Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માનુષી કે ગર્ભકા નિરૂપણ
ગર્ભની પ્રરૂપણા ચાલી રહી છે, તેથી હવે સૂત્રકાર માનુષી ગર્ભાની પ્રરૂપણા કરે છે. “ વત્તરિ માનુન્ની રમા ” ઇત્યાદિ—
ટીકા –માનુષી ગર્ભના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે—(૧) શ્રીવાળા ગભ, (૨) પુરુષવાળા ગર્ભ, (૩) નપુસકવાળા ગભ અને (૪) બિમ્બવાળા ગ. જે ગમાંથી કન્યાની ઉત્પત્તિ થાય છે, તે ગર્ભને વાળા ગભ કહે છે. જે ગર્ભમાંથી પુત્રની ઉત્પત્તિ થાય છે, તે ગર્ભને પુરુષવાળા ગભ કહે છે. જે ગર્ભ માંથી નપુ'સકની ઉત્પત્તિ થાય છે તે ગર્ભને નપુંસકવાળા ગલ કહે છે. જ્યારે આ પરિણામ ગર્ભના જેવા આકાર માત્ર જ ધારણ કરે છે, ત્યારે તે ગભને બિમ્બવાળા ગભ કહે છે. ખરી રીતે તે તે ગર્ભ જ ડાતા નથી, પણ રુધિર જ આ પ્રકારના પિંડરૂપે એકઠું' થઈ જાય છે, કહ્યું પણ છે કે “ ગવસ્થિત' હોતિમ નાચા ’ ઈત્યાદ્રિ—
આ કથનને ભાવાય નીચે પ્રમાણે છે—સ્ત્રીના પેટમાં વાયુના કારણે શાણિત જ્યારે ગર્ભના આકારમાં—પિંડના આકારમાં આવી જાય છે, ત્યારે તેના ગર્ભના જેવા આકાર હાવાથી બુધ લેકે તેને ગભ માની લે છે. જ્યારે તે રક્ત ગરમ, કડવા આદિ પદાર્થોના સેવનને લીધે બહાર નીકળે છે ત્યારે મૂઢ જના એવુ કહે છે કે કૈાઈ ભૂત પ્રેતાદિએ ગનું હરણ કર્યુ છે. ગર્ભમાં કારણના ભેદને લીધે જે વિલક્ષણતા હાય છે તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે-“ અલ્પ સુ, વહું બોરું ''
જ્યારે પુરુષષનું વીય અલ્પ હાય છે અને સ્ત્રીનુ’ રજ વીય કરતાં અધિક પ્રમાણમાં હાય છે, ત્યારે ગર્ભાશયમાં કન્યા ઉત્પન્ન થાય છે. જ્યારે આના કરતાં વિપરીત વાત ખને છે-એટલે કે જ્યારે પુરુષનુ વીર્ય સ્ત્રીના ૨૪ કરતાં અધિક પ્રમાણમાં હોય છે, ત્યારે ગર્ભાશયમાં પુત્ર ઉત્પન્ન થાય છે. જ્યારે શુક્ર અને રજ અને સપ્રમાણ હાય છે, ત્યારે ગર્ભાશયમાં નપુંસક પેદા થાય છે. જ્યારે સ્ત્રીનું એજ વાયુના પ્રકાપને કારણે સ્થિર થઈ જાય છે, ત્યારે ગર્ભાશયમાં માંપિડ રૂપ બિમ્બ ઉત્પન્ન થઈ જાય છે. આ વિષયને અનુલક્ષીને અન્યજના એવું કહે છે કે—
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૯૪