Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૮૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
કહ્યું અથવા ગામ મોટું છે અને અનુગ્રામ નાનું છે, ગ્રામાનુગ્રામ અથવા ‘ગ્રામ' એ રૂઢિ શબ્દથી એક ગામથી બીજે ગામ, ત્યાંથી અન્ય, તેને ગ્રામાનુગ્રામ કહે છે. ઉપલક્ષણથી નગરથી નગર પણ સમજવું. તેમ વિચરતા અણગાર કે જેને ધન, કનક આદિનો પ્રતિબંધ નથી તેવો અકિંચન - નિષ્પરિગ્રહી, ઉક્ત અરતિને મનમાં પણ ન લાવે. પણ તે પરીષહને સહન કરે. કઈ રીતે ?
સંયમ વિષયક કે મોહનીય કર્મ પ્રકૃતિરૂપ અરતિ પ્રતિ પીઠ કરીને, આ ધર્મ વિઘ્ન હેતુ છે, એવી મતિથી તીરસ્કારીને, હિંસાદિથી અટકીને, આત્માને દુર્ગતિના હેતુ અને અપધ્યાનાદિથી રક્ષણ કરે. અથવા આય - જ્ઞાનાદિ લાભ. તેના વડે રક્ષિત તે આયરક્ષિત, શ્રુતધર્માદિમાં રતિવાળો થાય. અથવા ધર્મ જ સતત આનંદહેતુપણે પ્રતિપાલિત કરવા વડે આરામ, તે ધર્મારામ. તેમાં સ્થિત રહે. અસત્ ક્રિયા પ્રવર્તનરૂપ નિરારંભી થાય, ક્રોધાદિ ઉપશાંત થાય. સર્વવિરતિનો પ્રતિજ્ઞાતા થઈને વિચારે. સાગરોપમ કાળ ગયો, તે મારા આ મનોદુઃખનું મહત્ત્વ કેટલું ? તેમ ચિંતવે. પણ ઉત્પન્ન અરતિને જોનારો ન થાય. આ વિરત આદિ વિશેષણ અરતિના તિરસ્કારના ફળ પણ છે. -x
આ તાપસદ્વાર જાણવું. ‘અરતિ' આદિ સૂત્ર સૂચિતનું દૃષ્ટાંત - • નિયુક્તિ ૯૮, ૯૯ + વિવેચન -
આ બંને નિર્યુક્તિને અર્થથી સંપ્રદાય થકી જાણવો. તે આ છે -
અચલપુર નામે પ્રતિષ્ઠાન હતું, ત્યાં જિતશત્રુ રાજા હતો, તેનો પુત્ર યુવરાજ હતો. તેણે રાધાચાર્યની પાસે દીક્ષા લીધી. તે કોઈ દિવસે વિચરતા તગરા નગરી ગયો. તે રાધાચાર્યના સધ અંતેવાસી આર્ય રાધક્ષમણ નામે હતા તે ઉજ્જૈની વિચરતા હતા. સાધુઓ ત્યાંથી આવીને રાધાચાર્ય પાસે ગયા. તેમણે પૂછ્યું - બધું નિરૂપસર્ગ વર્તે છે ? તેમણે કહ્યું રાજપુત્ર પુરોહિતપુત્ર તકલીફ આપે છે. તે દીક્ષા લીધેલા યુવરાજનો તે રાજપુત્ર ભત્રીજો હતો. તે સંસારે ન ભમે એમ સમજીને આચાર્યને પૂછીને ઉજ્જૈની ગયો. રાજપુત્ર અને પુરોહિતપુત્ર તેને જોઈને ઉભા થયા. તેણે પણ મોટા અવાજે ‘ધર્મલાભ’ કહ્યો. તે બંને બોલ્યા - બહુ સુંદર, આ પ્રવ્રુજિત આપણા માર્ગમાં આવ્યો. તે બંનેએ રોષિત થઈને સામે થયા. તેને પકડીને યુદ્ધ કરવા લાગ્યા. સાધુએ તે બંનેના સાંધા ઢીલા કરી દીધા. બંનેને માર્યા, તે બંને માર ખાતા ખાતા રાડો પાડવા લાગ્યા. પરિજનોને થયું કે - તે સાધુ માર ખાવાથી રાડો પાડે છે. સાધુ ત્યાંથી નીકળી ગયા. પછી તે સ્વજનોએ જોયું કે આ બંને નથી જીવતા કે નથી મરેલા. એકૈક દૃષ્ટિથી જોઈ રહ્યા છે. પછી રાજાએ પુરોહિતને બોલાવીને કહ્યું - કોઈ સાધુ આવેલ, તેણે આમ કર્યું. પછી રાજા સર્વ સૈન્ય સાથે આવ્યો. તે સાધુ પણ એક પડખે રહીને પરાવર્તના કરતા હતા. રાજા આચાર્યના પગે પડી ગયો, અમારા ઉપર કૃપા કરો.
આચાર્યએ કહ્યું - હું કંઈ જાણતો નથી, રાજન્ ! અહીં એક મહેમાન સાધુ પધારેલ છે, કદાચ તે હોય. રાજા તેની પાસે આવ્યો. બધો વૃત્તાંત જાણ્યો, ત્યારે તે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org