Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નાને) શા માટે હું સમતાભાવે સહન ન કરૂં ? તેને એવો વિચાર આવે છે કે આ વેદનાએ તે કર્મનિર્ભર કરીને આયુષ્ય કમનો ક્ષય કરનારી છે. “ સ' ! તે તે વેદનાને શા માટે સમતા ભાવપૂર્વક-મુખાદિ પર ઉદાસીનતાને ભાવ લાવ્યા વિના હું સહન ન કરું? “નો મે” ક્રોધાદિના ત્યાગપૂર્વક અભિવાદનપૂર્વક તેને કેમ સહન ન કરૂં ! “ો તિતિક્ષે અદીન ભાવે-મધ્યસ્થ ભાવે તેને શા માટે સહન ન કરૂં ! “નો અધ્યાયામિ ” તેને સહન કરવાને શા માટે દઢતાપૂર્વક તત્પર ન બનું! જે હું એવું નહીં કરું તે મારે જ્ઞાનાવરણીય આદિ કર્મરૂપી કારાગૃહમાં દુઃખ જ સહન કરવું પડશે-હું કર્મોનું આવરણ હઠાવવાને સમર્થ થઈ શકીશ નહી. જે હું તે વેદના આદિને સમતા ભાવે સહન કરી લઈશ તે મારા કર્મોની એકાન્ત રૂપે નિર્જરા થઈ જશે. આ પ્રકારની વિચાર ધારાથી પ્રેરાઈને તે ધર્મભ્રષ્ટ થતું નથી, પણ ધર્મને આરાધક બનીને પિતાને સંસાર ઘટાડે છે. સૂ, ર૭
ચાર પ્રકારકે પુરૂષજાત વિષયક ચૌદહ ચતુર્ભગી કા નિરૂપણ
ઉપર્યુક્ત દુઃખશય્યાઓવાળા ગુણરહિત અને ગુણસંપન્ન જીવ હેય છે તેમને માટે શું કરવું જોઈએ તે વાતને પ્રકટ કરવા માટે સૂત્રકાર કહે છે કે-“વારિ ગવાળિકના પત્તા ” ઈત્યાદિ (૨૮)
ચાર અવાચનીય કહ્યા છે—જેમકે (૧) અવિનીત, (૨) વિકૃતિ પ્રતિબદ્ધ (૩) અવ્યવશમિત પ્રાભત અને (૪) માયી. જે છ વાચનાને પાત્ર હોતા નથી તેમને અવાચનીય કહે છે. જેમાં વિનયરહિત હોય છે તેમને અવિનીત કહે છે. ઘી આદિ રૂપ વિકૃતિમાં જે પ્રતિબદ્ધ (આસક્ત) હોય છે તેમને વિકતિપ્રતિબદ્ધ કહે છે. જેને કોઈ અતિ તીવ્ર હોય છે જેને ક્રોધ કઈ પણ પ્રકારે ઉપશાન્ત થતો નથી તેને અનુપશાન્ત કોષ સમાપન્ન અથવા તીવ્ર કોધી કહે છે એ છળકપટવાળા હોય છે તેમને મારી કહે છે. અવિનીત આદિથી વિપરીત એટલે કે વિનીત આદિ છે વાચનાને ગ્ય ગણાય છે. સુ૨૮
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૫ ૩