Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કેઈ એક રોઝ જોયું તેને જોઈને તેના મનમાં એ વિચાર થયે કે
જેવા ગાયનાં અવયવ છે, એવાં જ આ રોઝના અવયવે છે. ગાયની જેમ રઝને કંઠ પણ વર્તુળાકાર છે. ” આ પ્રકારે અવયની સમાનતાવાળા અને વર્તુલાકાર કંઠવાળા તે રોઝને જોઈને તેને એવું ભાન થાય છે કે આ પશ સમાન ગોપિંડ છે. આ પ્રકારનું તે મનુષ્યને જે જ્ઞાન થાય છે તે ઉપમાન રૂપ છે.
બા” પદાર્થનો નિર્ણય જેના દ્વારા કરવામાં આવે છે તે આગમ છે. ” એવી આગમ પદની વ્યુત્પત્તિ થાય છે. તેનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–“માન્નયનાિિનવપનમર્થજ્ઞાનમામઃ” આસપુરુષના (અહંત કેવલીન) વચન દ્વારા ઉત્પન્ન થયેલું જે વિપ્રકૃણાર્થનું સૂક્ષમ અન્તરિત અને પૂરાથેનું જ્ઞાન છે, તે આગમ છે. કહ્યું પણ છે કે–“રેષ્ટાઘાટ્ટાચાર ” ઈત્યાદિ–જેમનાં વચનમાં દષ્ટ અને ઈષ્ટ પ્રમાણથી-પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી-કેઈ બાધા (વાં) નડતી નથી, અને જે પદાર્થના સ્વરૂપને જેવું છે એવું જ પ્રકટ કરે છે એવાં આસ પુરુષના વચનથી ઉત્પન્ન થયેલું જે યથાર્થ જ્ઞાન છે તેને આગમ જ્ઞાન કહે છે. આ આગમ વીતરાગ સર્વજ્ઞ અને હિતેપદેશી દ્વારા પ્રણીત હોય છે, વાદી પ્રતીવાદી તેનું ખંડન કરી શકતા નથી. પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણ દ્વારા પણ તેમાં કોઈ પણ બાધા આવતી નથી, તે પદાર્થના યથાર્થ સ્વરૂપનું પ્રતિપાદન કરનારું છે, સમસ્ત જીવનું હિતસાધક હોય છે અને મિથ્યામત રૂપ જે કુપથ છે તેનાથી દૂર કરાવનારું હોય છે.
દવા-દે વદિ દે” અહીં અન્યથા અનુપપત્તિ લક્ષણવાળા હેતુ વડે ઉત્પન્ન હોવાને કારણે અનુમાન જ કાર્યમાં કારણના ઉપચારથી હેતુ રૂપ કહ્યું છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–જે અનુમાન થાય છે તે અન્યથા નપપત્તિ (બીજી રીતે સાધ્ય વગર ઉત્પત્તિને અભાવ) લક્ષણવાળું હોય છે તેથી આ અનુમાનનું કારણ અન્યથાનુપપત્તિ લક્ષણવાળ હેતુ છે, પરંતુ અહીં અનુમાન રૂપ કાર્યને જે હેતુરૂપ કહેવામાં આવ્યું છે, તે કાર્યમાં-અનુમાનમાં કારણના અન્યથાનુપપત્તિ લક્ષણવાળા હેતુનું આરોપણ કરીને કહેવામાં આવ્યું છે. તે કારણે તેને હેતુ રૂપ કહેવામાં આવ્યું છે. એ આ અનુમાન રૂપ હિતુ ચાર પ્રકારને કહ્યો છે–તેમાં પહેલો પ્રકાર આ પ્રમાણે છે-“ચત્ત તત્ત
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧૦૭