Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૨૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ ૦ કદાચ માનુષ્યત્વને પ્રાપ્ત કરી લે, તો પણ “ધર્મશ્રુતિ દુર્લભ છે, તે દર્શાવતા નિયુક્તિ કાર કહે છે -
• નિર્યુક્તિ - ૧૬૭, ૧૬૧ + વિવેચન -
આળસ, મોહ ઇત્યાદિ કારણો અહીં કહેવાશે. તેને લીધે સુદુર્લભ માનુષ્યત્વને પામીને પણ જીવ સંસાર ઉત્તારિણી શ્રુતિને પામતો નથી.
આલસ્ય - અનુધમ રૂ૫, ધમચાર્યની પાસે ન જાય કે ન સાંભળે, આ પ્રમાણે બધાં જ કારણો સાથે જોડવું. મોહ – ગૃહ કર્તવ્યતા જનિત વૈચિત્યરૂપ અથવા હેય - ઉપાદયના વિવેકના અભાવ રૂપ. અવજ્ઞા - જેમ કે - આ મુંડ શ્રમણો શું જાણે ? અaણ - સાધુના અવર્ણવાદથી, જેમકે - આ મળથી ભરેલા શરીરવાળા, બધાં સંકારોથી રહિત, પ્રાયઃ પ્રાકૃત વયવાળા ઇત્યાદિ છે.
સંભ - જાતિ આદિથી ઉત્પન્ન અહંકારથી, હું આવો પ્રકૃષ્ટતર જાતિવાળો, હું આમને કેમ અનુસરું. ક્રોઘ - આચાર્યાદિ વિષયક અપ્રીતિરૂપથી, મહામોહથી હણાયેલો, કોઈ આચાયદિ વડે કોપાયમાન થયો હોય. પ્રમાદ- નિંદ્રા આદિ રૂ૫. નિંદ્રા આદિથી પ્રમત્ત જ રહેતો હોય. કૃnણ - દ્રવ્યના વ્યયને સહન ન કરવા રૂપ. જો હું આમની પાસે જઈશ તો અવશ્ય દ્રવ્યનો વ્યય થશે તેથી તેમનો દૂરથી જ પરિહાર કરવો. ભય - કદાચિત નરકાદિ વેદનાના શ્રવણથી ઉત્પન્ન અસાતા વડે, અથવા નિઃ સત્વો જ નરકાદિ ભયને બતાવે છે, એવા ભયથી ફરી સાંભળવા ન ઇચછે.
શોક - ઇષ્ટના વિયોગથી ઉત્પન્ન દુઃખથી, કયારેક તે પ્રિયપ્રણયિનીના મરણ આદિમાં શોક કરતો બેસી રહે. અજ્ઞાન - મિથ્યા જ્ઞાનથી, જેમકે - માંસ ભક્ષણમાં દોષ નથી, મધ કે મૈથુનમાં દોષ નથી, ઇત્યાદિ રૂપ. વ્યાપ - હવે આ કામ છે, હવે આ કામ છે, એ પ્રમાણે ઘણાં કાર્યાની વ્યાકુળતા રૂપ વ્યાક્ષેપ. કુતૂહલ - ઇંદ્રજાલ આદિ અવલોકન માટે ફરતો હોવાથી, રમણ - કુકડા આદિની ક્રીડા રૂપ. હવે આ અર્થોના નિગમનને કહે છે -
અનંતરોક્ત બતાવેલા હેતુ કે કારણોથી. કોઈ રીતે પ્રાપ્ત થઈ પણ જાય, શું? અતિશય દુર્લભ એવું મનજત્વ, તે પણ ધર્મને સાંભળવા રૂપ શ્રુતિને ન પામે. તે શ્રુતિ કેવી ? હિતકારી - આ લોક કે પરલોકમાં તથ્ય-પથ્યને જણાવનારી. તેથી જ સંસારને પાર ઉતારનારી, મુક્તિ પમાડવા માટે વિસ્તાર કરે છે, તેથી સંસારોત્તાણી. કોને ? જીવને.
આ રીતે ધર્મની શ્રુતિના દુર્લભત્વને બતાવીને, તેના લાભ થાય તો પણ તેમાં શ્રદ્ધાના દુર્લભત્વને કહે છે -
• નિર્યુક્તિ - ૧૨, ૧૬૩ + વિવેચન -
મિથ્યાષ્ટિ જીવો ઉપદેષ્ટિ પ્રવચનની શ્રદ્ધા કરતા નથી, પણ ઉપદિષ્ટ કે અનુપદિષ્ટ અસતભાવની શ્રદ્ધા કરે છે. સમ્યફ દૃષ્ટિ જીવો ઉપદિષ્ટ પ્રવચનની શ્રદ્ધા
કરે છે, અસત્વભાવને અનાભોગ કે ગુરુનિયોગથી સહે છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org