Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨/૬૧, ૬૨
૮૫ લીધી નથી ? ત્યારે તેઓ બોલ્યા કે શું પ્રવજિત થયેલાને જોડાં, કરક, જનોઈ અને છત્ર હોય છે ? ત્યારે વૃદ્ધ જાણ્યું કે- આ બધાં પણ મને પ્રતિચારણા કરી રહ્યા છે. તો હું તેનો ત્યાગ કરું? ત્યારે આર્યરક્ષિતને કહે છે, હે પુત્ર ! આ છત્રની જરૂર નથી. ત્યારે તેણે કહ્યું - બરોબર છે, જ્યારે ગરમી થશે, ત્યારે ઉપર વસ્ત્ર ઢાંકી દઈશ.
એ પ્રમાણે તેની કરક પણ છોડાવી ત્યારે તેમના પુત્રોએ કહ્યું કે માત્રક લઈને સંડાભૂમિ જવું.
એ પ્રમાણે જનોઈ છોડાવી. ત્યારે આચાર્યએ કહ્યું કે - આપણે કોણ નથી જાણતું કે બ્રાહ્મણો છીએ. એ પ્રમાણે તેનાથી મુક્ત થયા. પછી બાળકોને ફરી સમજાવ્યું કે, બધાંને વંદન કરજો પણ પેલા ધોતીવાળાને ન વાંદતા. ત્યારે તે રોષિત થઈને કહે છે કે પિતા - દાદાને વાંદતા નથી ? જાઓ આ ધોતી હું નહીં છોડું. ત્યાં કોઈ સાધુએ ભક્ત પ્રત્યાખ્યાન કરેલ. ત્યારે તેના નિમિત્તે ધોતીને છોડાવવા આચાર્યએ કહ્યું - જે સાધુને વહન કરે, તેને મહાફળ પ્રાપ્ત થાય છે. ત્યાં પહેલાંથી પ્રવજિત થયેલાં આચાર્યએ સંકેત કરી રાખેલ કે તમે કહેજો - “અમે વહન કરીશું.” ત્યારે તે સ્થવિરે પૂછયું - હે પુત્ર! આમાં ઘણી નિર્જરા છે? આચાર્યએ કહ્યું- ગાઢ નિર્જરા થાય ત્યારે વૃદ્ધે કહ્યુંતમો કહો તો હું તેનું વહન કર. આચાર્યએ કહ્યું- તેમાં ઉપસર્ગો થશે. જો સહન કરી શકો તો જ વહન કરજો. જે સહન નહીં કરો તો અમને પણ સુંદર નહીં થાય. એ પ્રમાણે તેમને સ્થિર કર્યા.
જ્યારે તે વૃદ્ધ સાધુને ઉંચકીને માર્ગથી ચાલ્યા, પાછળ સાધ્વીઓ ચાલ્યા. ત્યારે બાળકોએ કહ્યું - હવે ધોતી મૂકી દો. ત્યારે બીજાઓ બોલ્યા કે ન મૂકતા. બાળકોએ ધોતી ખેંચી લીધી, ત્યારે લજ્જાથી તે વૃદ્ધે ચોલપટ્ટક ધારી લીધો. ઉપર દોરી વીંટી દીધી. તે વૃદ્ધ પણ ઉપસર્ગ સમજી તેને ધારણ કરી રાખ્યો. આચાર્યએ કહ્યું, શાટક - ધોતી જેવું વસ્ત્ર લાવો, મારા પિતાને તે જોઈશે. ત્યારે વૃદ્ધે કહ્યું - જે જોવાનું હતું, તે તો જોવાઈ ગયું. હવે મને ચોલપટ્ટક ચાલશે. એ પ્રમાણે તેમણે ચોલપટ્ટક ગ્રહણ કર્યો. તેણે એ રીતે અચેલ પરીષહ સહન કર્યો.
- અચેલ એવા અપ્રતિબદ્ધ વિહારીને શીતાદિ વડે અભિભૂત થતાં અરતિ ઉત્પન્ન થવી ન જોઈએ, તેથી તે પરીષહ કહે છે -
• સુત્ર - ૬૩, ૬૪
એક ગામથી બીજે ગામ વિચરણ કરતા અકિંચન આણગારના મનમાં જે સંયમ પ્રત્યે અરતિ પ્રવેશે, તો તે પરીષહને સહન કરે. વિરત, આત્મરલિક, ધર્મમાં મણ કરનાર, નિરારંભી મુનિ આરતિ પરત્વે પીઠ કરીને ઉપરાંત ભાવે વિચરણ કરે.
• વિવેચન - ૩, ૪
બુદ્ધિ આદિ ગુણોને ગ્રસે તે ગ્રામ, તે ત્યાંથી અનુગ્રામ જતાં અર્થાત્ તે માર્ગને અનુકૂળ જાય કેમકે અનનુકૂળ ગમનમાં પ્રયોજનનો અભાવ છે માટે ગ્રામાનુગ્રામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org