Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જલગર્ભકા નિરૂપણ
દેવ અપૂકાય રૂપે પણ ઉત્પન્ન થઈ જાય છે, તેથી સૂત્રકારે બે સૂત્ર દ્વારા જલગર્ભોનું નિરૂપણ કરે છે. “વત્તરિ ડાયામ વત્તા ” ઇત્યાદિ–
ટીકાર્ય–ઉદક ગર્ભ ચાર પ્રકારના કહ્યા છે, તે પ્રકારો નીચે પ્રમાણે છે – (૧) અવશ્યાય, (૨) મિહિકાર, (૩) શીતા, (૪) ઉષ્ણ. જે પ્રકારે ગર્ભ જતુની ઉત્પત્તિનું કારણ હોય છે, એ જ પ્રમાણે જે ગર્ભ કાલાન્તરે જલવર્ષણનું નિમિત્ત બને છે તેનું નામ જલગર્ભ છે. જે રાત્રે પડેલાં જલકરણરૂપ હોય છે તેને અવશ્યાય રૂપ જલગર્ભ કહે છે. પૂમિકા રૂપ જે જલકરણ હોય છે તેને મિહિકા રૂપ (ધુમસ રૂ૫) જલગર્લ કહે છે. અત્યન્ત હિમકણ રૂપ જે જલકણે હોય છે તેમને શીત રૂપ જલગર્ભ કહે છે. અત્યંત ઉષ્ણ રૂપ જે જલક હોય છે તેમને ઉષ્ણગર્ભ કહે છે. આ અવસ્થાદિક ચાર જે દિવસે હોય છે તે દિવસે જે તેઓ વિચિછન્ન ન થાય તે તે દિવસથી શરૂ કરીને ૬ માસ સુધી જલવૃષ્ટિ કરે છે. “નરારિ ITદમાં” ઉદક ગર્ભના આ પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે–(૧) હૈમક, (૨) અબ્રસંસ્કૃત, (૩) શીતોષ્ણ અને (૪) પંચરૂપિક.
હૈમક જલગર્ભ તુષાર (ઝાકળ) પડવા રૂપ હોય છે. અશ્વસંસ્કૃત જલગભ મેઘના આડખર રૂપ હોય છે. શીતળુ જલગભ શીત અને ઉષ્ણ બને રૂપે હોય છે. જે પંચરૂપિક જલગર્ભ છે તે ગજના વિદ્યુત, જલ, વાત અને મેઘ આ પાંચ રૂપવાળો હોય છે,
“ માટે ૩ દેનr” આ છેક દ્વારા સૂત્રકારે હૈમક આદિ જલગર્લોન માસભેદની અપેક્ષાએ પ્રકટ કર્યા છે-હૈમક જલગર્ભનું અસ્તિત્વ માઘ (મહા) માસમાં હોય છે, ફાગણ માસમાં અશ્વસંતૃત જલગર્ભનું, ચિત્રમાં શીતેણ જલગર્ભનું અને વૈશાખમાં પંચરૂપિક જલગર્ભનું અસ્તિત્વ હોય છે. આ વિષયમાં અન્ય માન્યતા આ પ્રમાણે છે. “તમારી " ઈત્યાદિ–સૂ.૪૦
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧૯૩