Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ - સર્વકાળ રહેનાર, પરંતુ પર પરિકલ્પિત તીર્થ નિકારાદિ કારણથી ફરી અહીં આવવા રૂપ અશાશ્વત નહીં. અથવા થોડા કમ બાકી રહેતા દેવ થાય છે. મોહનીય કર્મોદયજનિત ક્રીડિત આને અવિધમાન છે. તે અલ્પારત - લવસહમાદિ. અથવા અલ્પરજ એટલે બંધાતા કર્મો જેને પાતળા છે તેવા. મોટા પ્રમાણમાં કે પ્રશસ્યદ્ધિવાનું - ચક્રવર્તી સાથે પણ યુદ્ધ કરે તેવી વિકરણ શક્તિ અથવા હિરણ્યકોટિ ઇત્યાદિ રૂપ સમૃદ્ધિ જેની છે, તેવા મહદ્ધિક દેવ વિશેષ થાય. - આવા પ્રકારનું વિનયશ્રુત આવા પ્રકારથી ગણધરાદિ ગુરુના ઉપદેશથી કહું છું, પણ સ્વમતિથી નહીં. અનુગમ કહ્યો.
હવે ચોથો અનુયોગ દ્વારા તે નયો. અનેક અંશાત્મક વસ્તુના એક અંશના અવલંબનથી પ્રતીતિ પથને આરોપે છે અથવા લઈ જાય છે તેનાથી, તેમાં કે તેથી અથવા લઈ જવું તે નય અર્થાત પ્રમાણ પ્રવૃત્તિ ઉત્તરકાળભાવી પરામર્શ.
આ નયો છે, તેનો અહીં શું ઉપયોગ છે ? ઉપક્રમથી ઉપક્રાંતની, નિક્ષેપથી યથાસંભવ નિક્ષિપ્તની, અનુગમથી અનુગતની આ જ અધ્યયનની વિચારણા કરવામાં તેનો ઉપયોગ છે-૪
નય વડે વિચારણા ભલે થાઓ, પણ તે પ્રત્યેક સૂત્રમાં કે સમસ્ત અધ્યયનની કરવી ? પ્રત્યેક સૂત્રની નહીં. પણ સમસ્ત અધ્યયનની કરવી, તે પણ ન થાય, કેમકે સૂત્રથી વ્યતિરિક્ત તે વિચારણાનો સંભવ નથી, તેનું શું? તેનો ઉત્તર આપતા કહે છે કે - પ્રત્યેક સૂત્રમાં નાયોનો અવતાર નિષેધ છે. સૂત્ર વ્યતિરિક્ત અધ્યયન જ અસંભવ છે.-x-x
તો શું આનો સમસ્ત નાયો વડે વિચાર કરવો કે કેટલાંક નવો વડે ? સમસ્ત નયોથી ન થાય. તેના અસંખ્યત્વથી તેના વડે વિચાર કરવો અશક્ય છે. તેથી કહે છે - જેટલાં વચનમાર્ગો છે તેટલાં જ નયો છે. પ્રત્યેક પ્રાણીનો અભિપ્રાય ભિન્ન હોવાથી સ્વસ્થ અભિપ્રાય વિરચિત વચન માર્ગોની સંખ્યા નથી. કેટલાંક નયો વડે પણ કહેવું શક્ય નથી. કેમકે તેથી અનવસ્થા પ્રસંગ આવે.-૪-૪-૪-x
પૂર્વવિદોએ સકલનય સંગ્રાહક 900 નયો કહ્યા છે. તેનો પણ સંગ્રહ કરતા x x- નૈગમાદિ સાત નયો કહ્યા. તેનો પણ સંગ્રહ કરતા સંગ્રાહિક નયો માત્ર બે જ કહ્યા છે. ૪- સંક્ષિપ્ત રચિપણાથી પૂર્વકાલીન લોકોએ સંગ્રાહિત નયોમાં બે જ નયો વડે વિચાર કહ્યો
આ અધ્યયનમાં વિનયની વિચારણા કરી. તે મુક્તિફળ દેનાર છે. તેથી જે મુક્તિપ્રાપ્તિ નિબંધન રૂપ છે, તે જ વિચારણીય છે અને તે જ્ઞાન અને ક્રિયારૂપ નયો છે. તેથી બીજા નયોથી ન વિચારવું તેમાં જ્ઞાનનય કહે છે - જ્ઞાન જ મુક્તિ પ્રાપ્તિનું કારણ છે. -x-x-x- જ્ઞાન જ ગ્રહીતવ્ય કે અગ્રહીતવ્ય અર્થમાં યત્ન કરવો જોઈએ અન્યથા પ્રવર્તમાન ફળનો વિસંવાદ થાય છે. બીજાએ પણ કહ્યું છે કે - સખ્યણું જ્ઞાનપૂર્વિકા સર્વપુરુષાર્થ સિદ્ધ થાય છે. અને અજ્ઞાનને ઘણાં દોષપણાનું કારણ કહેલ છે. ૪-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org