Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૨૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
છે.
- x - આટલાં જ અંગો છે. બાકીના નખાદિ તે અંગોપાંગ છે. ઉપલક્ષણત્વથી ઉપાંગ એટલે કાન આદિ છે. કહ્યું છે કે - કાન, નાક, આંખ, જંઘા, હાથ, પગ, નખ, કેશ, શ્મશ્ર, આંગળી, હોઠ તે અંગોપાંગ છે. હવે યુદ્ધાંગ કહે છે - • નિયુક્તિ - ૧૫૪ - વિવેચન
યાન - હાથી આદિ, તેના હોવા છતાં શત્રુનો પરાજય કરવો શક્ય ન બને, તેથી આવરણ - કવચ આદિ, આવરણ હોય પણ પ્રહરણ - શસ્ત્ર વિના શું કરી શકે ? તેથી પ્રહરણ - ખડ્ગ આદિ લીધા. આ યાનાવરણ પ્રહરણ હોવા છતાં જો યુદ્ધમાં કુશલત્વ ન હોય તો યાનાદિ શું કામના ? તેથી સંગ્રામમાં પ્રાવીણ્ય જોઈએ, આ બધાં વિના શત્રુનો જય ન થઈ શકે. હવે નીતિ હોવા છતાં દક્ષત્વને આધીન જય છે, તેથી દક્ષત્વ કહ્યું. દક્ષત્વ હોવા છતાં તેમાં નિર્વ્યવસાયથી જય કઈ રીતે થાય ? તેથી વ્યવસાય • પ્રવૃત્તિ, તેમાં પણ જો શરીરનું અહીન અંગત્વ ન હોય તો જય થાય. તેથી શરીર અર્થાત્ પરિપૂર્ણ અંગ, તેમાં પણ આરોગ્ય જ જયને લાવે. તેથી અરોગતા કહ્યું. તેથી આ બધાંને સમુદિત પણે યુદ્ધના અંગપણે કહ્યાં છે હવે ભાવાંગ કહે છે -
• નિયુક્તિ - ૧૫૫ + વિવેચન
E
-
ભાવાંગ પણ બે ભેદે છે - શ્રુતાંગ અને નોશ્રુતાંગ. તેમાં શ્રુતાંગ બાર ભેદે છે આચાર, આદિ. આની ભાવાંગના ક્ષાયોપશમિક ભાવ અંતર્ગતપણા થકી છે. કહ્યું છે કે - ક્ષાયોપશમિક ભાવમાં શ્રુતજ્ઞાન બાર અંગ રૂપે થાય છે. નોશ્રુતાંગ ચાર પ્રકારે છે. અહીં નો શબ્દ સર્વ નિષેધાર્થપણે હોવાથી અશ્રુતાંગ. આ પ્રમાણે ગાથાર્થ કહ્યો. હવે આ જ કહે છે .
• નિયુક્તિ - ૧૫૬ + વિવેચન -
મનુષ્યત્વ, આના પહેલાં ઉપન્યાસથી આનો ભાવ જ શેષ અંગના ભાવથી છે. ધર્મશ્રુતિ - અર્હત્ પ્રણિત ધર્મને સાંભળવો. ‘શ્રદ્ધા' - ધર્મકરણનો અભિલાષ, રાખ - અનશન આદિ, તેનાથી પ્રધાન સંયમ - પાંચ આશ્રયના વિરમણ આદિથી તપ સંયમ. તેથી તપ અને સંયમ, તેમાં વીર્ય - વીર્યંતરાયના ક્ષયોપશમથી ઉત્પન્ન શક્તિ. - xઆટલા ભાવ અંગો છે. નિશ્ચિતપણે સંસારમાં દુર્લભ છે. આ ન કહેવા છતાં બધે જ વિચારવું.
કહે છે -
અહીં દ્રવ્યાંગમાં શરીરાંગ અને ભાવાંગમાં સંયમ પ્રધાન છે, તેના એકાર્થિકને
• નિયુક્તિ ૧૫૭, ૧૫૮ + વિવેચન -
M
અંગ, દશભાગ, ભેદ, અવયવ, અસકલ ચૂર્ણ, ખંડ, દેશ, પ્રદેશ, પર્વ, શાખા, પટલ, પર્યવખિલ એ બધાંને સ્થવિશે પર્યાયવાચી કહે છે. વ્યાખ્યાનિક તો અવિશેષથી આ અંગ પર્યાયો છે. તથા દશભાગ તે દશાભાગ, એ પ્રમાણે ભિન્ન જ પર્યાયો છે તેમ કહે છે. - ૪ - ૪.
સંયમના પર્યાયોને કહે છે
Jain Education International
-
દયા, સંયમ, લજ્જા, જુગુપ્સા, અછલના અહીં
www.jainelibrary.org
For Private & Personal Use Only