Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેને આ પહેલાં ભાંગામાં (પ્રકારમાં) ગણાવી શકાય છે. (૨) “પરિગ્રષિતો તો નિતિતા” જે પક્ષી ઉડવાના સ્વભાવવાળું હોય છે પણ પડવાના સ્વભાવવાળું હોતું નથી તેને આ બીજા પ્રકારમાં ગણાવી શકાય છે. (૩) “નિવસિરાશિ ત્રિગિતા” જે પક્ષી પરિવજનના અને નિપતનના સ્વભાવથી યુક્ત હોય છે તેને આ ત્રીજા પ્રકારમાં મૂકી શકાય છે (૪) “ નિરિતા નો ત્રિગિતા” જે પક્ષી નિપતનના સ્વભાવવાળું પણ હોતું નથી અને પરિવજનને સ્વભાવવાળું પણ હોતું નથી તેને આ ચોથા પ્રકારમાં મૂકી શકાય છે. ૩૭
“વાવએજ પ્રમાણે સાધુ પણ ચાર પ્રકારના કહ્યા છે-(૧) કઈ એક સાધ એવો હોય છે કે જે ભેજનાથી હોવાથી ભિક્ષાચર્યામાં ઉતરે છે તે ખરે, પિતાના આશ્રય સ્થાનમાંથી બહાર નીકળે છે તે ખરે, પણ બીમારી, આળસ કે લજજાને કારણે પરિવજન (પરિભ્રમણ) કરતું નથી. (૨) કોઈ એક સાધુ એ હોય છે કે જે પરિભ્રમણશીલ હોય છે-આશ્રયસ્થાનમાંથી શિક્ષાને નિમિત્તે ઉઠે તે ખરે પણ ભિક્ષા લેવાને માટે જતો નથી, કારણ કે– તે સૂત્રાર્થમાં આસક્ત હોય છે. (૩) કે ઈ એક સાધુ એ હોય છે કે જે ભિક્ષાપ્રાપ્તિ માટે ઉપાશ્રયમાંથી નીકળે છે પણ ખરી અને પરિભ્રમણ પણ કરે છે. (૪) કોઈ એક સાધુ નિપતિતા પણ હોતું નથી અને પરિવરિતા પણ હેતે નથી-ભિક્ષા પ્રાપ્તિ માટે ઉપાશ્રયમાંથી નીકળતા પણ નથી અને પરિભ્રમણ પણ કરતા નથી. ૩૮ છે સૂ. ૧૫
પુરૂષજાતકા નિરૂપણ
પુરુષ વિશેનું નિરૂપણ આગળ ચાલે છે –
“વત્તા પુનિતજ્ઞાથા gણત્તા” ઈત્યાદિ–(ફૂ. ૧૬) ટીકાર્ય-પુરુષોના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે-(૧) નિષ્ફ-નિકૃષ્ટ, (૨) નિકૃષ્ટ-અનિકૃષ્ટ, (૩) અનિષ્કટ-નિકૃષ્ટ અને (૪) અનિષ્કૃષ્ટઅનિકૃષ્ટ
તપને લીધે જેનું શરીર કૃશ અથવા દુર્બળ થઈ ગયું હોય એવા પુરુષને નિકૃષ્ટ કહે છે.
પહેલાં ભાંગાનું સ્પષ્ટીકરણ–તપને લીધે જેનું શરીર કુરા થઈ ગયેલું હોય છે એ સાધુ જે કષા પર કાબૂ રાખીને ઉપશાન્ત ચિત્તવાળે થઈ જાય તે તેને “નિકૃષ્ટ-નિકૃષ્ટ” રૂપે પહેલા ભાગમાં ગણાવી શકાય છે.
(૨) જે સાધુનું શરીર તપને લીધે કૃશ થઈ ગયેલું હોય છે, છતાં પણ જે કષા પર વિજય મેળવી શકતું નથી એવા ચંચળ વૃત્તિવાળા સાધુને નિકૃષ્ટ-અનિષ્કૃષ્ટ” રૂપ બીજા ભાગમાં મૂકી શકાય છે. (૩) જે પુરુષ
શ્રી સ્થાનાંગ સૂત્ર ૦૩
૧૪૧