Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જે પ્રકારના આસનમાં પગ પહોળા કરવાથી દંડના જેવી દીર્ઘતા થાય છે, તે આસનવાળાને દંડાયેતિક કહે છે. વક્ર કાણને લગંડ આસન કહે છે. આ વક્ર કાષ્ઠના જેવું જે આસન હેાય છે તેને લગંડ આસન કહે છે. આ લગંડાસને શયન કરનારને લગંડશાયી કહે છે. આ આસનમાં મસ્તક અને એડી આદિ ભાગે તે જમીનને સ્પર્શ કરે છે, પરંતુ પૃષ્ઠભાગ જમીનને અડકતો નથી, તે તે જમીનથી અદ્ધર જ રહે છે. આ પ્રકારના આસને શયન કરનારને લગડશાયી કહે છે. એટલે કે જેમ વક્ર કાષ્ટના બને છેડા તો જમીનને ટેકવીને રહેલા હોય છે, પણ વચ્ચે ભાગ જમીનથી અદ્ધર રહેલે હોય છે, આ પ્રકારે શયન કરનાર વ્યક્તિને લગંડશાયી કહે છે.
જે સાધુ શીત, ઉષ્ણતા આદિ સહન કરવા રૂપ આતાપના કરે છે તેને આતાપક કહે છે. જે સાધુને પ્રાવરણ હેતું નથી તેને અપ્રાવૃતક કહે છે. ખંજવાળ આવવા છતાં પણ જે શરીરને ખંજવાળતું નથી, તે સાધુને અકQયક કહે છે. સ્થાનાતિગથી લઈને અકૅડૂયક પર્યન્તના સમસ્ત સાધુઓ અભિગ્રેડધારી હોય છે, એમ સમજવું. જો કે સ્થાનાતિગ આદિ સાધુજનેને આતાપકમાં સમાવેશ કરી શકાય છે, છતાં પણ પ્રધાન અપ્રધાનના ભેદની વિવક્ષાની અપેક્ષાએ અહીં તેમનું અલગ ભેદ રૂપે કથન કર્યું છે. તેથી આમાં પુનરુક્તિ દેષની સંભાવના રહેતી નથી. સૂ ૯ છે
નિગ્રન્થોકો મહાનિર્જરાદિકી પ્રાપ્તિકે કારણકા નિરૂપણ
હવે સૂત્રકાર એ સ્થાને (કારણે )ને પ્રકટ કરે છે કે જે સ્થાને દ્વારા શમણ નિર્ચ મહાનિર્જરાવાળા અને મહાપર્યવસનવાળા (તે ભવમાં જ મોક્ષગામી થનારા ) થાય છે. ટીકા–“વહિં કહિં તમને વિશે માનિઝરે મહgsઝવતા” ઈત્યાદિ
નીચેના પાંચ કારણોને લીધે શ્રમણ નિગ્રંથ મહાનિર્જરાવાળા અને મહાપર્યવસનવાળો થાય છે. સમસ્ત કર્મોને સર્વથા ક્ષય થવે તેનું નામ જ મોક્ષ છે, તેમનો અંશતઃ ક્ષય થ તેનું નામ નિજેવા છે. આ રીતે નિર્જરા મેક્ષનું પૂર્વગામી અંગ છે. મેટા પ્રમાણમાં કર્મોને ક્ષય કરનારને મહાનિર્જરાવાળો કહે છે. આ પ્રકારને મહાનિ જ. રાવાળો જીવ જ મહાપર્યવ સનવાળો–એ જ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરનારે અપુનર્જન્મ હોઈ શકે છે. હવે તે પાંચ કારણે પ્રકટ કરવામાં આવે છે– (૧) અગ્લાન ભાવે (ખિન્નતા અથવા ખેદના પરિત્યાગપૂર્વક) આચાર્યનું વૈયાવૃત્ય કરવાથી તે મહાનિર્જરાવાળે અને મહાપર્યવસાનવાળે બની શકે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર ૦૩
૨૨૫