Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩૧
રૂપ વસ્તુ જ ન હોય, તો તે જાણતા હોવા છતાં વસ્તુમાં સંશય આદિમાંનું કંઈ પણ સંભવે છે. નામથી અર્થની પ્રતિપત્તિ થાય.
સ્થાપનાનય - સ્થાપના તે આકાર છે. આ આકાર એ અમુક આ અર્થનું પ્રમાણ છે, નામાદિ વિના આકારને કોઈ પણ ન જાણી શકે. નામ કદાચ બીજા અર્થમાં પણ વર્તે તે શક્ય છે. પણ તેના ઉલ્લેખ છતાં આકારમાં બીજો આભાસ ન થાય. નિયત નીલ આદિ અર્થ ગ્રહણ આકાર ગ્રહણથી જ ગ્રહણ થાય. - x x- આકાર જ મતિ શબ્દ વસ્તુ કિયા ફળને જણાવે છે.
- દ્રવ્યનય - જેમ નામ આદિ આકાર વિના સંવેદિત ન થાય. તેમ આકાર પણ દ્રવ્ય વિના જણાતો નથી, કેમ કે બધું દ્રવ્યાત્મક છે. દ્રવ્ય જ માટી આદિની સર્વ સ્થાસક, કોશ, કુશલ આદિ વસ્તુ છે. • x-x-x- X- કહે છે કે દ્રવ્ય પરિમાણ માત્ર છોડીને આકારદર્શનથી શું? ઉત્પાદ અને વ્યય રહિત દ્રવ્ય નિર્વિકાર જ છે. - x x-.
- ભાવાનાય - અહીં સમ્યક રીતે વિચારતા માત્ર ભાવ જે બાકી રહે છે. વપિર વિચારણા વિના, જે કારણે તેનું જ દર્શન છે. તેથી કહે છે - ભાવ એટલે પર્યાય. દ્રવ્ય તે રૂપ જ છે.-x-x-x-x- પ્રતિ સમય ઉદય અને વ્યય સ્વરૂપ સ્વયં થવાથી જ તેને ભાવ કહેવાય છે. • x x x x-.
હવે આનો પરમાર્થ કહે છે - આ ઘડો છે, તે નામ કહ્યું. પૃથુ અને બુબ્બાદિથી આકૃતિ છે. માટી રૂપ દ્રવ્ય, તેના હોવાથી ભાવ. એ પ્રમાણે ચારે ભેદ કહ્યા. તેમાં પણ નામ વિના આકાર કે આકાર વિના નામ નથી. તે બંને વિના અન્યોન્યની ઉત્તર સંસ્થિતિ નથી. જેમ મોરના ઇંડાના રસમાં જે નીલ આદિ વર્ણો રહેલા છે. તેમ બધાં જ અન્યોન્ય-ઉન્મિશ્ર નામાદિ ઘટમાં રહેલા છે. • x- “ઘડો' આદિના નામાદિ ભેદ રૂપથી જ “ઘડો' આદિ અર્થમાં બુદ્ધિ પરિણામ ઉપજે છે. તેથી બધી વસ્તુની નામ આદિ ચાર રૂપતા છે. - x-x- પ્રસંગથી આટલું કહ્યું. હવે નિર્યુક્તિકારને અનુસરે છે -
તેમાં નામ, સ્થાપના, આગમથી - નો આગમથી અને જ્ઞ શરીર ભવ્ય શરીર રૂપ દ્રવ્ય સંયોગ સુગમ છે. તવ્યતિરિક્ત દ્રવ્ય સંયોગને જણાવવા માટે કહે છે - દ્રવ્યથી કેદ્રવ્યનો સંગતયોગતે સંયોગ. સંયોગનું કૈવિધ્ય કહે છે. સંયુક્ત જ સંયુક્તક - અન્યથી સંશ્લિષ્ટ, તેનો સંયોગ- વસ્તુ અનંતર સંબંધને સંયુક્તક સંયોગ જાણવો. ઇતરેતર સંયોગ, આ જ દ્વિવિધ સંયોગ છે. વિસ્તરાર્થ જણાવવા ભેદ વડે કહે છે -
નિયુક્તિ-૩૧- વિવેચન :
સંયુક્તક સંયોગ- અનંતર નિયુક્તિમાં બતાવેલ છે. દ્રવ્યોનો સચિત્ત, અચિત્ત અને મિશ્રનો થાય છે. તેનું ઉદાહરણ કહે છે - વૃક્ષ, અણુ, સુવણદિ અર્થાત્ સચિત્ત દિવ્યાદિ તે વૃક્ષાદિ, સચિત્ત દ્રવ્યાદિ અણુ આદિ, મિશ્રદ્રવ્ય તે સુવર્ણાદિ લેવા. અહીં અણુ આદિ, સુવર્ણ આદિનું ઉદાહરણ બંને અચિત દ્રવ્યોની સચિત મિશ્ર દ્રવ્યની અપેક્ષાથી વધારાપણું જણાવવાને માટે છે, આ વધારાપણું જીવથી પુદ્ગલોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org