Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નિર્વતન પ્રત્યે કારણુતાને ઉપચાર કરીને તે કોધાદિકેને કારણ રૂપે ગ્રહણ કરવામાં આવેલ છે.
ધર્મકાર કા નિરૂપણ
શંકા–પહેલાં જે શરીરાત્પત્તિનું કથન કર્યું છે, તે કથન દ્વારા જ ક્રોધ નિવર્તિત આદિ શરીરનું કથન તે થઈ ગયું છે, છતાં અહીં તેનું સ્વતંત્ર રૂપે કથન કરવાની શી આવશ્યકતા છે ?
ઉત્તર–પહેલાં જે ઉત્પત્તિનું કથન કર્યું છે, તથા ઉત્પત્તિ શરીર વડે માત્ર આરંભ જ ગૃહીત થયો છે, અને અહીં નિર્વતિત શબ્દ વડે નિષ્પત્તિ ગૃહીત થઈ છે. તેથી બનેનું અલગ અલગ રૂપે કથન કરવામાં આવ્યું છે. સૂ. ૩૫
ક્રોધાદિકેને જ શરીરત્પત્તિના કારણભૂત બતાવીને હવે સૂત્રકાર એ પ્રકટ કરવા માગે છે કે ક્રોધાદિકેને નિગ્રહ જ ધર્મને હેતુ રૂપ છે. તેથી હવે સૂત્રકારધર્મકારોનું નિરૂપણ કરે છે. “વારિ ધHવારા ઘomત્તા” ઈત્યાદિ ટીકાર્થધર્મના ચાર દ્વાર કહ્યાં છે-(૧) ક્ષાન્તિ, (૨) મુક્તિ, (૩) આર્જવા અને માર્દવ. શ્રુતચારિત્રરૂપ ધર્મ છે, એ વાત તે આગળ પ્રકટ થઈ ચુકી છે. તે ધર્મનાં દ્વાર સમાન ક્ષાન્તિ આદિને બતાવ્યાં છે.
આક્રોશ આદિ સાંભળવા પડે ત્યારે ક્રોધ ન કરવો પણ શાન રહેવું તેનું નામ ક્ષત્તિ છે. બાહ્ય અને આભ્યન્તર વસ્તુઓની તૃષ્ણને ત્યાગ કર, તૃષ્ણાને વિચ્છેદ કરે તેનું નામ મુક્તિ છે. માયાપૂર્ણ વ્યવહારને કપટયુક્ત વ્યવહારને ત્યાગ કરે એટલે કે આમા જુતા ( સરળતા) ના ગુણથી યુક્ત થવે તેનું નામ આર્જવ છે, માનને પરિત્યાગ કરીને મુદતા ધારણ કરવી તેનું નામ માર્દવ છે. છે સૂ. ૩૬ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧૮૫