Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગજ કે દૃષ્ટાંતસે પુરૂષ જાતકા નિરૂપણ
સૂત્રાર્થ–“ વાર નથી guત્તા '' ઈત્યાદિ–
ગજ (હાથી) ચાર પ્રકારના કહ્યા છે-(૧) યુક્તયુકત, (૨) મુક્તાયુક્ત, (૩) અયુકતયુક્ત અને (૪) અયુતાયુકત. એ જ પ્રમાણે પુરુષને પણ યુક્તયુક્ત આદિ ચાર પ્રકાર સમજવા,
ટીકાર્ય – અશ્વિની જેમ જ યુક્તપરિણત, યુક્તરૂપ અને યુક્ત શોભાસંપન્ન, આ પદેને જવાથી ગજ વિષયક બીજી ત્રણ ચતુર્ભગી પણ બને છે. એજ પ્રકારની બીજી ત્રણ ચતુભગી દાન્તિક પુરુષ વિષે પણ સમજવી. હયસૂત્ર (સૂ. ૧૩)ના જે જ આ સૂત્રને ભાવાર્થ સમજ. સૂ. ૧૪
“વત્તારિ ગુમાચરિયા પત્તા” ઈત્યાદિ–
યુગ્યાચર્યા (અશ્વાદિની ગમન કિયા) ચાર પ્રકારની કહી છે–(૧) પથિથાયી ને ઉ૫થયાયી, (૨) ઉ૫થયાયી ને પથિયાયી, (૩) પથિયાયી અને ઉત્પથથાયી (૪) ને પવિયાયી ને ઉત્પથયાથી એજ પ્રમાણે પુરુષોના પણ ચાર પ્રકાર કહ્યા છે.
ભાવાર્થ-યુગ્ય એટલે રથાદિને ખેંચનાર અશ્વાદિ તે અશ્વાદિની જે વહન કિયા અથવા ગમનક્રિયાને “આચર્યા કહે છે તેના ચાર પ્રકાર હવે સ્પષ્ટ કરવામાં આવે છે–(૧) કે અશ્વાદિ યુગ્ય હોય છે જે માર્ગે ચાલવાના સ્વભાવવાળું હોય છે-કુમાર્ગે ચાલતું નથી. (૨) કેઈ એક અધાદિ વાહન કુમાર્ગે જ ચાલવાના સ્વભાવવાળું હોય છે. માર્ગે તે ચાલતું જ નથી. (૩) કેઈ અશ્વાદિ વાહન માર્ગ પર થઈને ચાલવાના સ્વભાવવાળ પણ હોય છે અને કુમાર્ગે ચાલવાના સ્વભાવવાળું પણ હોય છે (૪) કેઈ એક અધાદિ (યુગ્ય) માર્ગે થઈને જવાના સ્વભાવવાળું પણું હોતું નથી અને કુમાર્ગે ચાલવાના સ્વભાવવાળું પણ હોતું નથી, જો કે આ સામાન્ય સૂત્રમાં સુષ્યની આચર્યા (અશ્વોદિની ગમનક્રિયા) ચાર પ્રકારની કહી છે, છતાં પણ આશ્રય અને આઠેયમાં અભેદેપચારની અપેક્ષાએ આચર્યાના આશ્રયભૂત યુગ્ય ( અભ્યા દિનાં ) જ અહીં ચાર પ્રકાર સમજવા જોઈએ. આ કથન દ્રવ્યયુગ્યને અતલક્ષીને કરવામાં આવ્યું છે, ભાવયુગ્યની અપેક્ષાએ આ ભાંગાઓનું કથન આ પ્રમાણે થવું જોઈએ. યુગ્ય શબ્દને ઔપચારિક ગણીને યુગ્ય જેવા જે હોય તેને પણ યુગ્ય કહી શકાય. સંયમભારનું વહન કરનાર સાધુને જ એવાં યુગ્યસમાન ગણી શકાય. એવાં સાધુની આચર્યાને યુગ્યાચર્યા કહી શકાય. અહીં આચર્યો દ્વારા યુગ્ય પદેપલક્ષિત સાધુમાં ચતુર્વિધતાનું આ પ્રમાણે
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૨૧.