Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જે ઉપસર્ગોને કારણે શરીરના અવયવો કામ કરતાં અટકી જાય છે, તે ઉપસર્ગોને સ્તંભનક ઉપસર્ગો કહે છે. જેમકે વાતાદિકને કારણે હાથ પગ અકડાઈ જવાં, પક્ષઘાતને કારણે અધું અંગ છેટું પડી જવું. આ પ્રકારના ઉપસર્ગોને સ્તંભનક ઉપસર્ગો કહે છે. આવા ઉપસર્ગોને કારણે માણસ જાતે હલનચલન કરી શકતું નથી.
શ્લેષણુક ઉપસર્ગ–કઈ વખત હાથ, પગ આદિ અંગેને અમુક સ્થિતિમાં ગોઠવ્યા બાદ એ જ સ્થિતિમાં રહે છે, દા. ત. પગને સંકેચીને બેસી ગયા બાદ પગ એ જ સ્થિતિમાં રહે, ત્યાંથી ખસેડી શકાય નહીં કે લાંબે ટ્રકે કરી શકાય નહીં, આ પ્રકારના ઉપદ્રવને શ્લેષણક ઉપસર્ગ કહે છે. આ ઉપસર્ગ માં એક અંગ સાથે જાણે કે બીજું અંગ જોડાઈ ગયું હેય એવું લાગે છે. છે . ૨૫ છે
કર્મ વિશેષકા નિરૂપણ
ઉપર્યુક્ત ઉપસર્ગોને સહન કરવાથી કોને ક્ષય થાય છે, તેથી હવે સૂત્રકાર કર્મવિશેનું નિરૂપણ કરે છે–“નહિર જm gum” ઈત્યાદિ–
ટકાથ-કમ ચાર પ્રકારનાં કહ્યાં છે –(૧) શુભ-શુભ, (૨) શુભ-અશુભ, (૩) અશુભશુભ, અને (૪) અશુભ-અશુભ. આત્મા દ્વારા જે કરવામાં આવે છે તેનું નામ કમ છે. એવાં તે કર્મ જ્ઞાનાવરણીય આદિ રૂ૫ હેય છે. તે જ્ઞાનાવરણીય આદિમાં કેઈ કર્મ એવું હોય છે કે જે પુણ્ય પ્રતિરૂપ હોય છે અને શુભ (કલ્યાણકારક) હોય છે. એવું તે કર્મ શુભાનુબન્ધી હોય છે, અને તેથી જ તે જીવોના કલ્યાણનું કારણ બને છે. જેમકે ભરતાદિનું કર્મ તેમના કલ્યાણનું કારક બન્યું હતું. કોઈ એક કર્મ એવું હોય છે કે જે પુણ્ય પ્રકૃતિરૂપ હોવા છતાં પણ અશુભાનુબધી હોવાથી કલ્યાણકારક હોતું નથી. જેમકે બ્રાદત્ત ચક્રવર્તી આદિકનું કર્મ તેમના કલ્યાણનું કારક બન્યું હતું. કોઈ એક કર્મ એવું હોય છે કે જે અશુભ પ્રકૃતિરૂપ હોવા છતાં પણ શુભાનુબન્ધી હોવાથી શુભ કલ્યાણકારક હોય છે. જેમકે કર્ણપતિત (કષ્ટ સહન કરતી) ગાય આદિ જાનવરોનું કર્મ અશુભ હોવા છતાં પણ તે તેમના કલ્યાણનું કારક બને છે, કારણ કે તે સમયે તે જ કર્મની નિજ કરવાની અભિલાષાવાળાં હોતાં નથી, છતાં પણ આપોઆપ તેમનાં કર્મોની નિર્જરા થતી રહે છે.
કઈ એક કમ એવું હોય છે કે જે અશુભ પાપપ્રકૃતિ રૂપ હોય છે અને અશુભાનુબન્ધી હોવાથી અશુભ-અકલ્યાણકારક હોય છે. જેમકે માછી. માનું કર્મ અશુભ હોય છે, અશુભાનુબન્ધી હોય છે અને અશુભકારકજ હેય છે.
જટિર જજો” કર્મના આ પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે—
શ્રી સ્થાનાંગ સૂત્ર ૦૩
૧ ૬૯