Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૦)
૨૮૯, ૯૦ આ પ્રમાણે કર્મોના વિપાકની આલોચના કરતાં આત્માને આશ્વસિત કરે.
અહીં “સૂત્રદ્વાર” છે. સૂત્રએ આગમ. આમાં પ્રસ્તુત સૂત્ર વડે સૂચિત ઉદાહરણને કહે છે -
• નિક્તિ - ૧૨૦ + વિવેચન - આ નિર્યુક્તિનો ભાવાર્થ વૃત્તિકાર સંપ્રદાયથી આ પ્રમાણે કહે છે -
ઉજ્જૈનીમાં બહુશ્રુત એવા કાલક નામે આચાર્ય હતા. તેમનાં કોઈપણ શિષ્ય ભણવા ઇચ્છતા ન હતા. તેના શિષ્યનો શિષ્ય બહુશ્રુત હતો, તેનું સાગરક્ષપણ નામ હતું. તે સુવર્ણભૂમિમાં જઈને વિચારતા હતા. પછી કાલક આચાર્ય પલાયન થઈને તે સુવર્ણભૂમિમાં ગયા. તેણે સાગરક્ષપણને અનુયોગ કહ્યો. પ્રજ્ઞા પરીષહથી તેણે સહન ન કર્યું. તે બોલ્યા કે હે વૃદ્ધ! આ તમારો શ્રુતસ્કંધ ગયેલ છે ? તેણે કહ્યું- ગયેલ છે તો સાંભળો, તે સાંભળવામાં પ્રવૃત્ત થયા.-x
તેના શિષ્યો સુવર્ણભૂમિથી પછી નીકળ્યા. જતાં એવા વંદને લોકો પૂછે છે કેઆના આચાર્ય કોણ છે? તેમણે કહ્યું - કાલકાચાર્ય. લોક પરંપરાથી તે વૃતાંત આગળ વધતાં સાગર શ્રમણને પણ સંપ્રાપ્ત થયો કે કાલકાચાર્ય આવી રહ્યા છે. સાગર શ્રમણે કહ્યું - હે વૃદ્ધ! સાંભળ્યું ? મારા દાદા ગુર પધારે છે ? કાલકાચાર્યએ કહ્યું - ખબર નહીં, મેં પણ સાંભળેલ છે.
સાધુઓ પધાર્યા, સાગરભ્રમણ ઉભો થયો. તે સાધુઓએ તેને પૂછ્યું - કોઈ ક્ષમાશ્રમણ અહીં આવેલ છે ? પછી સાગરભ્રમણ શંકિત થઈને બોલ્યો - કોઈ એક પરમ વૃદ્ધ આવેલ છે. પણ બીજા કોઈ ક્ષમાશ્રમણને જાણતો નથી. પછી તે કાલકાચાર્યને ખમાવે છે, “મિચ્છામિ દુક્કડં” આપીને કહે છે - મેં આપની આશાતના કરી. પછી તેણે પૂછ્યું - હું કેવું વ્યાખ્યાન કરું છું. કાલકાયાર્યએ કહ્યું - સુંદર, પરંતુ ગર્વ ન કર. કોણ જાણે છે, કોને કયું આગમ છે? પછી ધૂલિ જ્ઞાતથી કદમ પિંડ વડે દષ્ટાંત આપે છે. જેમ સાગરભ્રમણે કર્યું, તેમ (પ્રજ્ઞા ઉત્કર્ષ) કરવો ન જોઈએ.
તે આર્યકાલક પાસે શકએ આવીને નિગોદ જીવનું સ્વરૂપ પૂછેલ, આર્યરક્ષિતની માફક જ બધું કહેવું
આ પ્રજ્ઞાના સદ્દભાવને આશ્રીને ઉદાહરણ કહ્યું. તેના અભાવે સ્વયં સમજી લેવું. હવે પ્રજ્ઞાના જ્ઞાન વિશેષ રૂપત્નથી તેના વિપક્ષરૂપ અજ્ઞાનનો પરીષહ કહે છે. તે પણ અજ્ઞાનાભાવ અને અભાવ વડે બે ભેદે છે, તેમાં ભાવ પક્ષને આશ્રીને આ કહે છે
• સુત્ર - ૧, ૯૨
હું વ્યર્થ જમણુનાદિ સાંસારિક સુખોથી વિક્ત થયો, અને સુસંવરણ કર્યું. કેમકે ધર્મ કલ્યાણકારી છે કે પાપક છે, તે હું જાણતો નથી.... તપ અને ઉપધાનનો સ્વીકાર કરે છે, પ્રતિજ્ઞાઓ પણ પાણ છે. એ પ્રમાણે વિચરવા છતાં મારું શાસ્થત્વ તો દૂર થતું નથી. • આ પ્રમાણે મુનિ ચિંતન ન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org