Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 227
________________ ભેગાં થતાં હેય તે સ્થાનને ચતુષ્ક (એક) કહે છે, અનેક માર્ગોના સંગમ સ્થાનેને ચત્વર કહે છે. રાજમાર્ગને મહાપથ કહે છે. સામાન્ય માર્ગને પથ કહે છે. નગરમાંથી પાણી બહાર કાઢવાની ગટરને નિર્દુમન કહે છે. આ પ્રકારનાં સ્થાનમાં તથા સ્મશાનમાં, શૂન્યાગારોમાં (નિર્જન સ્થળોમાં), ગિરિકનારાઓમાં આવેલાં શાતિગૃહમાં ( ત્યાં રાજાઓના અનિષ્ટને શાન્ત કરવાને માટે શાન્તિકર્મ રૂપ હોમ હવન આદિ ક્યાં કરવામાં આવે છે એવા સ્થાને માં), પર્વતને કોતરીને બનાવેલાં શૈલગૃહમાં, ઉપસ્થાનગૃહમાં, આસ્થાનમંડપમાં અથવા શેપસ્થાન ગૃહમાં–શૈલનિર્મિત આસ્થાન મંડપમાં અને ભવનગૃહમાં (કુટુંબીઓ જ્યાં નિવાસ કરે છે એવા ભવનમાં ) દાટેલા પ્રહણસ્વામિક આદિ પૂર્વોક્ત વિશેષણવાળા, પુરાણ મહાતિમહાલય નિધાનેને જોઈને અવધિદર્શનની ઉત્પત્તિના પ્રથમ સમયમાં અવધિદર્શનવાળે જીવ સંક્ષુબ્ધ અવધિજ્ઞાનવાળો થઈ જાય છે-તે પ્રકારના ભંડારે તેણે પહેલાં કદી પણ જોયાં નથી, તેથી વિસ્મયને લીધે અથવા તે પ્રાપ્ત કરવાના લેભને લીધે તે સંક્ષુબ્ધ અવધિદર્શનવાળે થઈ જાય છે. આ પ્રકારના ઉપર્યુક્ત પાંચ કારણોને લીધે ઉત્પત્તિને યોગ્ય એવું અવધિદર્શન પણ ઉત્પત્તિના પ્રથમ સમયમાં મુભિત ( ચલાયમાન) થઈ જાય છે અથવા ચલાયમાન થઈ શકે છે. આ કથનને ભાવાર્થ એ છે કે અવધિજ્ઞાનીને અવધિદર્શન થાય છે ખરું, પણ ઉપર્યુક્ત પાંચ કારણોને લીધે ઉત્પન્ન થયા બાદ પ્રથમ સમયમાં જ તેનું અવધિદર્શન કુક્ષિત પણ થઈ શકે છે, અને એ જ રીતે અવધિજ્ઞાન પણ સુજિત થઈ શકે છે. સૂત્ર ૬ છે કેવલજ્ઞાન દર્શનમ્ ક્ષીમ ન હોનેકા નિરૂપણ હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે કેવળજ્ઞાન અને કેવળદર્શન મુભિત (ચલાયમાન) થતાં નથી. ટીકા–“હિં હં દેવજીવનનાળાંને ” ઈત્યાદિ– કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થવાને યોગ્ય હોય ત્યારે ઉત્પન્ન થાય છે. પણ અવધિદર્શનની જેમ પૂર્વોક્ત પાંચ કારણોને લીધે ઉ૫ત્તિના પ્રથમ સમયમાં તે ક્ષભિત થતાં નથી અને કેવલી પણ સુજિત થતા નથી, કારણ કે તેમના દ્વારા વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણું લેવામાં આવે છે અને મોહનીય કમને સર્વથા ક્ષય થઈ જવાથી તેમનામાં ભય, વિસ્મય, લેભ આદિને સર્વથા અભાવ રહે છે, તેથી તેઓ અત્યંત ગંભીર હોય છે. આ સૂત્રમાં જે પાંચ કારણેનો ઉલ્લેખ કર્યો છે, તેનું છઠ્ઠા સૂત્રમાં સ્પષ્ટીકરણ થઇ ગયું છે.. છા શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૨૧ ૩

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266