Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માંમેરો” ઈત્યાદિ-તેને અર્થ સ્પષ્ટ છે. આ તપના મુખ્ય બે ભેદ છેબાહ્ય તપ અને આલ્યન્તર તપ બાહા તપના નીચે પ્રમાણે છ ભેદ કહ્યા છે “અળસળભૂળ રિચા” ઈત્યાદિ–
(૧) અનશન, (૨) ઊણેદરી, (૩) વૃત્તિક્ષેપ, (૪) રસત્યાગ (૫) કાયકલેશ અને (૬) સંલીનતા.
આભ્યન્તર તપના નીચે પ્રમાણે છ ભેદ કહ્યા છે – (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવૃત્ય, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) ઉત્સર્ગ.
સાંગિક સાધુઓને માટે આહાર પાણી લાવી દેવાં અને સાંગિક ન હોય એવા સાધુઓને શ્રાદ્ધ (શ્રાવક) આદિકનાં ઘર બતાવવા તેનું નામ ત્યાગ છે. કહ્યું પણ છે કે “તોરાયશ્ચિત્તવાળો” ઈત્યાદિ. આ કલેકને ભાવાર્થ એ છે કે જેણે પ્રત્યાખ્યાન કરી લીધાં છે એ સાધુ આચાર્ય, પ્લાન અને વૃદ્ધ સાધુઓને માટે ભિક્ષા વહોરી લાવીને તેમને આપી દે. તથા પિતાના સાંગિક સાધુઓને, અન્ય સાંગિક સાધુઓ માટે આહાર પાણી પ્રાપ્ત કરવા યોગ્ય શ્રાવકના ઘરે બતાવે અને જે પોતે અશકત હોય. તે સાનિકને પિતાની સમાધિ અનુક્ષાર શ્રાવકનાં ઘરે બતાવે. તેને તથા બ્રહ્મચર્યમાં–મૈથુન વિરમણ રૂ૫ વ્રતમાં જે વાસ (અવસ્થાન) છે તેને બ્રહ્મચર્યવાસ કહે છે. એટલે કે બ્રહ્મચર્યના પાલનપૂર્વક રહેવું તેનું નામ બ્રહ્મચર્ય વાસ છે. આ પ્રકારના ક્ષાતિથી લઈને બ્રહ્મચર્ય પર્યન્તના દસ પ્રકારના શ્રમણ ધર્મ કહ્યા છે.
હવે સૂત્રકાર સાધુના ધર્મરૂપ જે વૃત્તિક્ષેપ નામનું બાહાતપ છે, તેના ભેદનું કથન કરે છે-“aણતર” ઈત્યાદિ--શ્રમણ ભગવાન મહાવીર દ્વારા નીચેના પાંચ સ્થાન વણિત, કીર્તિત આદિ રૂપ ગણાવ્યા છે–(૧) ઉતિક્ષપ્ત ચરક, (૨) નિક્ષિપ્ત ચરક, (૩) અન્ત ચરક, (૪) પ્રાન્ત ચરક અને (૫) રૂક્ષ ચરક
ગૃહસ્થ પાક ભેજનમાંથી (જેમાં કઈ ભેજન બનાવ્યું હોય તે પત્રમાંથી) બીજા ભોજનમાં જે ભજન મૂકી રાખ્યું હોય એવાં ભેજનની ગવેષણાને માટે વિચરણ કરતા સાધુને ઉક્ષિપ્ત ચરક કહે છે. આ પ્રકારનું ભજન ગ્રહણ કરવાને તેણે અભિગ્રહ કર્યો હોય છે.
પાક ભાજનમાંથી લઈને અન્ય પાત્રમાં સ્થાપિત કરી નાખવામાં આવેલા ભેજનને નિશ્ચિત કહે છે. એવા ભેજનને ગ્રહણ કરવાના અભિગ્રહપૂર્વક જે સાધુ વિચરણ કરે છે, આહારની ગવેષણ કરે છે, તેને નિક્ષિપ્ત ચરક કહે છે. જે સાધુ અભિગ્રહ વિશેષને લીધે કેદરા આદિ નિસાર ધાન્યરૂપ અ હા. રની ગવેષણ કરવાને માટે વિચરણ કરે છે, તે સાધુને અન્તચરક કહે છે. જે ભિક્ષુ અભિગ્રહપૂર્વક પર્કષિત ઠંડા (વાસી) છાશમિશ્રિત, વાલ, ચણા આદિ અન્નરૂપ ભજનની ગવેષણ કરવાને માટે વિચરણ કરે છે, તેને પ્રાન્ત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૨ ૨૦