Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
બીજો પણ અર્થાત્ માત્ર એક નહીં. આદેશ
પ્રકારના પ્રસ્તાવથી કહેવા યોગ્ય છે. કેવા પ્રકારે ? આત્મામાં, બાહ્યમાં અને તદુભયમાં. સંયોગ તે સંબંધન સંયોગ. નિશ્ચે કેવલી આદિ વડે કહેવાય છે. આના વડે ગુરુ પારતંત્ર્યને જણાવે છે. તે બીજો આદેશ હું સંક્ષેપથી કહીશ. તેમાં આત્મસંયોગ કહે છે -
• નિયુક્તિ • ૫૫ + વિવેચન -
·
४०
ઔદયિક, ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક, પારિણામિક અને સાંનિપાતિક એ છ ભેદે આત્મસંયોગ છે. ઔદયિક - ઔદયિક આદિ વિષયમાં, બધામાં, ‘સંયોગ' શબ્દો જોડવો. તેથી આત્મરૂપથી સંયોગ તે સંબંધન સંયોગ. આના એક એકથી સંયોગ સંભવતો નથી, પણ બે વડે, ત્રણ-ચાર કે પાંચ વડે સંભવે છે. તેમાં બેમાં ક્ષાયિક સમ્યકત્વ અને જ્ઞાનથી કે પારિણામિક અને જીવત્વથી થાય. ત્રણ વડેમાં ઔદયિક વડે દેવગતિ આદિથી, ક્ષાયોપશમિકથી મતિ આદિથી, પારિણામિક વડે જીવત્વથી થાય. ચાર વડેમાં ત્રણ ભેદ તો કહ્યા તે લેવા અને ચોથા વડે - ઔપશમિક કે ક્ષાયિક સમ્યકત્વથી થાય. પાંચ વડેમાં જ્યારે ક્ષાયિક સમ્યક્ દૃષ્ટિથી જ ઉપશમ શ્રેણી ચડે છે, ત્યારે ઔદયિક મનુષ્યત્વથી, ક્ષાયિક સમ્યકત્વથી, ક્ષાયોપશમિક મતિ આદિથી, ઔપશમિક ચાસ્ત્રિથી, પારિણામિક જીવત્વથી થાય છે. અહીં ત્રિભંગક એક અને ચતુષ્કભંગક બે આ ત્રણે પણ ચાર ગતિભાવી છે. એ રીતે ચારગતિથી ભેદ કરતાં બાર ભંગો થાય છે.
પાંચ ભંગો મનુષ્યના જ લેવા. કેમકે તેમને જ ઉપશમ શ્રેણીના આરંભકત્વથી તેનો સંભવ છે. અન્યથા ત્રણ સંયોગથી જ સંભવે છે. તે આ પ્રમાણે - ઔદયિકથી મનુષ્યત્વ વડે, જ્ઞાયિકથી જ્ઞાન વડે, પારિણામિકથી જીવત્વ વડે. આ કેવલીને હોય છે. પૂર્વોક્ત ભાવો ઉભયથી સિદ્ધોને જ હોય છે. આ પંચક, ત્રિક, દ્વિક સંયોગ ભંગોમાં પૂર્વના બાર ઉમેરતા પંદર ભેદો સંભવે છે. આ જ અવિરુદ્ધ સાન્નિપાતિક ભેદો ત્યાં ત્યાં કહેલા છે. --x
હવે બાહ્ય સંબંધ સંયોગ કહે છે -
• નિયુક્તિ - ૫૬ + વિવેચન -
નામમાં અને ક્ષેત્રમાં બાહ્ય સંજોગો જાણવા. કાળથી પણ બાહ્ય સંયોગ જાણવો, તદુભયથી મિશ્ર સંયોગ પણ થાય. -૦- નામમાં, વસ્તુને જણાવતા ધ્વનિ સ્વભાવથી, ચ કારથી દ્રવ્યથી, ક્ષેત્રમાં આકાશના દેશરૂપથી, પ્રકૃતત્વથી સંયોગ થાય, તેને બાહ્યવિષયત્વથી જાણવા. આ સંબંધન સંયોગ કાળથી પણ થાય છે. તે કાલ આવલિકાદિ વડે છે. તેનાથી જે સંયોગ, તે બાહ્ય સંબંધન સંયોગ જાણવો.
સમય,
અહીં રહસ્ય આ પ્રમાણે છે - જે પુરુષ આદિનો દેવદત્ત આદિ નામથી સંબંધ છે, તે “આ દેવદત્ત છે’' ઇત્યાદિ, દ્રવ્યથી દંડી આદિ ક્ષેત્રથી અરણ્યજ, નગરજ ઇત્યાદિ કાળથી દિનજ, રજનિજ ઇત્યાદિ. તે બધાં નામાદિ વડે બાહ્ય જ છે, તેથી બાહ્ય સંબંધન સંયોગ કહ્યા. ભાવથી સંયોગ આત્મસંયોગત્વથી કહેલ છે. ‘તથા કાળથી બાહ્ય' એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org