Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચરક કહે છે. જે સાધુ અભિગ્રહપૂર્વક નિરનેહ-ધી, તેલ આદિ નિગ્ધતાથી રહિત-આહારની ગષણને માટે વિચરણ કરે છે તેને રૂક્ષચરક કહે છે. તે માત્ર રૂક્ષ (લખા) આહારને જ ગ્રહણ કરે છે.
તથા અજ્ઞાત ચરક આદિ જે પાંચ સ્થાન છે તેનું સૂત્રકાર હવે સ્પષ્ટીકરણ કરે છે–જે સાધુ પિતાના સૌજન્ય આદિ ભાવેને દેખાડયા વિના જ અભિગ્રહ ધારણ કરીને શિક્ષાને માટે ભ્રમણ કરે છે તેને અજ્ઞાતચરક કહે છે, અથવા અજ્ઞાત ઘરમાંથી જે ભિક્ષા પ્રાપ્ત કરવાને અભિગ્રહ ધારણ કરીને ભિક્ષાને માટે ભ્રમણ કરે છે તેને અજ્ઞાતચરક કહે છે.
અન્ન વિના જે સાધુ પ્લાનમુખ થઈ જાય છે, જેનું મુખ જાણે કે કરમાઈ જાય છે, એવા ભિક્ષુને અન્નગ્લાયક કહે છે. એ તે અન્નગ્લાયક ભિક્ષ અભિગ્રહ વિશેષને અધીન રહીને તે પ્રકારની સ્થિતિ થવા છતાં પણ ભ્રમણ કર્યા કરે છે, એવા ભિક્ષુને અન્નગ્લાયકચર કહે છે. તે અન્નગ્લાયક ચાર રાત્રિપર્યાષિત (વાસી) અન્નને ભેગી હોય છે. એટલે કે ખાટી છાશ આદિ વડે મિશ્રિત વાલ, ચણું આદિવાસી અન્નની ગવેષણ કરે છે. જે સાધુ અભિગ્રહ વિશેષ ધારણ કરીને મૌનપૂર્વક ભિક્ષાને માટે ભ્રમણ કરે છે, તેને મૌનચર કહે છે. જેણે સંસ્કૃષ્ટ અન્નાદિ ભરેલા હસ્તભાજન આદિ વડ દેવામાં આવેલ આહાર આદિને ગ્રહણ કરવાનો કપ (નિયમ) કરેલો છે, એવા પ્રકારના અભિગ્રહધારી સાધુને સંસષ્ટ કલ્પિક કહે છે. અર્પણ કરવા એગ્ય દ્રવ્યથી જ સંસષ એવા હેત ભાજનાદિ વડે આપવામાં આવતા આહારદિને જ ગ્રહણ કરવાને જેણે અભિગ્રહ ધારણ કરે છે એવા સાધુને “તજજાત સંસૃષ્ટ કલ્પિક કહે છે. તથા ઔપનિધિક આદિ પાંચ સ્થાન આ પ્રમાણે છે –
(૧) ઔપનિધિ, (૨) શુદ્ધષનિક, (૩) સંખ્યાદત્તિક, (૪) દછલા ભક અને (૫) પુછલામિક. દાતાએ ભજન કરતી વખતે જે અન્નાદિને પિતાની પાસે રાખેલ હોય તે અન્નાદિને જ ગ્રહણ કરવાના નિયમવાળે જે સાધુ હોય છે તેને અથવા તેણે જે પ્રકારને અભિગ્રહ કર્યો હોય તે પ્રકારે આહાર
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૨ ૨૧