Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨/૫૫,૫૬
૧
માર્ગે જવાનું હતું. તેમાં પહેલાને ગિરિગુફા દ્વારે છેલ્લા પોરિસિ થઈ, તે ત્યાં જ રહ્યો. બીજાને ઉધાનમાં, ત્રીજાને ઉધાન નજીક, ચોથાને નગરાભ્યાસમાં થઈ. જે ગિરિગુફા પાસે હતો તે ઠંડીને સહન કરતા અને ખમતા પહેલાં યામે જ કાળધર્મ પામ્યો. એ પ્રમાણે જે નગર સમીપે હતો તે ચોથા યામે કાળધર્મ પામ્યો. આ પ્રમાણે સમ્યપણે શીત પરીષહ સહન કરવો, જેમ તે ચારે સહન કર્યો.
હવે શીતના વિપક્ષરૂપ ઉષ્ણ પરીષહને કહે છે -
૦ સૂત્ર - ૫૭, ૫૮
ઉષ્ણભૂમિ આદિના પરિતાપથી અને તૃષાના દાહથી અથવા ગ્રીષ્મના પરિતાપથી પીડિત થતાં પણ મુનિ સાતા ને માટે આકુળતા ન કરે... ઉષ્ણતા વડે પરેશાન થવા છતાં પણ સ્નાનની ઇચ્છા ન કરે, જળ વડે શરીરને સિંચિત ન કરે, વીંઝણા આદિથી પોતાને માટે હવા ન કરે.
♦ વિવેચન - ૫૭, ૫૮
ઉષ્ણ સ્પર્શવત ભૂમિ કે શિલાદિ વડે પરિતાપ વડે તથા બાહ્ય સ્વેદ અને મલ વડે કે અગ્નિથી તૃષ્ણા જનિત દાહરૂપથી અત્યંત પીડિત તથા ગ્રીષ્મ કે શરમાં નારકાદિની તીક્ષ્ણ વેદનાને વિચારતો, “મને મંદભાગ્યને સુખ કઈ રીતે થાય ? એવું ન બોલે અથવા ક્યારે શીતકાળ કે ચંદ્રકળાથી મને સુખ કેવી રીતે થાય ? એવું ન વિચારે. ઉપદેશાંતરથી કહે છે -
ઉષ્ણતાથી અત્યંત પીડિત, મર્યાદામાં વર્તતો - મેઘાવી દેશથી કે સર્વથી સ્નાનની અભિલાષા પણ ન કરે. ન પ્રાર્થના કરે, શરીરને જળથી સૂક્ષ્મ બિંદુ વડે ભીનું પણ ન કરે, વીંઝણાથી પોતાને વીંઝે નહી. હવે શિલા દ્વારને અનુસ્મરીને “ઉષ્ણ પરિતાપ’ ઇત્યાદિ • સૂત્ર અવયવનું દૃષ્ટાંત કહે છે -
• નિર્યુક્તિ - ૯૨ + વિવેચન
આ નિયુકિત ભાવાર્થ વૃદ્ધ સંપ્રદાયથી વૃતિકાર જણાવે છે - તગરા નામે નગરી હતી. ત્યાં અર્હન્મિત્ર નામે આચાર્ય હતા. તેની પાસે દત્ત નામે વણિક્, તેની પત્ની ભદ્રા અને પુત્ર અહંન્નકે દીક્ષા લીધી. તે બાળમુનિ અન્નકને કદી ભિક્ષાર્થે મોકલતા ન હતા. પ્રથમાલિકાદિથી શું જોઈએ છે ? તેમ પૂછી પોષતા હતા. તે સુકુમાલ સાધુઓમાં અપ્રીતિક બન્યો. કંઈ ભણવા પણ તૈયાર ન થયો. કોઈ દિવસે તે વૃદ્ધે કાળ કર્યો. સાધુઓએ બે ત્રણ દિવસ ભિક્ષા લાવી આપી. તે પછી ભિક્ષાર્થે મોકલ્યો, તે સુકુમાલ શરીરી ગ્રીષ્મમાં મસ્તકે અને પગે બળવા લાગ્યો. તૃષ્ણાથી પીડાઈને છાયામાં વિશ્રામ લેતો હતો. કોઈ વણિક્ સ્ત્રી, જેનો પતિ પરદેશ ગયેલો, તેણીએ અર્હન્નક મુનિને જોયા. મુનિના ઉદાર સુકુમાલ શરીરને જોઈને તેણીને તેનામાં રાગ ઉત્પન્ન થયો. દાસી વડે તપાસ કરાવી કે તેને શું જોઈએ છે ? અર્હન્નક મુનિને લાડવા વહોરાવ્યા અને પૂછ્યું - “તમે શા માટે ધર્મ કરો છો ?'' સાધુએ કહ્યું - સુખને માટે. ત્યારે તેણી બોલી, તો મારી સાથે ભોગ ભોગવો. તે ગરમી વડે પીડાયો હતો. ઉપસર્ગોથી ભગ્ન
37/6
Jain International
For Private & Personal Use Only
www.jainelibrary.org