Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્ય. ૨ ભૂમિકા
સંગ્રહનયથી વિચારતા જીવ દ્રવ્ય કે અજીવ દ્રવ્ય વડે પરીષહ ઉદીરાય છે. તે સામાન્યગ્રાહિત્યથી એકત્વને ઇચ્છે છે, દ્વિત્વકે બહુવને નહીં. આ પણ શતભેદપણાથી ચિદરૂપતાથી સર્વને ગ્રહણ કરે ત્યારે જીવ દ્રવ્યથી અને અચિદુરૂપતાથી ગ્રહણ કરે
ત્યારે આજીવદ્રવ્યથી જાણવું. વ્યવહાર નયના મતે જીવ એટલે અજીવ, અજીવ દ્રવ્યથી પરીષહ ઉદીરાય છે. તે એક જ ભંગને ઇચ્છે છે. ૪-૪-x-x- બાકીના અર્થાત્ ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવંભૂત પયયનયોના મતથી - જીવદ્રવ્ય વડે પરીષહ ઉદીશય છે, એ જ ભંગ અભિમત છે, તે જ પર્યાયાસ્તિકપણાથી પરીષહમાણને જ પરીષહ માને છે. ૪- તેનાથી વિપરીત અજીવદ્રવ્ય તે દંડાદિ તે અકારણ છે, કેમકે જીવદ્રવ્ય તે દ્રવ્યગ્રહણ પર્યાયનયના પણ ગુણ સંહતિરૂપના દ્રવ્યના ઇષ્ટ પણે છે.
હવે સમવતાર દ્વાર કહે છે. • નિયુક્તિ - કર + વિવેચન -
સમવતાર બે ભેદે છે. પ્રકૃતિ અને પુરુષ. પ્રકૃતિ – જ્ઞાનાવરણ આદિ રૂપ, પુરુષ અને ચ શબ્દથી સ્ત્રી અને પંડકમાં, તે તે ગુણસ્થાન વિશેષવર્તીમાં જાણવા. આ પ્રકૃતિ આદિના ભેદ અનુક્રમે કહીશ.
• નિર્યુક્તિ - ૩ + વિવેચન
જ્ઞાનાવરણ, વેદનીય, મોહનીય અને અંતરાયિક, એ ચાર કર્મોમાં હવે કહેવાનાર બાવીશે પરીષહો સમવતરે છે. આના વડે પ્રકૃતિ ભેદ કહ્યો, હવે જેનો જેમાં અવતાર છે, તે કહે છે -
• નિર્યુક્તિ - ૦૪ + વિવેચના -
પ્રજ્ઞા અને અજ્ઞાન બે પરીષહો જ્ઞાનાવરણમાં અને અંતરાયમાં એક અલાભ પરીષહ અવતરે છે. પરીસહન કરાય તે પરીષહ જ્ઞાનાવરણીયના ઉદયકે ક્ષયોપશમથી બે પરીષહોનો સભાવ કહ્યો. અંતરાયકર્મના ઉદય કે નિબંધનત્વથી અલાભ પરીષહ થાય છે.
મોહનીય બે ભેદે છે, તેના ભેદમાં અને વેદનીયમાં પરીષહ• નિયુક્તિ • ૫ થી ૭ + વિવેચન -
ચાસ્ત્રિ મોહનીયમાં સાત પરીષહો અવતરે છે - અરતિ, અચેલ, સ્ત્રી, નૈષેલિકી, યાચના, આક્રોશ અને સત્કારપુરસ્કાર. ચાઝિમોહનીયના પણ ઘણાં ભેદ હોવાથી, તેના ભેદના ઉદયથી જે પરીષહનો સદ્ભાવ છે તેને કહે છે - અરતિ, જગસા તથા પુરષવેદ, ભય, માન, ક્રોધ અને લોભનો ઉદય. દર્શનમોહનીયમાં દર્શન પરીષહ નિયમથી ચોક જ છે. બાકીના ૧૧ - પરીષહો વેદનીય કર્મથી સંભવે છે. -૦- પરીષહ શબ્દ ઉક્ત બધામાં જોડવો. ગુપ્તા અયેલની જાણવી. અરતિના ઉદયથી અરતિ પરીષહ એ પ્રમાણે બધાં પરીષહોમાં જાણવું. જે ૧૧ પરિષદો વેદનીયના કહ્યા, તે કયા છે ?
• નિયુક્તિ - ૭૮ + વિવેચન - પાંચ સંખ્યા જ છે, તે બીજા પ્રકારે પણ છે. તે કહે છે. અનુક્રમે ભુખ, તરસ, For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International