Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
૧૦૬
કર્યો. તેણે સત્કારપુરસ્કાર સહન ન કર્યો.
જે પ્રમાણે તે શ્રાદ્ધે આ સહન કર્યું, તેમ સાધુએ કરવું ન જોઈએ. પણ સાધુની માફક પરીસહ સહેવો જોઈએ. આ અને પૂર્વનો પરીષહ બંને શ્રાવક પરીષહ અભિધાનથી પહેલાં ચાર નયોને મતે ભાવના કરવી જોઈએ. અહીં અંગ તે પગ છે, વિધા – પ્રાસાદને પાડવા રૂપ છે.
હવે અનંતરોક્ત પરીષહનો જય કરવા છતાં પણ કોઈને જ્ઞાનના આવરણના અપગમથી પ્રજ્ઞાના ઉત્કર્ષમાં, બીજાને જ્ઞાનાવરણના ઉદયમાં પ્રજ્ઞાના અપકર્ષમાં ઉત્સુક વૈકલ્પ સંભવે છે. તેથી પ્રજ્ઞા પરીષહ કહે છે -
૦ સૂત્ર - ૮૯, ૯૦
નિશ્ચે મેં પૂર્વે અજ્ઞાનરૂપ ફળ દેનારા અપકર્મ કરેલ છે, જેથી હું કોઈના દ્વારા કોઈ વિષયમાં પૂછે ત્યારે કંઈ પણ ઉત્તર આપવાનું જાણતો નથી... “અજ્ઞાનરૂપ ફળ દેનારા પૂર્વકૃત્ કર્મ પરિપક્વ થવાથી ઉદયમાં આવે.' એ પ્રમાણે કર્મના વિપાકને જાણીને મુનિ પોતાને આશ્વસ્ત કરે.
♦ વિવેચન - ૮૯, ૯૦
નિશ્ચિત મેં કરેલાં મોહનીય આદિ કર્મો સંભવે છે, તેથી કહે છે - અજ્ઞાન બોધ ન થવા રૂપ તેનું ફળ છે એવા જ્ઞાનાવરણરૂપ કર્મો, જ્ઞાનની નિંદાદિ વડે ઉપાર્જિત છે. કેમકે પોતે ન કરેલા કર્મોનો ઉપયોગ અસંભવ છે, કેમકે જીવો પોતે કરેલા શુભાશુભ કર્મોના ફળને જ સુખ-દુઃખ રૂપે પોતે ભોગવે છે. જે કારણે કોઈ વડે સ્વયં જાણવા કે ન જાણવાથી પૂછેલા પ્રશ્નોના ઉત્તરોને હું જાણતો નથી. કોઈ સૂત્રાદિ કે વસ્તુ જાણવા છતાં પણ સ્વયં સ્વચ્છ સ્ફટિકવત્ અતિ નિર્મળ પ્રકાશરૂપથી પોતાનું અપ્રકાશત્વ નથી, પણ જ્ઞાનાવરણને વશ જ જ્ઞાન ઢંકાયેલું છે.
અથવા કોઈના વડે કંઈક પૂછાતા તેવા પ્રકારના વિમર્શના અભાવથી સ્વયં ન જાણતો, “આ મારું અજ્ઞાન કેમ ?'' એમ વિચારતો ગુરુ વચનને અનુસરીને પોતાની જાતે સાથેની પ્રતિ વક્તવ્યતા.
જો પૂર્વકૃત કર્યો છે, તો કેમ ત્યારે જ વેધા નથી ? તેનો ઉત્તર આપે છે . અબાધકાળ પછી જ વિપાક આપે છે અજ્ઞાનફળરૂપ કરાયેલા કર્મો ઉદીરાય છે. તેથી તેના વિઘાતન માટે જ પ્રયત્ન કરવો જોઈએ. પણ વિષાદ ન કરવો. આ પ્રકારે પોતાને સ્વસ્થ કરે. વિકળતા ન પામે.
·
હવે ઉક્ત અર્થનું નિગમન કરતાં કહે છે - કર્મના કુત્સિત વિપાકને જાણીને, પ્રજ્ઞાના અપકર્ષને આશ્રીને બંને સૂત્રની વ્યાખ્યા કરી. પહેલાં ઉત્કર્ષ પક્ષને કહે છે - પ્રજ્ઞાના ઉત્કર્ષવાળાએ એમ વિચારવું કે મેં પૂર્વે જ્ઞાનપ્રશંસાદિ અનુષ્ઠાનો કરેલ છે, અહીં જ્ઞાન એટલે વિમર્શપૂર્વકનો બોધ. તેના ફળોને કર્યા છે, તેથી હું કોઈના પૂછેલાના સર્વ અર્થોને જાણું છું અથવા અહીં - તહીં પણ વસ્તુને જાણું છું. અથવા અપથ્ય એવા કર્મના અજ્ઞાન ફળો જે કટુક વિપાકરૂપ છે તેની આ કાળે ઉદીરણા થયેલી છે. · x -x
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org