Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૧::
૨૯૩, ૯૪
નિયુક્તિ : ૧૨૬ + વિવેચન -
જે જળવડે બીજ ઉત્પન્ન થાય છે, જેના વડે ખેડૂતો જીવે છે - પ્રાણ ધારણ કરે છે, તેના મધ્યે વિપત્તિ પામીને હું મર્યો. જન્મનારને શરણથી જ ભય છે. તેના પણ આભરણો આચાર્ય તે પ્રમાણે જ ગ્રહણ કર્યા. આ અપકાય કહ્યો. હવે ત્રીજા તેઉકાયને કહે છે. તે પ્રમાણે તે આખ્યાન કહે છે - એક તાપસની ઝુંપડી અગ્નિ વડે બળી ગઈ. પછી તે કહે છે -
0 નિર્ણક્તિ : ૧૭ + વિવેચન -
જેને હું રાત્રે અને દિવસે મધ અને ઘી વડે પ્રસન્ન કરું છું. તે અગ્નિ વડે જ મારો તાપસ આશ્રમ બળી ગયો. મને શરણથી જ ભય થયો છે. અથવા •
નિર્યુક્તિ - ૧૨૮ + વિવેચન -
મેં વ્યાઘના ભયથી ડરીને મેં અગ્નિનું શરણ કર્યું. તેનાથી મારું શરીર બળી ગયું. મને શરણથી જ ભય થયો. તેના ઘરેણા પણ આચાર્યએ તે પ્રમાણે જ ગ્રહણ કર્યા. તેઉકાયકુમાર કહ્યો.
હવે ચોથો વાયુકાયકુમાર કહે છે - તે પણ પૂર્વવતુ આખ્યાનક કહે છે - જેમ એક યુવાન ઘન નિચિત શરીરી હતો, તે પછીથી વાયુ વડે ગ્રહણ કરાયો. અન્ય એ કહ્યું -
• નિર્યુક્તિ - ૧૨૯ + વિવેચન -
લંઘન - કુદીને જવું, પ્લવન - દોડવું, તેમાં સમર્થ, પૂર્વે થઈને હવે કઈ રીતે હાથમાં દંડ લઈને જાય છે, હે વયસ્ય ! આ કેવી વ્યાધિ છે ?
• નક્તિ - ૧૩૦ + વિવેચન -
જયેષ્ઠ અને અષાઢ માસમાં જે શુભ શૈત્યાદિ ગુણયુક્તપણાથી શોભન વાયુ વાય છે, તેના વડે મારા અંગ ભાંગે છે, તેના મેધોન્નતિના સંભવપણાથી વાત પ્રકોપ આદિ જાણવા. એ પ્રમાણે મને શરણથી જ ભય થયો. ધર્માર્દિતાને જ શરણથી ભય છે. • અથવા -
• નિર્યુક્તિ - ૧૩૧ + વિવેચન -
જે વાયુ વડે સત્ત્વો જીવે છે, અપરિમિત વાયુના વિરોધમાં મારા અંગો ભાંગી ગયા, મને શરણથી જ ભય ઉત્પન્ન થયો છે. તેના પણ આભરણો આચાર્યએ પૂર્વવતુ ગ્રહણ કર્યા. આ વાયુકાયકુમાર કહ્યો.
હવે પાંચમો વનસ્પતિકાયિક, તે પૂર્વવત્ જ આખ્યાનક કહે છે . જેમકે - એક વૃક્ષ ઉપર કેટલાંક પક્ષીઓનો આવાસ હતો. તેમના અપત્યો થયા, પછી વૃક્ષના અભ્યાસથી વેલડીઓ ઉસ્થિત થઈ. વૃક્ષને વીંટળાઈને ઉપર વિલગ્ન થઈ. વલ્લીને આધારે સર્પ વીંટળાઈને તે અપત્યોને ખાઈ ગયો. પછી બાકીના કહે છે -
International
For Private & Personal Use Only
www.jainelibrary.org