Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
- ત્રીજુ કારણ–“મન તમારે વર્ષ ૩ મતિ ” ઈત્યાદિ–ઉપસર્ગ આદિ સહન કરનાર તે સાધક એવો વિચાર કરે છે કે
મેં પૂર્વભવમાં એવા કર્મો કર્યા છે કે જેમનું વેતન મારે આ પ્રાપ્ત મનુષ્ય ભવમાં કરવા ગ્ય છે. મારા તે કર્મો આ ભવમાં આ સમયે ઉદયમાં આવી રહ્યાં છે. તેથી જ આ પુરુષ મને ગાળ આદિ દઈ રહ્યો છે અને મારી મજાક ઉડાવી રહ્યો છે.” આ પ્રમાણે વિચાર કરીને તે પરીષહ અને ઉપસને સહન કરી લે છે.
ચેથું કારણું–“મમ ૨ ૩ સથરું ગણમાના અક્ષમમારા તેિરિક્ષમારી અનધ્યારીરહ્ય” ઈત્યાદિ—ઉપસર્ગ આદિ સહન કરવાનો પ્રસંગ આવે ત્યારે તે સાધક સાધુ એવો વિચાર કરે છે કે “ જે હું આ વ્યક્તિ દ્વારા પ્રકટ કરાતો ક્રોધ આદિ સમતાપૂર્વક સહન નહીં કરું, ક્ષમા ધારણ નહી કરૂં, દીનતા પ્રકટ કરીશ અને મારા કર્તવ્યમાગે થી ચલાયમાન થઈશ, તે મારે એકાન્તતઃ પાપનું ઉપાર્જન કરવું પડશે. અહી “મ ” આ પદ આ પ્રકારને વિતર્ક પ્રકટ કરે છે. આ પ્રકારના તેના વિતર્કને લીધે પણ તે પરીષહ અને ઉપસર્ગોને અડગતાથી સહન કરે છે.
પાંચમું કારણ “મન ર સસ્થા માનલ ચાવત્ત વધ્યાસીન ઈયાદિ–તે સાધક સાધુ એવો વિચાર કરે છે કે- “જો આ પુરુષો આદિ દ્વારા ઉત્પન્ન કરાયેલા ઉપસર્ગ આદિને હું સમભાવપૂર્વક સહન કરીશ, મારાં કર્તવ્ય માર્ગમાં (સંયમ માર્ગમાં) દઢતાપૂર્વક આગળ વધીશ, તો એ વાત તે નિશ્ચિત જ છે કે મારા કર્મોની એકાન્તતઃ નિજા થશે. આ પ્રકારના વિચારથી પ્રેરિત થઈને પણ તે પરીષહ તથા ઉપસર્ગોને સહન કરે છે, દીનભાવને ત્યાગ કરીને સમભાવપૂર્વક તેમને સહન કરે છે અને સંયમ પથે દૃઢતાપૂર્વક આગળ વધે છે.
જે સ્થાને કારણે) ને લીધે તીર્થકરે અને ગણધરે ઉદીર્ણ પરી. કહે તથા ઉપસર્ગોને સારી રીતે સહન કરે છે, તે સ્થાનેનું હવે સૂત્રકાર
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
२४४