Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૫૦
ઉત્તરાધ્યયન મૂલશ-સટીક અનુવાદ/૧ શિવભૂતિથી બોટિક લિંગની ઉત્પત્તિ થઈ છે. તેમાં કૌડિન્ય અને કોરુવીર એ બંને પરંપરા- અવ્યવચ્છિન્ન શિષ્ય - પ્રશિષ્ય સંતાનરૂપ તેનો સ્પર્શ જેમાં છે, તે પરંપરા સ્પર્શ જે રીતે થાય તે ઉત્પન્ન થયા. આના વડે કૌડિન્ય અને કોગ્રુવીરથી બોટિક સંતાનની ઉત્પત્તિ કહી.
આટલા ગ્રંથ વડે શ્રદ્ધાળુ દુર્લભત્વ કહ્યું. આના સામ્યત્વરૂપત્વ અને સમ્યકત્વપૂર્વકત્વથી સંયમનું આના વડે દુર્લભત્વ કહેવાયું છે તેમ જાણવું. તથા ચાર અંગો આ વ્યાખ્યાનમાં ચાર અંગો વડે હિત, તેના સ્વરૂપ વર્ણન વડે “ચતુરંગીય’ એ પ્રમાણે વ્યુત્પત્તિ સુજ્ઞાના હોવાથી નિયુક્તિકારે દેખાડેલ નથી. નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો.
હવે સૂવાનુગમમાં અસ્મલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહેવું જોઈએ - • સૂત્ર - ૯૬
જીવોને ચાર પરમ અંગો દુર્લભ છે - મનુષ્યત્વ તિ, સહતા અને સંયમમાં પુરુષાર્થ.
• વિવેચન - ૯૬ -
ચાર સંખ્યામાં, પરમ એવા તે પ્રત્યાસન્ન ઉપકારીપણાથી અંગો મુક્તિના કારણત્વથી પરમાગ, દુખથી પ્રાપ્ત થાય છે તે દુર્લભ, આ સંસારમાં છે, કોને? જન્મે તે જંતુ- દેહી, શરીરવાળાને તે કોણ છે ? મનમાં રહે તે મનુષ્ય અથવા મનુના અપત્ય તે માનુષ તેનો ભાવ તે માનુષત્વ - મનુજ ભાવ. શ્રવણ તે શ્રુતિ, તે પણ ધર્મ વિષયક. શ્રદ્ધા પણ તે ધર્મ વિષયક. સંયમ - આશ્રવ વિરમણાદિ. તેથી વિશેષથી પ્રવર્તે છે આત્મા, તેતે ક્રિયામાં તે વીર્ય અર્થાત્ સામર્થ્ય વિશેષ. તેમાં માનુષત્વ જે રીતે દુર્લભ છે, તે કહે છે -
• સુત્ર - ૯૭
વિવિધ પ્રકારના કર્મોને કરીને, વિવિધ જાતિઓમાં ઉત્પન્ન થઈને પૃથક રૂપે પ્રત્યેક સંસારી જીવ સમસ્ત વિજાને સ્પર્શ કરી લે છે.
• વિવેચન ૯૭
ચારે તરફથી પ્રાપ્ત તે સમાપન્ન, ક્યાં ? સંસારમાં, તેમાં પણ વિવિધ ગોત્રમાં અર્થાત અનેક નામોથી જન્મે છે પ્રાણીઓ જેમાં તે જાતિઓ - ક્ષત્રિયાદિ, તેમાં અથવા જનન તે જાતિઓ, તે ક્ષત્રિયાદિ જન્મોમાં વિવિધ - હીન, મધ્યમ, ઉત્તમ ભેદથી અનેક ગોત્રોમાં. અહીં હેતુ કહે છે - કરાય તે કર્મ - જ્ઞાનાવરણીયાદિ, અનેક પ્રકારે નિર્વત્ય, પૃથક્ ભેદથી, શું કહેવા માંગે છે ? એક એકથી - વિશ્વ એટલે જગતને પૂરે છે કવચિત કદાચિત ઉત્પત્તિથી સર્વ જગવ્યાનથી વિશ્વભૂત.
કહ્યું છે કે - એવો કોઈ વાલાઝ કોટિમાત્ર પ્રદેશ લોકમાં નથી કે જેનો જન્મમરણ અબધાથી જીવે સ્પર્શ ન કર્યો હોય - પ્રશ્ન ન કર્યો હોય. એટલે કે માનુષ્યત્વ
પામીને પણ સ્વકૃત વિચિત્ર કર્માનુભાવથી પૃથક્ જાતિનું ભાગિન્ય જ થાય છે. કોણ? Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org