Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“બવા રાત્રિા મ” ઈત્યાદિ--અથવા મતિના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે–(૧) અરજોદક સમાન, (૨) વિદરેક સમાન (૩) સરઉદક સમાન અને (૪) સાગરોદક સમાન.
“ અરેંજર' એટલે ઘડે–તેને અલિજર પણ કહે છે. તેના પાણીના જેવી જે બુદ્ધિ હોય છે, તેને અરેંજરેદક સમાન બુદ્ધિ કહે છે. ઘડાના પાણીમાં જેવી અલ્પતા અને અસ્થિરતા હોય છે એવી અ૯પતા અને અસ્થિરતાવાળી બુદ્ધિને અરજદક સમાન કહે છે. આ પ્રકારની બુદ્ધિ બહુ અર્થને ગ્રહણ કરતી નથી, તેનું ઉપેક્ષણ અને તેની ધારણા પણ કરતી નથી. જેમ ઘડાનું પાણી વલપ પ્રમાણવાળું હોય છે અને જલદી વપરાઈ જાય એવું હોય છે. એ જ પ્રમાણે એવી મતિ પણ સ્વલ્પ અર્થને જ ગ્રહણ કરે છે, એટલા જ અને તે વિચાર કરે છે અને એટલા જ અર્થની તે ધારણ કરે છે, અને શીવ્રતાથી નષ્ટ થઈ જાય છે. આ પ્રકારનું અરજોદક સમાન બુદ્ધિનું અહીં સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે.
હવે વિદરેક સમાન બુદ્ધિનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે વિદર એટલે નદીના પટમાં ગાળેલ વિરડે (ખાડો) અથવા ફ. જેમ નદીમાં અથવા નદીના કિનારે ગાળે ખાડે નદીની સાથે ઘસડાઈ આવતી રેતીને લીધે પૂરાઈ પૂરાઈને નાને બનતું જાય છે પણ તેમાં પાણીની આય તે ચાલુ જ રહે છે, અને તે શીધ્ર નષ્ટ થઈ જતું નથી, એ જ પ્રમાણે જે મતિ સ્વલ્પ હોવા છતાં પણ અન્ય અન્ય અર્થના (વિષયના) તક માત્રથી પુષ્ટ થતી જાય છે, પણ જલદી નાશ પામતી નથી. એવી મતિને વિદરોદક સમાન કહી છે. આ વિદરેક સમાન બુદ્ધિ પણ જે કે અલ્પ માત્રાવાળી હોય છે, પરંતુ અન્ય અન્ય અર્થ વિષયક ઉહાપોહ (તર્ક) થી દક્ષ થઈ જાય છે. તે વિષયમાં તક, ગષણ આદિ કરતા રહેવાથી અ૫ હેવા છતાં પણ વિસ્તૃત હોય એવી લાગે છે અને શીધ્ર નાશ પામતી નથી. તેથી તેને વિદરના પાણી જેવી કહી છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧૭૬