Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉત્તર–કેવળ ઔત્પત્તિકી બુદ્ધિની જ ઉત્પત્તિમાં ક્ષયે પશમ કારણભૂત બને છે, એવી કોઈ વાત નથી. પરંતુ તે તો સમસ્ત બુદ્ધિઓની ઉત્પત્તિમાં મુખ્ય કારણરૂપ બને છે. પરંતુ અહીં જે તેનું વર્ણન કરવામાં આવ્યું નથી તેનું કારણ એ છે કે તેમાં ઉત્પત્તિ માત્ર રૂપ પ્રોજનની જ વિવક્ષા થઈ છે. તે ઓપત્તિકી બુદ્ધિ ક્ષાપશમિકી બુદ્ધિના જ એક ભેદરૂપ છે. ઔત્પત્તિકી બુદ્ધિ જેટલા પ્રમાણમાં ક્ષયે પશમની અપેક્ષા રાખે છે એટલા જ પ્રમાણમાં અન્ય શાસ્ત્રની કે અભ્યાસ આદિ રૂપ કર્મની અપેક્ષા રાખતી નથી. અથવા આ અત્પત્તિકી બુદ્ધિ બને લોકમાં (આલોક અને પરલેકમાં) અવિરૂદ્ધ અને એકાન્તિક ફલ આપનારી હોય છે. આ બુદ્ધિ અદષ્ટ, અદ્ભુત અને અચિતિત વિષયોને પણ યથાર્થ રૂપે જાણી લે છે. કહ્યું છે કે –
જુવમહિમસુચા” ઈત્યાદિ–પૂર્વે કદી નહીં દેખેલા, કાનથી નહીં સાંભળેલા અને મનથી કદી નહીં વિચારેલા પદાર્થને પણ આ બુદ્ધિ વિશુદ્ધ રૂપે ગ્રહણ કરી લે છે અને અવ્યાહત (સફલ) ફલવાળી હોય છે. નટપુત્ર
હકમાં આ પ્રકારની બુદ્ધિને સદૂભાવ હતો. તે રોહકની ઔત્પત્તિકી બુદ્ધિના કેટલાક દષ્ટા નન્દી સૂત્રમાં આપવામાં આવ્યાં છે.
ગુરુની શુશ્રુષા કરવી તેનું નામ વિનય છે. તે વિનયને લીધે જે બુદ્ધિ ઉત્પન્ન થાય છે તે બુદ્ધિને વૈનાયિકી બુદ્ધિ કહે છે. તે બુદ્ધિ વિનયરૂપ કારણથી ઉત્પન્ન થતી હોય છે. અથવા વિનય જ વનયિક છે. વિનયને “ ” પ્રત્યય લગાડવાથી “વૈનાયિક” શબ્દ બને છે. તે વિનય જ જેમાં મુખ્ય રૂપે હોય છે તેને વૈનાયિકી બુદ્ધિ કહે છે. એટલે કે વનયિક પ્રધાન બુદ્ધિ જ વનયિકી છે. અથવા કાર્યમાત્રને સાધવામાં સમર્થ એવી અને ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને કામ શાસ્ત્રનાં સૂત્રેના અર્થ રૂપ સારને ગ્રહણ કરનારી અને બનને લેકમાં ફલદાયી એવી જે બુદ્ધિ હોય છે તેને નચિકી બુદ્ધિ કહે છે. કહ્યું પણ છે કે–
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧ ૭ ૩