Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૬૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
સંભવે છે. અતિ નીકટના ભૂભાગમાં ન ઉભા રહે. ત્યાં પૂર્વે આવેલા ભિક્ષુને અપ્રીતિ થાય. બીજા ગૃહસ્થોના દૃષ્ટિપથમાં ન ઉભા રહે. પણ એકાંત પ્રદેશમાં જ્યાં ગૃહસ્થ ન જાણે કે આ ભિક્ષુના નિષ્ક્રમણની પ્રતીક્ષા કરે છે. પૂર્વે પ્રવેશેલ ઉપર દ્વેષ રહિત રહે અને ભોજન નિમિત્તે તેમને ઉલ્લંઘીને ન જાય. તેમાં પણ તેને અપ્રીતિ, અણ્વાદ આદિ સંભવે છે. અહીં મિત કાળથી ભોજન કરે, પણ ફરી ભિક્ષાટનનું વિધાન ગ્લાનાદિ નિમિત્તે અથવા પોતાને ક્ષુધા વેદનીય સહન ન થવાથી ફરી ભ્રમણ પણ દોષને માટે ન થાય, જે જણાવે છે. -x- ફરી તેમાંની જ વિધિ કહે છે -
૪
• સૂત્ર
સંયમી મુનિ પ્રાસુક અને પસ્કૃત આહાર લે, પરંતુ ઘણાં ઉંચા કે નીયા સ્થાનેથી લાવેલ કે અતિ નજીક કે અતિ દૂરથી દેવાતો આહાર ન લે. • વિવેચન
૪
-
સૂત્રાર્થ કહ્યો છે. વિશેષ વૃત્તિ આ છે - અતિ ઉંચો, એટલે પ્રસાદની ઉપરની ભૂમિકાથી. અતિ નીચે - ભોંયરામાંથી, કેમકે ત્યાં ઉત્સેપ, નિક્ષેપ કે નિરીક્ષણ અસંભવ છે. દેનારને પણ અપાય સંભવે છે. અથવા ઉંચા - દ્રવ્યથી ઉંચે સ્થાને રહીને, ભાવથી - દૈન્યતા પૂર્ણ. બહુ દૂર કે બહુ નીકટના સ્થાનમાં જુગુપ્સા, આશંકા, એષણા અશુદ્ધિ માટે ગૃહસ્થે દોષો સંભવે છે. --x- પપરકૃત - પોતાના કે બીજાના માટે ગૃહસ્થે કરેલ. ડ - આહાર.
આ બે સૂત્રથી ગવેષણા, ગ્રહણૈષણા કહી. હવે ગ્રાસૈષણા કહે છે -
૦ સૂત્ર - ૩૫
સંયમી મુનિ પ્રાણી અને બીજોથી રહિત, ઉપરથી ઢાંકેલ અને સંવૃત્ત મકાનમાં, પોતાના સહધર્મી સાથે, ભોજનને જમીન ઉપર ન પડવા દેતો યતનાપૂર્વક આહાર કરે.
૭ વિવેચન પ
પ્રણ
સૂત્રાર્થ કહ્યો. વિશેષ વૃત્તિ આ છે અર્પી શબ્દ અભાવવાચી છે, પ્રાણી, જેમાં પ્રાણ વિધમાન નથી તે અલ્પપ્રાણ, આગંતુક જંતુ રહિત. શાલ્યાદિ બીજ રહિત તે અલ્પબીજ. અહીં પ્રાણ માં બીજાદિ એકેન્દ્રિયો સંભવે છે. તેના ઉપરી પ્રાવરણથી યુક્ત. વૃત્ત - બંને પડખેથી ભીંત આદિ વડે ઢાંકેલ, અટવીમાં કુડંગાદિથી ઢંકાયેલ. અન્યથા દીન આદિ યાચનામાં દાન કે અદાનમાં પુન્યબંધ કે પ્રદ્વેષાદિ સંભવે છે. અથવા વૃત્ત એટલે બધાં આશ્રવથી વિરમણ. બીજા સાથે - એકલો નહીં. જેથી રસલંપટતાદિ ન સંભવે. --x-x- સરસ, વિરસ આદિ આહારમાં રાગ કે દ્વેષ રહિત પણે. સમ્યક્ યત્ના કરે તે સંયત. -- હવે વાયતના કહે છે -
-
- સૂત્ર - ૩૬ આહાર સુકૃત છે, સુપ છે, સુચ્છિન્ન છે, સુહૃત છે, મડ છે, સુનિષ્ઠિત છે, સુલષ્ટ છે, ઇત્યાદિ સાવધ વચનને મુનિ વ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org