Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક અનુવાદ/૧ આદિને સ્વીકારીને, વચનથી આમ આ કરીશ - રૂપને ક્રિયા વડે સ્વીકારે. આયાર્યના અભિલાષને જાણીને કે ગુરુવર્યને આ અભિમત છે, અમુક કાર્યની ઇચ્છા છે. આના વડે સૂક્ષ્મ વિનય કહ્યો.
આવા વિનય વડે વિનીત જેવો થાય, તે કહે છે - • સુત્ર - ૪૪
વિનયી શિષ્ય ગર દ્વારા પ્રેરિત ન કરાયા છતાં પણ કાર્ય કરવાને માટે સદા પ્રસ્તુત રહે. પ્રેરણ થતા તત્કાળ યથોપદિષ્ટ કાર્યને સારી રીતે સંપન્ન કરે છે.
• વિવેચન - ૪૪
વિનયપણાથી વિનીત તે વિ- સર્વગુણના આશ્રયપણાથી પ્રસિદ્ધ છે. પ્રેરણા ન કરાયા છતાં પ્રતિ પ્રસ્તાવ ગુરુ કૃત્યોમાં પ્રવર્તે છે. તો તેને પ્રેરવાથી શું ? -x-x- પ્રેરણા કરાયેલા કૃત્યોમાં જલ્દીથી વર્તે છે, વિલંબ કરતો નથી. કેમકે “મને આજ્ઞા કરાતી નથી” તેમ વિચારતો તે અપ્રસન્ન થાય છે. પણ “આ મારા ઉપર અનુગ્રહ કરે છે” તેમ માનતો તે જલ્દીથી કાર્ય કરે છે. કેવી રીતે કરે? ઉપદિષ્ટ - આજ્ઞા કર્યા મુજબ, તેને ઉલ્લંઘીને નહીં, તે કાર્ય સારી રીતે પરિપૂર્ણ થાય તેમ કાર્યને નિર્વતવિ - કરે. તે પણ સદા શોભે તે રીતે કરે. હવે ઉપસંહાર કહે છે -
• સુસ - ૫
(વિનાયનું સ્વરૂપ જાણીને) મેઘાવી શિષ્ય વિનમ્ર બને છે, તેની લોકમાં કીર્તિ થાય છે, જેમ ખની, પ્રાણીને માટે સાધારરૂપ છે, તેમ વિનીત ધમચરણ કરનારને આધારરૂપ બને છે.
• વિવેચન - ૪૫
અનંતર સંપૂર્ણ અધ્યયનના અર્થને જાણીને. તે કૃત્ય કરનાર પ્રત્યે વિનમ્ર બને છે. મેધાવી - આ અધ્યયના અર્થને અવધારવા શક્તિમાન કે મર્યાદાવર્તી, તેના ગુણો કહે છે - લોકમાં તેની પ્રશંસા થાય છે કે “આણે જન્મ સફળ કર્યો” વગેરે. ~-~ઉચિત્ત અનુષ્ઠાન કર્તા અને ફ્લેષાંતકરણવૃત્તિ વડે તે બધાંનો આશ્રય બને છે. કોની જેમ? પૃથ્વીની જેમ.
(શંકા) વિનય પૂજ્યને પ્રસન્ન કરવા રૂપ ફળ આપે, તેનાથી શું મળે? • સબ - ૪૬.
પૂર્વ સંસ્કૃત અને સંબુદ્ધ વિનાયી શિષ્ય ઉપર વાચાર્ય પ્રસન્ન રહે છે, પ્રસન્ન થઈને, તે તેમને આ ગંભીર વિપુલ તકનો લાભ કરાવે છે.
• વિવેચન - ૪૬
પૂજાને યોગ્ય તે પૂજ્ય - આચાર્યાદિ. વિપક્ષિત શિષ્ય પરત્વે સંતુષ્ટ રહે છે, સંબુદ્ધ - સખ્ય વસ્તુ તત્વના જ્ઞાતા, પૂર્વ- વચનાદિ કાળની પહેલાથી જ, વાચના કાળે નહીં. તત્કાળ વિનયની કુતપ્રતિક્રિયા પત્નથી તેવા પ્રકારની પ્રસન્નતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org