઉપલક્ષણથી બીજા છેદનાર કે રાંધનારને ન અનુમોદે, તેથી જસ્વયંખરીદે નહીં, ખરીદાવે નહીં, ખરીદનારને અનુમોદે નહીં, ભુખથી પીડાવા છતાં નવાકોટિશુદ્ધિને ધારણ કરે.
કાલી – કાકજંઘા, તેના પર્વો મળે ધૂળ અને પાતળા હોય છે. તે કાલીપર્વ સમાન ઘૂંટણ - કૂર્પરાદિ જેમાં છે, તથાવિધ શરીર અવયવોથી સમ્યફ પણે તપરૂપ લક્ષમીથી દીપે છે તે “કાલીપગસંકાશ” કહેવાય. -x-x- તે જ વિકૃષ્ટ તપો અનુષ્ઠાનથી જેના લોહી - માંસાદિ સુકાઈ ગયા છે, હાડ અને ચામ માત્ર રહ્યા છે, તેથી જ કુશ શરીરી, ધમનિ - શિરા વડે વ્યાપ્ત છે. તેવા ધમનિસંતત, એવા પ્રકારની અવસ્થામાં પણ, પરિમાણરૂપ માત્રાને જાણ છે - અતિ લોલુપતાથી નહીં - તે ઓદનાદિ અશન અને સૌવીરાદિ પાનનો માત્રા, અનાકુલચિત્ત થઈ સંયમ માર્ગમાં વિચરે. અર્થાત સુધાથી અતિ બાધિત થવા છતાં નવકોટી શુદ્ધિ આહારને પામીને પણ લોલુપ ન બને કે તેની પ્રાપ્તિમાં દૈન્યવાન ન બને એ પ્રમાણે સુધા પરીષહ સહ્યો છે, તેમ કહેવાય અને સૂત્ર સ્પર્શ' એ તેરમાં દ્વાર સંબંધી નિયુક્તિ કહે છે -
• નિર્યુક્તિ • ૮૭, ૮૮ + વિવેચના -
નિર્યુક્તિ વિશે વિશેષ સ્પષ્ટતા કરતાં વૃત્તિકાર કહે છે - કુમારક આદિ વડે પ્રત્યેક બાવીશે પણ પરીષહોના ઉદાહરણ કહે છે તેથી બતાવે છે કે કુમારક એટલે ક્ષુલ્લક, લેખ - લયન, મલ્લય - આર્યરક્ષિતના પિતા, આનું સૂત્રસ્પર્શિત્વ સૂબસૂચિત ઉદાહરણના પ્રદર્શકત્વથી છે. અહીં નિર્યુક્તિકાર જે “ન છિન્દ' ઇત્યાદિ સૂત્ર અવયવ સૂચિત કુમારક ઇત્યાદિ દ્વારમાં કહેલ સુધા પરીષહનું ઉદાહરણ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org