Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
ઉત્તરાધ્યયન મલબ-સટીક અનુવાદ/૧ નિષેધવારીપણામાં તેના અભાવરૂપ પરીષહ વેદનીય કર્મનો ઉદય છે. -x- આ ભાવપરીષહના દ્વારો અનંતર કહેવાશે. તે જ કહે છે -
• નિયુક્તિ - ૬૮ + વિવેચન -
(૧) કયા અંગાદિથી આ ઉદ્ધત છે? (૨) કયા સંયતને આ પરીષહો છે? (૩) આનું ઉત્પાદક દ્રવ્ય શું છે ? (૪) કઈ કર્મ પ્રકૃતિમાં આનો સંભવ છે ? (૫) કઈ રીતે આ સહન કરવારૂપ છે? (૬) કયો નય કયા પરીષહને ઇચ્છે છે? (૭) સુધાદિ કેટલા પરીષહ એક સાથે એક સ્વામીમાં વર્તે છે? (૮) કેટલો કાળ પરીષહનું અસ્તિત્વ છે ? (૯) કયા અથવા કેટલાં ક્ષેત્રમાં છે ? (૧૦) ઉદેશ, (૧૧) તેની જિજ્ઞાસામાં શિષ્યનો પ્રશ્ન (૧૨) ગુરુ વડે પૃષ્ટ અર્થવિશેષને કહેવો. (૧૩) સૂત્ર સૂચિત અર્થ વચન. તેમાં પહેલાં દ્વારનો ઉત્તર આપતા કહે છે -
• નિર્યુક્તિ - ૬૯ + વિવેચન -
કર્મપ્રવાદ પૂર્વના સત્તરમાં પ્રાકૃતમાં જે સૂગ છે, તે નય અને ઉદાહરણ સહિત અહીં જાણવું. કર્મપ્રવાદ - કર્મોનું પ્રકર્ષથી પ્રતિપાદન જેમાં છે તે. તેમાં પણ સત્તરમું પ્રાભૃત- પ્રતિ નિયત અર્થાધિકાર, સૂત્ર - ગણધર પ્રણીત ઋતરૂપ. નૈગમાદિનય અને દૃષ્ટાંત સહ કહેવું. તે જ અહીં જાણવું, અધિક નહીં. બીજું દ્વાર -
• નિર્યુક્તિ - ૭૦ + વિવેચન -
અવિરત, વિરતાવિરત અને વિરતોને, માત્ર વિરતને જ નહીં એવું નૈગમનાય સુધાદિપરીષહને માને છે. ત્રણેને પણ પરીષહ સાતા આદિ કર્મના ઉદયથી થતાં સુધાદિને સહન કરવા, તેથી યથાયોગ સકામ કે અકામ નિર્જરા સંભવે છે. અનેક ગમત્વથી આના બધાં પ્રકાર સંગ્રાહિત્યથી આમ કહ્યું. સંગ્રહ, વ્યવહાર અને જુસબ એ ત્રણે પણ પરીષહને માને છે. એકૈક નયના સો ભેદ-પણાથી આ ભેદોમાંના કેટલાંક પરીષહ પ્રતિ નૈગમનયથી તુલ્ય છે. ત્રયમ - શબ્દ પ્રધાન નયો, શબ્દ - સમભિરૂઢ - એવંભૂત. તેમના મતે વિરતને પરીષહ હોય છે. ૪
દ્રવ્યદ્વારને આશ્રીને નયમત કહે છે - • નિર્યુક્તિ - ૦૧ + વિવેચન -
નૈગમનયમાં આઠ ભંગો છે. (૧) એક પુરુષાદિ વડે થપ્પડ આદિ થકી પરીષહ ઉદીરાય, ત્યારે પરીષહ વેદનીય કર્મના ઉદયનું નિમિત્તપણામાં પણ તેને તેની અવિવક્ષાથી જીવ વડે આ પરીષહ ઉદીરાયો તેમ કહેવાય. (૨) જો ઘણા વડે હોય તો જીવો થકી (૩) જો એક અચેતનથી એક પત્થરાદિ વડે જીવપ્રયોગરહિતથી થાય તો અજીવ વડે, (૪) જે તે ઘણાં વડે થાય તો અજીવો વડે. (૫) જો એક લુબ્ધિકાદિ વડે એક બાણ આદિ વડે થાય ત્યારે જીવ અને અજીવ વડે. (૬) જો એક વડે પણ ઘણાં બાણો વડે થાય ત્યારે જીવ અને અજીવોથી. (૭) જ ઘણાં પુરુષો થઈને એક શિલાદિ ઉપાડીને ફેંકાય ત્યારે જીવો અને અજીવથી. (૮) જો ઘણાં પુરુષો ઘણાં મુદગરાદિ મૂકે તો જીવો અને અજીવો વડે પરીષહ ઉદીરાયો કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org