Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૫.
છે? તે વિષયમાં કહે છે -
• સૂત્ર - ૨૮
કઠોર કે કોમળ અનુશાસન, દુષ્કૃત્યનું નિવારક થાય છે, બુદ્ધિમાન શિષ્ય તેને હિતકર માને છે, અસાધુને માટે તે દ્વેષનું કારણ બને છે. • વિવેચન
ઢ
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
W
અનુશાસન - પૂર્વે કહેલ છે. ઉપાય - મૃદુ કે કઠોર રૂપ ભાષણાદિ, અથવા સમીપ રહેવું તે. ગુરુ સંથારામાં, બેઠેલા કે વિશ્રામણાદિ કરતા હોય ત્યારે સમીપ રહેવું. કુત્સિત કરતા શિષ્યને પ્રેરણા કરે કે - તેં કેમ આવું આચરણ કર્યું ? ઇત્યાદિ રૂપ. હિત આલોક, પરલોકમાં ઉપકારી આ અનુશાસન છે, તેમ તે બુદ્ધિવાન માને. પણ અસ્તાણુ - જેનામાંથી ભાવ સાધુત્વ સાલી ગયેલ છે, તેવાને દ્વેષ ઉત્પાદક થાય છે. આના વડે સાધુને ગુરુના વચનની સ્થાપના અને અન્યથાત્વનો સંભવ કહ્યો. આ જ અર્થને વિશેષ વ્યક્ત કરતા કહે છે -
• સૂત્ર - ૨૯
ભયરહિત, મેધાવી, પ્રબુદ્ધ શિષ્ય ગુરુના કઠોર અનુશાસનને પણ હિતકર માને છે. પણ તે જ ક્ષમા અને ચિત્ત વિશુદ્ધિકર અનુશાસન મૂર્ખને માટે દ્વેષનું નિમિત્ત થઈ જાય છે.
• વિવેચન
૨૯
હિત - પથ્ય, વિગતભય – સાત ભયરહિત, બુદ્ધુ - તત્ત્વના જ્ઞાતા એવું માને છે કે ગુરુવિહિત અનુશાસન કર્કશ હોય તો પણ હિતકર માને. મૂઢ - અજ્ઞાનને દ્વેષોત્પાદક છે. ક્ષતિ - ક્ષમા. શુદ્ધિ – આશયવિશુદ્ધતા, અથવા ક્ષમાથી નિર્મળતાને કરનારું. શું ? ગુરુનું અનુશાસન, ઉપલક્ષણથી માર્દવાદિ શુદ્ધિકરત્વ લેવું. તે જ્ઞાનાદિ ગુણનું સ્થાન છે. -××- બુદ્ધ એટલે ‘આયાર્યાદિ' અર્થ પણ થાય. પરુષ – જે સાંભળવું અસુખદ લાગે તેવું અનુશાસન. ફરી વિનય જ કહે છે
=
-
-
૦ સૂત્ર - ૩૦
શિષ્ય એવા આસને બેસે કે જે ગુરુના આસનથી નીચું હોય, જેમાંથી અવાજ નીકળતો ન હોય, સ્થિર હોય. આસનથી વારંવાર ન ઉઠે પ્રયોજન હોય તો પણ ઓછા ઉંઠે, સ્થિર અને શાંત બેસે, સપાળતા ન કરે.
• વિવેચન 30
આસન – વર્ષાઋતુમાં પીઠ આદિ, ઋતુબદ્ધકાળમાં પાદપુંછન. તે પીઠ આદિમાં બેસે. કેવા ? દ્રવ્યથી નીચું, ભાવથી અલ્પમૂલ્યાદિ. કોનાથી ? ગુરુના આસનથી. સ્પંદિત ન થતાં, નેતરના પાટીયાની જેમ જરાપણ ચલિત નહીં તેવા. કેમકે તે શ્રૃંગારનું અંગ છે. સમપાદ પ્રતિષ્ઠિતપણાથી નિશ્ચલ, કેમકે નહીં તો જીવ વિરાધના સંભવે છે. આવા આસન ઉપરથી પણ અલ્પ ઉભા થવાના આચારવાળા, પ્રયોજનમાં પણ વારંવાર ન ઉભા થાય. નિમિત્ત વિના ઉભા ન થાય તેવા, એ પ્રમાણે બેસે. અલ્પ સ્પંદનવાળું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org