Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
चक्खुदयाणं मग्गदयाण, सरणदयाणं जीवदयाण, बोहिदयाणं धम्मदयाणं, धम्मदेसयाणं, धम्मनायगाणं, धम्मसारहीणं, धम्मवरचाउरंतचकवट्टीणं, दीवोताणं) લોકાલોક સ્વરૂપ સકળ પદાર્થોને પ્રકાશિત કરનારા સ્વભાવવાળા લોકપ્રદ્યોતકર પ્રભુને નમસ્કાર છે, અભયદાન-અભયપ્રદાન કરનારા પ્રભુને નમસ્કાર છે; જ્ઞાનરૂપ ચક્ષુને આપનારા પ્રભુને નમસ્કાર છે, મુક્તિમાર્ગ તરફ વાળનારા પ્રભુને નમસ્કાર છેવગેરે રૂપમાં “સંકtતુવામી” અહીંસુધીના પદોની ઔપપાતિક સૂત્રની પીયૂષવર્ષિણી ટીકામાં કરવામાં આવી છે, એથી જિજ્ઞાસુઓ ત્યાંથી આ પદોના અર્થોને જાણી લે. (वदामि ण भगवंतं तत्थगय इहगए, पासउ मे भगवं तत्थगए इहगयत्ति कटु वंदइ, नमसइ, वंदित्ता, नमंसित्ता सीहासणवरगए पुव्वाभिमुह सण्णिसण्णे) જબૂદ્વીપ નામના દ્વીપમાં આમલકલ્પા નગરીના આમ્રશાલવન ચેત્યમાં પૃથિવીશિલા પટ્ટક ઉપર વિરાજમાન થયેલા ભગવાનને અહીંથી હું નમસ્કાર કરું છું. ત્યાં વિરાજતાં ભગવાન અહીં રહેલા મને જુએ. આ પ્રમાણે સ્તુતિ કરીને તેણે ભગવાનને વંદના કરી, તેમને નમસ્કાર કર્યા, વંદના અને નમસ્કાર કરીને પછી તે પોતાના સિંહાસન ઉપર પૂર્વ દિશા ભણી મુખ કરીને બેસી ગયો.
ટીકાર્થ–સૂર્યદેવે જ્યારે પોતાના અવધિજ્ઞાન વડે જંબુદ્વીપનું ઉપગપૂર્વક નિરીક્ષણ કર્યું. ત્યારે તેણે જોયું કે જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં જે આમલકલ્પ નામની નગરી છે તેની બહાર આમ્રશાલવન આરામમાં અશોકવર પાદપ (વૃક્ષ)ની નીચે પૃથિવી શિલાપટ્ટક ઉપર ઉચિત અવગ્રહને-વનપાલકની–આજ્ઞાને મેળવીને સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા મહાવીર પ્રભુ વિરાજમાન છે. તેમના દર્શન કરીને તે ખૂબ જ દુષ્ટ તેમ જ પ્રમુદિત મનવાળે થયે, “બ્રતિમાનાર તે પ્રભુ પ્રત્યે જેના મનમાં પ્રીતિ છે એ તે થો. “મૌનનચિત્ત જેનું મન પરમશેભા. સંપન્ન છે તે સુમના છે, આ સુમના જ ભાવ પરમસીમનસ્ય છે, આ “સૌમનસ્ય” જેમાં છે તે પરમસીમસ્જિત” અતીવ પ્રસન્ન મનવાળે થયા “વવિ
” હર્ષાતિરેકથી તેનું હૃદય ઉછળવા લાગ્યું. પ્રફુલ્લિત કમળ જેવા તેનાં નેત્ર અને મુખ થઈ ગયાં. તેના શ્રેષ્ઠ, ઉત્તમ કટક, વલય, ત્રુટિત હસ્તાભરણ વિશેષ, કેયૂર-ભુજ ભૂષણ મુકુટ અને કુલ આ બધા આભરણે ચંચળ થઈ ગયા. ગળામાં પહેરેલા સુંદર હારથી તેનું વક્ષસ્થળ ખૂબજ શોભવા લાગ્યું. લાંબે કંઠે જે તેણે ગળામાં ધારણ કરેલ હતું તે પણ આમ તેમ આંદોલિત થવા માંડવો આ પ્રમાણે હર્ષાતિરેકથી અતીવ હર્ષિત થયેલ તે સૂર્યાભ દેવ બહુ જ ઉત્કંઠાની સાથે
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧
૧૮