Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩૪
ઉત્તરાધ્યયન મૂલક-સટીક અનુવાદ/૧ નિષ્પનો એક ગુણ સ્નિગ્ધ સાથે કે બે ગુણ સ્નિગ્ધ સાથે સંબંધ ન થાય યાવત્ અનંતગુણ નિષ્પનો અનંતગુણ નિષ્પ સાથે સંબંધ ન થાય ----- કેમકે સમગુણ કે એક ગુણ અધિક સાથે સંબંધ થતો નથી. ---- કહ્યું છે કે સમનિગ્ધતાથી બંધ ન થાય, સમરૂક્ષતાથી પણ ન થાય. વિમાત્ર સ્નિગ્ધ રૂક્ષત્વથી સ્કંધોનો બંધ થાય છે. બે જધન્ય ગુણવાળા સ્નિગ્ધનો કે તે પ્રમાણે જ રૂક્ષ દ્રવ્યોનો એકાધિક ગુણમાં પણ બંધનો પરિણામ ન થાય. નિષ્પનો દ્વિગુણાધિક નિષ્પ સાથે. એ રીતે રૂક્ષનો પણ બંધ જાણવો.
નિગ્ધ અને રૂક્ષના પરસ્પર બંધની વિચારણામાં સમગુણનો કે વિષમગુણનો જધન્યને વર્જીને પરિણતિ થાય છે.
જે વિશેષણથી સંસ્થાનથી સ્કંધના ભેદથી ઉપાદાન છે; તેનો આવિષ્કાર કરતાં કહે છે - તે સ્કંધનો આકાર તે સંસ્થાન. તેમાં પરિમંડલાદિ અનંતરોક્ત પ્રકારે આ - રીતે રહે તે ઈચ્છ, ન રહે તે અનિઘંસ્થ. આના વડે નિયત પરિમંડલાદિમાંનો કોઈ આકાર સંસ્થાન છે. બાકીના અનિયત આકાર સ્કંધ છે. સ્કંધોનો પણ પરસ્પર બંધ થાય છે. તેમનો પણ ઇતરેતર સંયોગ અહીં કહેલ છે, કેમકે તેમના પ્રદેશોનો સભાવ છે.
હવે સંસ્થાનના ભેદો કહે છે - • નિર્યુક્તિ - ૩૮ + વિવેચન -
પરિમંડલ, વૃત્ત, વ્યગ્ર, ચતુરગ્ન, આયત. તેમાં બહાર વૃત્ત પણે અવસ્થિત પ્રદેશ જનિત અને અંદર પોલું તે પરિમંડલ. વૃત્ત - તે જ અંદરથી પોલાણ રહિત, જેમ કુંભારનો ચાકળો. વ્યગ્ર ત્રિલોક. જેમ શૃંગાટકનું. ચતુરમ્ર - ચતુષ્કોણ. જેમ કુંબિકાનું આયત - લાંબુ, જેમ દંડનું. આટલાં જ સંસ્થાન ભેદો છે. ધન એવું પ્રતર જે ધનપતર.---- તેથી એકૈક પરિમંડલાદિ પ્રતર ધન હોય છે, તેમ જાણવું. તેમાં પહેલું અથાત્ પરિમંડલ સંસ્થાન વર્જવું. ઓજઃ પ્રદેશ - વિષમ સંખ્યા પરમાણુક અને જન્મ - યુગ્મ પ્રદેશ. અહીં ધનuતર ભેદ જ વૃત્ત આદિથી ભેદાય છે, તેથી પ્રતરવૃત્ત ઓજપ્રદેશ અને યુગ્મ પ્રદેશ છે. એ પ્રમાણે ધનવૃત્ત પણ ઓજ પ્રદેશ અને યુગ્મ પ્રદેશ છે. આ પ્રમાણે પરિમંડલ સિવાયના બધામાં કહેવું પરિમંડલમાં સમ સંખ્યામાં જ તેનો સંભવ હોવાથી આવા પ્રકારના ભેદો અસંભવ છે.
આ પરિમંડલાદિ પ્રત્યેક જધન્ય અને ઉત્કૃષ્ટ છે. તેમાં ઉત્કૃષ્ટ તે સર્વ અનંતાણુ નિષ્પન્ન અસંખ્ય પ્રદેશાવગાઢ તે એકરૂપતાથી ન કહેલ હોવા છતાં સંપ્રદાયથી જાણવાને શક્ય છે, તેની ઉપેક્ષા કરીને જધન્ય તો પ્રત્યેક ભેદ અન્યાન્ય રૂપતાથી તે પ્રમાણે નથી, તેને ઉપદર્શનાર્થે કહે છે -
• નિયુક્તિ - ૩૯ થી ૪૧ + વિવેચન -
સંસ્થાનોમાં વૃત્તના પાંચ, બાર, સાત અને બબીશ ભેદો છે. શ્વસના ત્રણ, છ, પાત્રીશ, ચાર ભેદો છે. ચતુરમ્રના નવ ચાર, સત્તાવીશ અને આઠ ભેદો છે, આયતના Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org