Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨/૬૫, ૬૬ એકલા રહેલને ન થાય. પરંતુ તેમણે ચર્ચા પરીષહ સહન કરવો જોઈએ, તે કહે છે -
• સૂત્ર - ૬, ૬૮
શુદ્ધ ચયથી લાયમુનિ એકલા જ પરીષહોને પરાજિત કરી ગામ, નગર, નિગમ કે રાજધાનીમાં વિચરણ કરે... ભિક્ષ ગૃહસ્થાદિથી અસમાન થઈ વિચરે. પરિગ્રહ ન કરે, ગૃહસ્થોથી આસંસક્ત રહે. સીબ અનિકેત ભાવે પરિભ્રમણ કરે.
• વિવેચન - ૬૭, ૬૮
એકલો જ અર્થાત્ રાગદ્વેષ રહિત, અપ્રતિબદ્ધ વિહારથી વિચરે અથવા સહાય રહિતતાથી તથાવિધ ગીતાર્થ. કહે છે કે - જો ગુણાધિક કે ગુણથી સમાનની નિપુણ સહાય ન મળે, તો પાપનું વર્જન કરતો અને કામમાં આસક્ત ન થતો એકલો વિચરે. લઢ- પ્રાસુક અને એષણીય આહાર વડે કે સાધુ ગુણોથી આત્માનું યાપન કરે તે લાઢ, આ શબ્દ પ્રશંસાવાય છે. તેથી એકલો, પ્રતિમા પ્રતિપન્ન આદિ એવો તે રાગાદિ રહિત વિચરે, સુધાદિ પરીષદોનો જચ કરે, પ્રામાદિમાં વિતરણ કરે. અહીં ગામ શબ્દ પૂર્વે કહ્યો છે, નગર - કર રહિત સંનિવેશ નિગમ - વણિકોનો નિવાસ, રાજસ્થાની - પ્રસિદ્ધ છે. ઉપલક્ષણથી મડંબ આદિ પણ લેવા. આના વડે આગ્રહનો અભાવ કહો. ફરી તે કહે છે
મુનિને “સમાન' સાથે અર્થાત્ ગૃહસ્થને આશ્રીને મૂર્થિતપણા વડે અથવા અન્યતીર્થિકોમાં, અનિયત વિહાર હોવાથી તે અસમાન છે અથવા સમાન એટલે સાહંકાર, તેમ ન હોવાથી અસમાન, અથવા અસમાન એટલે નિવાસન વિધમાન નથી તેવા. જ્યાં રહે ત્યાં પણ અસંનિહિત જ રહે.-x- એ પ્રમાણે મુનિ વિચરે. અપ્રતિબદ્ધ વિહાર પણાથી યતિ વિચરે. એ કઈ રીતે? તે કહે છે. ગ્રામ આદિમાં મમત્વ બુદ્ધિરૂપ પરિગ્રહ ન કરે. કહે છે કે - ગામ, કુળ, નગર કે દેશમાં ક્યાંય કોઈ મમત્વભાવ ન કરે. આ મમત્વભાવ કઈ રીતે થાય? તે કહે છે-ગૃહસ્થ સાથે અસંબદ્ધ રહે. અનિકેત - જેને ઘર વિધમાન નથી, તેવો થાય. બદ્ધ આસ્પદ ન થઈ, ચોતરફ વિચરે. ગૃહી સંપર્ક ન રાખે. તેમ કરતાં મમત્ત્વબુદ્ધિ થાય.
અહીં શિષ્યદ્વારને અનુસરતો “અસમાચરે” ઇત્યાદિ સૂત્ર સૂચિત ઉદાહરણ કહે છે -
• નિર્યુક્તિ - ૧૦૬ + વિવેચન - આ નિયુક્તિનો ભાવાર્થ વૃદ્ધ સંપ્રદાયાનુસાર વૃતિકાર કહે છે, તે આ -
કોલકર નગરમાં સંગમ સ્થવિર આચાર્ય રહેતા હતા દુકાળને લીધે તેમણે સાધુઓને વિસર્જિત કર્યા, તે નગરના નવ ભાગ કરીને પરીક્ષીણ જંઘાબળથી વિચરે છે. તેનાથી નગરદેવતા પણ ઉપશાંત થયેલો. તેમને દત્ત નામે શિષ્ય હતો. ઘણાં કાળ પછી પાછો આવ્યો. તે તેમના પ્રતિશ્રયમાં ન પ્રવેશ્યો. કેમકે આચાર્ય નિત્ય વાસ રહેલ છે. ભિક્ષાવેળાએ ઔપગ્રહિક ચાલતા તે સંક્લેશ પામ્યો. કુંટ શ્રાદ્ધકુળો દર્શાવતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org