Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૨૩
અધ્ય. ૩ ભૂમિકા
કદાચ દેવની સહાયથી તે ધુતમાં જીતી પણ જાય, પરંતુ જો માનુષ્યત્વથી એક વખત ભ્રષ્ટ થાય તો ફરી તે પામવું મુશ્કેલ છે.
(૫) રન - એક વણિક વૃદ્ધ હતો. તેની પાસે રત્નો હતા. તેમાં બીજો વણિકો કોટિપતાકા ધજાને ઉર્ધ્વ રાખતા હતા. પણ તે રત્નાવણિફ ધજાને ઉર્ધ્વ રાખતો ન હતો. તેના પુત્રએ સ્થવિરને મોકલીને તે રનોને વિદેશી વણિકના હાથે વેંચી દીધા. તેમના મનમાં હતું કે, આપણે પણ કોટીપતાકાને ઉર્ધ્વ કરીને રહીશું.
તે વણિફ પણ પારસકુલની ચોતરફ ફરીને પાછો આવી ગયો. તેણે સાંભળ્યું કે, તેના પુત્રોએ રત્નો વેંચી દીધા. તેમનો તિરસ્કાર કરીને કહ્યું જલ્દીથી તે રત્નો પાછા લઈ આવો. ત્યારે તે બધાં પુત્રોએ ભટકવાનું શરૂ કર્યું. શું તેઓ બધાં રત્નોને એકઠાં કરી શકે ખરાં? કદાચ દેવના પ્રભાવથી એકઠાં કરી પણ દે. પરંતુ ગુમાવેલો માનવભવ ફરી ન મળે.
(૬) સ્વM - એક કપેટિકે - બ્રાહ્મણે સ્વપ્રમાં ચંદ્રને ગળી લીધો. તેણે બીજા કાર્પેટિકોને કહ્યું - તેઓ બોલ્યા કે તેને સંપૂર્ણ ચંદ્રમંડલ સમાન કરી (પૂરણપોળી) પ્રાપ્ત થશે. બીજા કોઈએ પણ આવું જ » જોયું. તે સ્નાન કરીને, હાથમાં પુષ્પ અને ફળ લઈને સ્વપ્રપાઠક પાસે ગયો, તેને સ્વપ્નની વાત કરી. તે સ્વપ્રપાઠકે કહ્યું- તું રાજા થઈશ. તે દિવસ પછી સાતમે દિવસે ત્યાંનો રાજા અપુત્રિકમૃત્યુ પામ્યો. ચંદ્રના સ્વમવાળો થાકીને સૂતો હતો. તેટલામાં અશ્વએ આવીને તેને અધિવાસિત કર્યો. ત્યારે તેણે અશ્વને પ્રદક્ષિણા કરીને, તેની ઉપર બેસી ગયો. એ પ્રમાણે તે સજા થઈ ગયો.
ત્યારે પેલા કાપટિકે તે સાંભળ્યું. તેણે પણ આવું જ ... જોયેલ હતું. તે આદેશ ફળથી રાજા થયો. કાપટિક વિચારે છે - હું જ્યાં ગોરસ છે ત્યાં જાઉં. તે પીને સૂઈ જઈશ. ફરી મને સ્વપ્ર આવશે. શું તેમ બને ખરું? કદાચ દૈવ યોગ બને પણ ખરું. પણ મનુષ્યત્વ ફરી ન પામે.
(0) ચક્ર - ઇંદ્રપુર નામે નગર હતું. ત્યાં ઇંદ્રદત્ત નામે રાજા હતો. તેને ઇષ્ટ એવી શ્રેણી રાણીઓના બાવીશ પુત્રો હતા. બીજા કોઈ કહે છે - એક જ રાણીના પુત્રો હતા. તે રાજાને પ્રાણ સમાન હતા. બીજી એક અમાત્યપુત્રી હતી. તેણી પરણાવવા યોગ્ય હતી. અન્ય કોઈ દિવસ ક્યારેક ઋતુ નાના થઈને રહેલી હતી. રાજાએ તેણીને જોઈને પૂછ્યું કે- આ કોની કન્યા છે ? અમાત્યએ કહ્યું કે- આ તમારી સણી છે. ત્યારે રાજા તેણીની સાથે એક રાત્રિ રહ્યો. તેણી ઋતુસ્નાતા હતી, તેણીને ગર્ભ રહ્યો.
તે અમાત્યપુત્રીએ તે વાત અમાત્યને કરી. અમાત્યએ કહેલું કે જ્યારે તને ગર્ભ ઉત્પન્ન થાય ત્યારે મને કહેજે. તેણીએ જે દિવસે જે મુહૂર્તે રાજા સાથે ભોગ ભોગવેલા, તે બધુપત્રમાં લખી દીધું. અમાત્ય તે પત્ર ગોપવીને રાખે છે, નવ માસ જતાં તેને પુત્ર જન્મ્યો. તે દિવસે તેના દાસચેટ પણ જખ્યા. તે આ પ્રમાણે - અગ્નિક, પર્વત, બાહુલ, સાગર.
અમાત્ય તેના દોહિત્રને યોગ્ય વયે કલાચાર્ય પાસે લઈ ગયો. લેખ આદિ ગણિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org