Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૧૨
ઉત્તરાંધ્યયન મલમુબ-સટીક અનુવાદ/૧ • નિર્યુક્તિ - ૧૨૩ - વિવેચન
આ નિર્યુક્તિની માત્ર અક્ષર ગમનિકા આપીને વૃતિકારશ્રી જણાવે છે કે આનો ભાવાર્થ વૃદ્ધ સંપ્રદાયથી જાણવો, તે આ પ્રમાણે છે -
વત્સભૂમિમાં આર્ય અષાઢ નામે આચાર્ય હતા, તે બહુશ્રુત અને બહુ પરિવારવાળા હતા. તે ગચ્છમાં જે સાધુ કાળ કરે તેને નિર્ચામણા કરાવતા, ભક્ત પ્રત્યાખ્યાનાદિ કરાવતા. એ રીતે ઘણાંની નિમણા કરાવી. કોઈ દિવસે એક આત્મીય શિષ્યને ઘણાં જ આદરથી કહ્યું કે - દેવલોકથી આવીને મને દર્શન આપજે. પણ તે વ્યાક્ષિત ચિત્તત્વથી ન આવ્યો.
- પછી આચાર્યને વિચાર આવ્યો કે - મેં ઘણાં કાળ કલેશ સહન કર્યો. • x - પછી તે શિષ્યએ દેવલોકમાં રહીને ઉપયોગ મૂક્યો. તેણે ગુરુને સ્વલિંગ થકી પાછા જતાં જોયા. તેથી દેવે તેમના માર્ગમાં ગામ વિડ્યું. નરપેક્ષણ દિવ્ય પ્રભાવથી વેદતા નથી. પછી તેને સંતરીને ગામની બહાર વિજનમાં - ઉધાનમાં છ બાળકોને સવલિંકારથી વિભૂષિત વિકવ્ય, જેથી સંયમની પરીક્ષા થઈ શખે. તે બાળકોને આચાર્યએ જોયા.
આચાર્યને થયું કે - જો હું બાળકોના આભુષણો લઈ લઉં તો સુખેથી જીવનને પસાર કરી શકીશ. તેણે એક પૃથ્વી બાળકને કહ્યું - આભરણ લઈ આવ. તેણે કહ્યું - ભગવન્! ત્યાં સુધી મારું એક આખ્યાનક સાંભળો પછી આભરણો ગ્રહણ કરી લેજો. આચાર્યએ કહ્યું - સાંભળું છું. તે બાળક બોલ્યો - એક કુંભાર હતો, તે માટી ખોદતાં કિનારે આક્રાંત થયો. તે બોલ્યો -
• નિર્ણન - ૧ર૪ + વિવેચન -
જેના વડે ભિક્ષામાં બલિને હું આવું છું, જેના માટે જ્ઞાતીજનોને હું પોષ છું. તે મારી ભૂમિને આક્રમે છે, મને શરણથી ભય ઉત્પન્ન છે. આ નિર્યુક્તિનો ઉપનય કહે છે - ચોરના ભયથી હું આપને શરણે આવેલ છે. તમે મને આ પ્રમાણે લૂંટશો તો મને પણ શરણથી જ ભય ઉત્પન્ન થશે. આ પ્રમાણે આગળ પણ ઉપનયની ભાવના કરવી.
આચાર્યએ કહ્યું - આ અતિપંડિતવાદિક છે, તેના આભરણોને ગ્રહણ કરીને પાત્રમાં ભર્યા પૃથ્વીકાયિક કહો. હવે બીજો અપ્લાય કહે છે -
તે પણ આખ્યાનક કહે છે. જેમકે - એક તાલાચર કથાકથક “પાટલ' નામે હતો. તે કોઈ દિવસે ગંગાને ઉતરતા ઉપરની વર્ષાના જળથી હરાયો. તેને જોઈને લોકો આ પ્રમાણે કહે છે -
• નિર્યુક્તિ - ૧૫ + વિવેચન :
બહઋત, વિવિધ કથાને કહેનાર, પાટલ નામનો કથાકાર ગંગામાં વહે છે. હે ઉહમાનક ! તારું કલ્યાણ થાઓ. ત્યાં સુધી, જ્યાં સુધી દૂર ન લઈ જાય. અતિ અલ્પ સૂક્ત - સુભાષિત છે. તે બોલ્યો -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org