Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કિયાવાન્ જીવકા વિદ્યમાન ગુણોંકા નાશ ઔર અવિદ્યમાન્
ગુણકા પ્રકટ હોને કા કથન
પૂર્વોક્ત ક્રિયાશાલી જી વિદ્યમાન ગુણેને નાશ કરી નાખે છે અને અન્ય જીવોમાં જે ગુણે વિદ્યમાન ન હોય તેનું તેમનામાં આપણુ કરે છે. એ જ વાત સૂત્રકાર હવે પ્રકટ કરે છે.
“કëિ armહિં તે મુળે નાણેના” ઈત્યાદિ–
ટીકાઈ–નીચેના ચાર ગુણેને લીધે જીવ વિદ્યમાન ગુણોને નાશ કરે છે– (૧) ક્રોધને કારણે, પ્રતિનિવેશને કારણે, (૩) અકૃતજ્ઞતાને કારણે, (૪) મિથ્યાત્વ અભિનિવેશને કારણે
ક્રોધ કષાયરૂપ છે, ક્ષમાથી વિપરીત એવી આત્માની જે વિકૃતિરૂપ પરિણતિ છે તેને ક્રોધ કહે છે. પ્રતિનિવેશ એટલે અહંકાર. કેઈને માન મળતું જોઈને મનમાં આ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થવી કે “આ માણસ વિના કારણ માનનીય બની રહ્યો છે, ” તેનું નામ અહંકાર છે. આ અહંકારને લીધે અન્યને સત્કાર આદિ સહન થતું નથી. અન્ય દ્વારા કરવામાં આવેલા ઉપકારોને ભૂલી જવા, તેનું નામ અકૃતજ્ઞતા છે. મિથ્યાદર્શનના ઉદયથી જે આભિનિવેશ-દુરાગ્રહ ઉત્પન્ન થાય છે તેને મિથ્યાત્વાભિનિવેશ કહે છે. આ મિથ્યાત્વાભિનિવેશ બોધથી ઉલ્ટ હોય છે. કહ્યું પણ છે કે –
રોળ કિરિબ” ઈત્યાદિ “જીવ કોધથી, અહંકારથી, અકૃતજ્ઞતાથી અને મિથ્યાવભાવથી વિદ્યમાન ગુણોને નષ્ટ કરીને અન્યના અવિદ્યમાન
ને પ્રકટ કરે છે. જીવ ચાર કારણથી અન્યના અવિદ્યમાન ગુણોને પ્રકટ કરે છે અથવા તેમને વધારી વધારીને કહ્યા કરે છે.
- તે ચા૨ કારણો નીચે પ્રમાણે કહ્યાં છે–(૧) અભ્યાસ પ્રત્યય, (૨) પરચ્છન્દાનુવૃત્તિક, (૩) કાર્યક્ષેતુ અને (૪) કૃતપ્રતિકૃતિતા.
જે ગુણવર્ણનમાં ગુણવર્ણન કરવાને સ્વભાવ કારણભૂત હોય છે, તે ગુણપ્રકાશનને અભ્યાસ પ્રત્યય (અભ્યાસ રૂપ કારણથી યુક્ત) ગુણપ્રકાશન કહે છે, કારણ કે ટેવને કારણે પ્રયજન વિના પણ લેકમાં આવી પ્રવૃત્તિ થતી
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧૮૩