Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૫૨
ઉત્તરાધ્યયન મલસૂત્ર-સટીક અનુવાદ/૧ શું આ રીતે ભટક્તાં નિર્વેદ પામે કે નહીં? તે કહે છે• સૂત્ર - ૧૦૦, ૧૦૧
એ પ્રમાણે આવરપ ચોનસક્રમાં ભ્રમણ કરતા એવા સંસારદશાથી નિર્વેદ પામતા નથી, જેમ ક્ષત્રિયો દીર્ધકાળ સુધી જયદિનો ઉપભોગ કરવા છતાં નિર્વેદને પામતા નથી. કમોના સંગથી સંમઢ અને દુઃખી તથા અત્યંત વેદનાણુક્ત પ્રાણી મનુષ્યતર સોનિઓમાં જન્મ લઈને ફરી ફરી વિનિપાત - ત્રાસ પામે છે.
• વિવેચન - ૧૦૦-૧૦૧
ઉક્ત ન્યાયથી આવર્તન તે આવર્ત, મિશ્ર થાય છે. કાર્પણ શરીરી અને દારિકાદિ શરીર વડે પ્રાણીઓ અથવા જે સેવે છે તે યોનિ. આવર્ત ઉપલક્ષિતા યોનિ. તેમાં જંતુઓ, ઉક્ત રૂપકમથી, કિબિષ-અધમ, તે કર્મકિબિષા, અથવા ક્લિષ્ટતાથી નિકૃષ્ટ અશુભાનુબંધી કર્મો જેમાં છે તે કિબિષ કમોં. આમાંથી ક્યારે મુક્તિ મળે એ પ્રમાણે ઉદ્વેગ ન પામે, ક્યાં? આવર્ત યોનિઓ - સંસારમાં. કોનાથી નિર્વેદ પામતા નથી? તે કહે છે - અથ એટલે મનોજ્ઞ શબ્દાદિ. અથવા ધન-કનક આદિ, સર્વાર્થો તેમાં જ છે.
ક્ષત્રિય રાજા, શું કહેવા માંગે છે? જેમ મનોજ્ઞ શબ્દાદિને ભોગવનારની તરસ વધે છે. એ પ્રમાણે તેતે યોનિમાં ફરી ફરી ઉત્પત્તિ થતાં કલંકલીભાવને અનુભવતા પણ ભવાભિનંદી પ્રાણીને. કેમ અન્યથા તેના પ્રતિઘાતાર્થે ઉધમ કરતાં નથી. બધાં શયનાદિ વડે જેનું પ્રયોજન છે તે સવર્થક્ષત્રિય. તે અર્થથીભ્રષ્ટરાજની તુલ્ય. તે આ બધાંથી નિર્વેદ પામતો નથી. તેની જેમ આ પ્રાણીઓ સુખોથી અભિલાષા કરતા નિર્વેદ પામતા નથી. કર્મો વડે - જ્ઞાનાવરણીય આદિથી, સંગ-સંબંધ, અર્થાત્ કર્મ સંગોથી. અથવા કર્મો - ઉક્ત રૂપ, તે ક્રિયા વિશેષ રૂપ, સંગ - શબદ આદિની આસક્તિ વિષયક. - x- તેના વડે ખૂબ જ મૂઢ બનેલા તે સંમૂઢ દુ:ખ- અસાતા રૂપ થયેલ, તેથી દુઃખિત. દુઃખ કદાચ માનસિક જ હોય, તેથી કહે છે - બgવેદના - ઘણી જ શરીર વ્યથા જેમને છે તે.
એવા મનુષ્યો પણ અમાનુષ નહીં. નરક નિયંચ આભિયોગ્યાદિ દેવ દુર્ગતિ સંબંધીની યોનિઓમાં વિશેષથી નિપાત્ય થાય છે. અર્થવિષયક ક વડે. શો અર્થ છે? તેમાંથી ઉત્તાર પ્રાપ્ત થતો નથી પ્રાણીને એવા આવર્તમાં નિર્વેદના અભાવથી કર્મસંગ સંપૂટ. દુઃખહેતુ નરકાદિ ગતિ ને પાર ન ઉતારવાથી પ્રાણીને “મનુષ્યત્વ પ્રાપ્ત થતું નથી. તો તેની પ્રાપ્તિ કેમ થાય?
૦ સબ - ૧૦ર
કાલક્રમાનુસાર કદાચ મનુષ્યગતિ નિરોધક કર્મોનો ક્ષય થવાથી જીવોને શુદ્ધિ પ્રાપ્ત થાય છે. તેના ફળ રૂપે તેને મનુષ્યત્વ પ્રાપ્ત થાય છે.
• વિવેચન - ૧૦૨ - મનુષ્યગતિ બંધક કર્મોનો પ્રકૃષ્ટ અપગમ - હાનિ, તેનો લાભ, તેમાં, અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org