Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચાર પ્રકાર કહ્યા છે–(૧) કેઈ એક પુરુષ એ હોય છે કે જે ધનશ્રત આદિથી પૂર્ણ હોય છે અને પ્રિયાર્થ પણ હોય છે એટલે કે પ્રિયવચન આદિને લીધે પ્રીતિજનક પણ હોય છે. (૨) કેઈ એક પુરુષ ધનથુત આદિથી પૂર્ણ હોય છે પણ પરોપકારી નહીં હોવાથી પ્રિયાર્થ હોતે નથી. (૩) કોઈ એક પુરુષ ધન આદિથી પૂર્ણ હોતું નથી પણ પ્રીત્યર્થ–પરોપકાર પરાયણ હોય છે. (૪) કોઈ એક પુરુષ તુચ્છ (જ્ઞાનાદિથી રહિત) પણ હોય છે અને અદલ (પપકારી વૃત્તિથી રહિત) પણ હોય છે.
તદેવ વત્તાર માં” ઈત્યાદિ-કુંભના આ પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે–(૧) કેઈ એક કુંભ જલાદિથી પૂર્ણ હોય છે પણ તેમાં છિદ્ર પડેલું હોવાથી તેમાંથી પાણી જલાદિ ઝમતું હોય છે. (૨) કેઈ એક કુંભ જલાદિથી પૂર્ણ હોય છે અને છિદ્રરહિત હોય છે તેથી તેમાંથી પાણી ટપકતું નથી. (૩) કેઈ એક કુંભ તુચ્છ–ડા જલાદિથી ભરેલું હોય છે, છતાં છેદયુક્ત હેવાથી તેમાંથી પાણી ટપકતું હોય છે. (૪) કેઈ એક કુંભ એ હોય છે કે જે થોડા પાણીથી ભરેલું હોય છે પણ છેદ વિનાનો હોય છે, તેથી તેમાંથી પાણી ટપકતું નથી.
પામેવ ચત્તાર પુરજ્ઞા ” ઈત્યાદિ–એ જ પ્રમાણે પુરુષના પણ ચાર પ્રકાર કહ્યા છે–(૧) કેઈ પુરુષ એ હેય છે કે જે ધનથત આદિથી પૂર્ણ હોય છે અને તેના ધન, જ્ઞાન આદિને અન્યના હિત માટે ઉપયોગ કરે છે. (૨) કોઈ એક પુરુષ ધનાદિથી પૂર્ણ હોય છે પણ અન્યના હિતને માટે તેને તે ધન આદિને ઉપગ કરતા નથી. (૩) કેઈ એક પુરુષ એ હોય છે કે જે તુચ્છ હોય છે. અલ્પ ધન કે શ્રતવાળે હાય છે, પણ અન્યના ડિતને માટે તેને ઉપયોગ કરે છે. (૪) કોઈ એક પુરુષ અ૯પ ધન, શ્રત આદિથી સંપન્ન હોવાને કારણે તુચ્છ હોય છે અને તે પનાદિને અન્યના હિતને માટે ઉપયોગ કરનારો હેતે નથી.
તહેવ રારિ ” ઈત્યાદિ–એ જ પ્રમાણે કુંભના આ ચાર પ્રકાર પણ કહ્યા છે–(૧) કેઈ એક કુંભ એ હોય છે કે ફૂટેલે હોય છે. (૨) કઈ એક કુંભ એ જર્જરિત અને પુરા થઈ ગયા હોય છે કે તેને સ્થળે સ્થળે લાપી, લાખ આદિ વડે સાંધીને ઉપયોગમાં લેવા ગ્ય કર્યો હોય છે. (૩) કેઈ એક કુંભ પરિસ્ત્રાવી હોય છે એટલે કે બરાબર પકવેલ ન હોવાથી તેમાંથી પાણી ઝમતું હોય છે. (૪) કેઈ એક કુંભ અપરિસ્ત્રાવી હોય છે એટલે કે સારી રીતે પકવેલ અને રીઢા હોવાથી તેમાંથી પાણી ઝમતું નથી. હવા
” ઈત્યાદિ—એ જ પ્રમાણે ચારિત્ર પણ ચાર પ્રકારનું હોય છે. (૧) ભગ્ન ઘડા જેવું-કોઈ ચારિત્ર એવું હોય છે કે જે ભિન્ન થાય છે-મૂળ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિથી ખંડિત થાય છે. (૨) કેઇ એક ચારિત્ર
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧૬૪