Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કલ્પક સ્વરૂપના નિરૂપણ
ચૌદ પૂર્વ ધારિએ કપમાં ઉત્પન્ન થાય છે. તેથી હવે સૂત્રકાર કોની પ્રરૂપણ કરે છે. “ટ્રિા વારિ #” ઈત્યાદિટીકાથ–સૌધર્મ, ઈશાન, સનકુમાર અને મહેન્દ્ર, આ નીચેના ચાર કપ અર્ધ ચન્દ્રાકારના છે, કારણ કે તેમની સીમાને સદ્ભાવ પૂર્વથી પશ્ચિમ સુધી મધ્યભાગમાં છે. આ રીતે તેમને આકાર અર્ધચન્દ્રમાના આકાર જે છે.
“મશિલ્સ વત્તારિ” ઈત્યાદિ–મધ્યના ચાર કલ્પિ પૂર્ણ ચન્દ્રમાના જેવા આકારવાળાં છે. તે ચાર કોનાં નામ આ પ્રમાણે છે. બ્રહ્મલોક, લાન્તક, મહાશુક, અને સહસ્ત્રાર.
“રિણા રત્તારિ” ઈત્યાદિ–સૌથી ઉપરના ચાર કપે અર્ધ ચન્દ્રમાના જેવા આકારવાળાં છે. તેમના નામ આ પ્રમાણે છે–આનત, પ્રાકૃત, આરણ અને અમૃત. છે સૂ. ૪૭ છે
સમુદ્રરૂપ ક્ષેત્રના નિરૂપણ
પૂર્વોક્ત કલ્પ દેવલેક રૂપ હોય છે અને દેવલેક ક્ષેત્રભૂત હોય છે, તેથી હવે સૂત્રકાર ક્ષેત્રના સંબંધને લીધે સમુદ્રરૂપ ક્ષેત્રનું નિરૂપણ કરે છે.
ટીકાર્થ–“ જરારિ સમુદા જુomત્તા” ઈત્યાદિ–
ચાર સમુદ્ર જુદા જુદા રસવાળા કહ્યા છે, તે ચાર સમુદ્રોનાં નામ નીચે પ્રમાણે છે–(૧) લવણેદ, (૨) વારુણોદ, (૩) ક્ષીરોદ અને (૪) વૃદ. લવણું સમુદ્રના જળને સ્વાદ લવણ-મીઠાના સ્વાદ જે હેાય છે. વારુણેદના જળને સ્વાદ મદિરાના સ્વાદ જેવું હોય છે. એટલે કે તે મદિરા સમાન જળવાળે સમુદ્ર છે. ક્ષીરાદનું જળ ક્ષીરના (દૂધના) જેવું હોય છે, અને ધૂદ સમુદ્રનું જળ ઘીના જેવા રસવાળું હોય છે એટલે કે ઘીના જેવા પાણીથી તે સમુદ્ર ભરપૂર છે. કાલેદ, પુષ્કરોદ અને સ્વયંભૂરણણ, આ ત્રણ સમદ્રો જે પાણીને રસ હોય છે એવા રસયુક્ત પાણીવાળા છે. બાકીના બંધા સમુદ્રો ઈલ્સ (શેરડી) ના જેવા રસથી યુક્ત પાણીવાળા છે. કહ્યું પણ છે કે “વાહના વીવો” ઈત્યાદિ. | સૂ. ૪૮ ૫
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧૯૮