Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૦૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
બાંધીને મારી પાસે લાવો. તેઓ શીયાળને બાંધીને લાવ્યા. તેણે તે શીયાળને માર્યું. તે હણાતું એવું ‘ખિં-ખિ’ કરે છે. તેનાથી તેને રતિ પ્રાપ્ત થઈ. તે શિયાળ હણાતા મૃત્યુ પામ્યો. અકામનિર્જરાથી વ્યંતર થયો.
તે વ્યંતરે અવધિજ્ઞાન વડે જોયું. આજ તે સાધુ છે. તેથી ત્યાં આવીને તે વ્યંતર બચ્યા સહિત શિયાલણીને વિકીં. તે “ખિં-ખિં” કરતા સાધુને ખાવા લાગી. રાજા તે સાધુને ભક્તપ્રત્યાખ્યાન કરેલ જાણીને પુરુષો વડે તેમનું રક્ષણ કરે છે, જેથી તેમને કોઈ ઉપસર્ગ કરે નહીં. જેટલામાં તે પુરુષો તે સ્થાને આવ્યા. તેટલામાં તે શિયાલણી વડે ખવાઈ ગયા, પણ શિયાલણી ન દેખાઈ. તે સાધુએ પણ ઉપસર્ગને સમ્યક્ ીતે, ખમ્યો, અધ્યાસિત કર્યો. એ પ્રમાણે બધાંએ તે ઉપસર્ગને સહેવો.
રોગપીડિતને શયનાદિમાં તૃણસ્પર્શ દુઃસહતર છે, તેથી તે કહે છે -
૦ સૂત્ર - ૮૩, ૮૪
અયેલક અને રૂક્ષ શરીરી સંયત તપસ્વી સાધુને તૃણ ઉપર સુવાથી
શરીરને કષ્ટ થાય છે.... આતપના નિપાતથી તેને ઘણી જ વેદના થાય
છે. એમ જાણીને તૃણસ્પર્શથી પીડિત મુનિ વસ્ત્ર ધારણ ન કરે.
• વિવેચન - ૮૩, ૮૪
અચેલક, રૂક્ષ, સંયત, તપસ્વીને; તરે છે તે તૃણ - દર્ભ આદિ, તેમાં સુવુ, આમાં ઉપલક્ષણથી બેસવું પણ થાય. તેનાથી શરીરની વિદારણા થાય. અચેલકત્વ આદિ તપસ્વીના વિશેષણ છે, સચેલકને તૃણ સ્પર્શ ન સંભવે, પણ અરૂક્ષને તેમ સંભવે, પણ સ્નિગ્ધત્વથી અસંયતને પોલા લીલા તૃણના ઉપાદાનથી તથાવિધ શરીર વિદારણાનો અસંભવ છે. તેથી શું ? તે કહે છે -
આતાપ્ન - ધર્મનો નિતરાં પાત તે નિપાત, તેથી ઉિલ - તૌદિકા અથવા મન, વચન, કાયારૂપ ત્રણ પ્રસ્તાવથી સ્વરૂપ ચલન વડે બિદુલ અથવા અતુલ કે વિપુલ વેદના થાય છે. એવું જાણીને આસ્તરણ - વસ્ત્રાદિને ન સેવે. કેવા ? તંતુ વડે થયેલ તે તંતુજા. અથવા તંત્રજા. બંનેમાં વસ્ત્ર કે કંબલ જાણવા. તૃણ વડે તર્જિત અર્થાત્ તૃણો વડે અત્યંત વિલિખિત શરીરને સૂર્યના કિરણના સંપર્કથી ઉત્પન્ન પરસેવાથી ક્ષત-ક્ષાર નિક્ષેપરૂપ પીડા થાય છે. તે પણ તે આ પ્રમાણે વિચારે કે - નરકાગ્નિ વડે બળાતા ત્યાં કરુણ વિલાપો કરે છે, અગ્નિથી ડરીને દોડતાં વૈતરણી નદીમાં જાય છે, તેને શીતળ પાણી સમજીને ક્ષારયુક્ત પાણીમાં તે પડે છે. ક્ષારથી બળતા શરીરને તે મૃગની જેમ ઉભા થઈને અસિપત્રવનમાં છાયાને માટે જાય છે. ત્યાં પણ બિચારા શક્તિ, યષ્ટિ, પ્રાસ, કુંત આદિ વડે છેદાય છે. - * - ઇત્યાદિ રૌદ્રતર નરકોમાં પરવશતાથી મેં અનુભવેલ વેદનાની અપેક્ષા આ વેદના કેટલી ?
સ્વવશ થઈ સભ્યપણે સહેતા ઘણો જ લાભ છે. એમ ભાવના ભાવતો. તેનાથી હારી જઈને કદી વસ્ત્ર, કંબલને ધારણ ન કરે. આ કથન જિનકલ્પિકની અપેક્ષાથી છે, સ્થવિરકલ્પી સાપેક્ષ સંયમત્વથી સેવે પણ છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org