Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૩૦.
ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદ/૧ • લિક્તિ - ૧૬૮ + વિવેચન : વૃત્તિકારી આ ગાથાનો ભાવાર્થ સંપ્રદાયથી આ પ્રમાણે કહે છે -
ભગવંત મહાવીરને કેવળજ્ઞાન થયા પછી ૧૬ વર્ષે બીજે નિર્નવ ઉત્પન્ન થયો તે આ પ્રમાણે તે કાળે તે સમયે રાજગૃહમાં ગુણશીલ ચૈત્યમાં “વસુ' નામે આચાર્ય જે ચૌદપૂર્વી હતા. તે પધાર્યા. તેમને તિષ્યગુપ્ત નામે શિષ્ય હતો. તે આત્મપ્રવાદ પૂર્વમાં આ આલાવો ભણતા હતા - ભગવન્! એક જીવપ્રદેશને જીવ એમ કહેવાય? ના, આ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે બે પ્રદેશ જીવ કહેવાય ? ત્રણ પ્રદેશ જીવ કહેવાય ? સંખ્યાત પ્રદેશે ? યાવત્ એક પ્રદેશ ન્યૂન હોય ત્યારે પણ “જીવ' એવી વક્તવ્યતા ન થાય. કેમકે સંપૂર્ણપ્રતિપૂર્ણ લોકાકાશ પ્રદેશ સમતુલ્ય પ્રદેશે જીવની વક્તવ્યતા કહી છે.
આ વાતે તિષ્યગુમ વિપરીત પરિણામી થયો. જે બધાં જીવ પ્રદેશોમાં એક પ્રદેશ હીન હોય ત્યારે જીવનો વ્યપદેશન થાય. ત્યારે તે જે પ્રદેશ રહ્યો, તે પ્રદેશે જીવ છે, તે જજીવનો વ્યપદેશ છે.
તે આ પ્રમાણે વિપરીત બોલે છે, ત્યારે સ્થવિરોએ કહ્યું- હે ભદ્ર!તારો આશય આવો છે કે - જેમ સંસ્થાન જ છે, ઘટ, તેનાથી તે રૂ૫, તેનો અંત્યદેશ જ તરૂપ હોવાથી જીવ પણ તે જ છે.
જેમાં હોવાથી જે હોય તે તરૂપ કહેવાય. જેમ સંસ્થાન જ હોવાથી તપ ઘટ થાય છે. અંત્યદેશ હોવાથી જ આત્મા હોય છે, અહીં અસિદ્ધ હેતુ છે. તેથી કહે છેઆત્મા અંત્યપ્રદેશમાં જ કેમ હોય? શું શેષ પ્રદેશો હોતાં આત્મા ન હોય, તો પછી આ શેષ પ્રદેશોનું શું? તેમાં કોઈ વિશેષતા છે કે નહીં?
જે નથી તો શું શેષ પ્રદેશ ભાવમાં પણ સદભાવ છે ? જો વિરોષતા છે તો શું તે પૂરણત્વ છે ? ઉપકારિત્વ છે ? આગમ અભિહિતત્વ છે ? એમ કહીને આ ત્રણે વિચારણાની ચર્ચા રજૂ કરે છે -
જો પૂરણત્વ છે, તો શું વસ્તુથી છે કે વિવક્ષાથી છે ? વસ્તુથી જો હોય તો શું આનું જ પૂરણત્વ છે? બાકીના પ્રદેશોનું નથી? હવે જે આ અંત્યત્વથી છે, અંત્યત્વ પણ આત્મપ્રદેશની અપેક્ષાથી કે તેનાથી રોકાયેલા આકાશપ્રદેશની અપેક્ષાથી છે ? આત્મપ્રદેશની અપેક્ષાથી નથી, આત્મપ્રદેશોના કથંચિત્ ભાગમાં વર્તમાનત્વથી અનવસ્થિત આ અંત્ય કે અનંત્ય એવા વિભાગનો અભાવ છે. અને જે આઠ સ્થિર છે, તે મધ્યવતી જ છે. તેણે રોકેલ આકાશ પ્રદેશની અપેક્ષાથી પણ નથી, તેના બધી દિશામાં પર્યન્તના સંભવથી એક જ અંત્યનો અભાવ છે. દેશાંતર સંચારમાં પણ અનવસ્થિતપણે છે. વસ્તુતઃ અંત્યનું પૂરણત્વ જ નથી. કેમકે બીજા વગેરેનું પણ પૂરણત્વ છે. અન્યથા તેવા તેવા વ્યપદેશની અનુપપત્તિ થાય. વિવક્ષાથી પણ તેમ નથી. કેમકે આ પોતાનું છે કે બધાં પુરુષોનું? મેળવાં પુરુષોનું હોય તો આની નિયતા નથી. બધાં આપને અભિમત પૂરણને કહેતા નથી, પોતાનું પણ કહેતા નથી. તો પછી આનું પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org