Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૨૯
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ • નિર્યુક્તિ• ૧૫, ૧૬૬ + વિવેચન -
.(૧) “બહુરત’ મત જમાલિથી નીકળ્યો. આ તીર્થની અપેક્ષાએ તેને પ્રથમ બતાવ્યો છે, સર્વથા પહેલો ઉત્પન્ન થયેલ નથી. કેમકે પૂર્વે પણ આવા પ્રકારે થયેલ સંભવે છે. તે આ જમાલિપભવા. (૨) તીષ્યગુમથી “જીવ પ્રદેશ'મતનીકળ્યો. અંત્યપ્રદેશે જીવ જેમાં છે તે પ્રદેશજીવ. (૩) અષાઢાચાર્યથી અવ્યક્તવાદી' મત નીકળ્યો. (૪) અશ્વામિત્રથી “સામુચ્છેદ' મત નીકળ્યો.
(૫) ગંગાચાર્યથી હેક્રિયા' મતનીકળ્યો. (૬)ષડૂલક-છપદાર્થના પ્રણયનથી અને ઉલૂક ગોત્રત્વથી ષડુલક, તેનાથી ઐરાશિક મતની ઉત્પત્તિ (૭) સ્થિરીકરણકારી તે ગોષ્ઠામાહિલો, કંચુકવત સ્પષ્ટ. અબદ્ધ- ક્ષીરનીરવત અન્યોન્ય અનુગત કર્મ, તેની પ્રરૂપણા કરે છે. અને તે સ્થવિરત્વ પૂર્વ પર્યાય અપેક્ષાથી છે, આના વડે ગોષ્ઠામાદિલથી અબદ્ધિકોની ઉત્પતિ કહી છે.
જે રીતે બહુરતા જમાલિપ્રભવા છે, તે રીતે કહે છે - • નિયુક્તિ - ૧૬૭ + વિવેચન - વૃત્તિકારશ્રી કહે છે કે આ નિયુક્તિનો ભાવાર્થ સંપ્રદાયથી આ છે -
તે કાળે તે સમયે ક્રુડપુર નગર હતું. ત્યાં ભગવંત મહાવીરની મોટી બહેન સુદર્શના નામે હતી. તેણીનો પુત્ર જમાલી હતો. તેણે ભગવંતની પાસે ૫૦૦ની સાથે દીક્ષા લીધી. તેની પત્ની. જે ભગવંતની પુત્રી હતી. તેણીનું નામ અનવધાંગી અને બીજું નામ પ્રિયદર્શના હતું. તેણી પણ ૧૦૦૦ સ્ત્રી સાથે તેની પાછળ પ્રવજિત થઈ. તે, બધું વ્યાખ્યપ્રકૃતિ અનુસાર કહેવું
જમાલિ અણગાર અગિયાર અંગ ભણ્યા. સ્વામીની અનુજ્ઞાથી તે ૫૦૦ના પરિવાર સાથે શ્રાવસ્તી ગયા. ત્યાં તિંદુક ઉધાનમાં શ્રેષ્ઠક ચેત્યમાં તેઓ પધાર્યા. ત્યાં તેને અંતપ્રાંત આહારથી રોગ ઉત્પન્ન થયો. બેસી રહેવા પણ સમર્થન રહ્યા. ત્યારે તે શ્રમણોને કહે છે - મારા માટે શય્યા સંથારો કરો. તેઓ સંથારો કરવા લાગ્યા. ફરી અધીર થઈને તે પૂછે છે - સંથારો કર્યો? કરાય છે ? તે શિષ્યો બોલ્યા - કર્યો નથી, હજી પણ કરાય છે.
ત્યારે જમાલિને વિચાર આવ્યો કે- જે શ્રમણ ભગવનું કહે છે કે - ચાલતું ચાલ્યું. ઉદીરાતુ ઉદીરાયું. સાવ નિર્જરાતું નિર્જ તે મિથ્યા છે. આ પ્રત્યક્ષ જ દેખાય છે - શય્યા સંથારો કરાતો અકૃત છે, સંસ્તીર્ય કરાતો અસંસ્તીર્ણ છે. જો આમ છે, તો ચાલવા છતાં અચલિત, ઉદીરાતુ છતું અનુદીર્ણ યાવતુ નિર્જરાતુ છતાં અનિજીર્ણ છે. એ પ્રમાણે વિચારે છે, એ પ્રમાણે વિચારીને સાધુઓને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે -
જે શ્રમણ ભગવાન મહાવીર એ પ્રમાણે કહે છે કે - ચાલતું ચાલ્યું, ઉદીરાતું ઉદીરાયું યાવત્ નિર્જરાતુ નિર્જરાયુ કહે છે, તે મિથ્યા છે. આ પ્રત્યક્ષ જ દેખાય છે કેશય્યા સંથારો કરાતો અકૃત છે, ચાવતું તેથી નિર્જરાયું તે પણ અનિજીર્ણ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org