Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અપવસ દૈવકિલ્વિષ ભાવનાથી જનિત હાય છે તેને દૈવકિવિષ અવસ કહે છે. ૪ કદ્રુપ ભાવનાથી જનિત અપધ્વંસ પણ હોય છે, પણ ચાર સ્થાનના અધિકાર ચાલતા હોવાથી તેને અહી' ગણાવવામાં આવેલ નથી.
આગમમાં આ પ્રકારની પાંચ ભાષનાએ કહી છે. વ લેવાòવિસ ઈત્યાદિ. આ ભાવનાએમાંની જે ભાવનામાં સયત જીવ વર્તમાન રહે છે જે ભાવનાથી યુક્ત રહે છે-તે પ્રકારના દૈવેદ્યમાં તે ઉત્ત્પન્ન થઈ જાય છે, કારણ કે તે ચારિત્રના પ્રભાવથી મરીને દેવલાકમાં ઉત્પન્ન થઇ જાય છે. કદાચ આ ભાવનાઓથી યુક્ત થયેલા જીવ ચારિત્રહીન થઈ જાય તેા એવા જીવ દેવલાકમાં જાય છે પણ ખરો અને નથી પણ જતા. એટલે કે એવા જીવનું દેવલાકગમન અવશ્ય થાય છે જ એવું નથી, પણ ભજનાથી (વિષે) થાય છે, એમ સમજવુ' કહ્યું પણ છે કે “સો સંગગો વિસા સુ ” ઈત્યાદિ—જે સયત જીવ આ અપ્રશસ્ત ભાવનાઓમાં રહે છે તે મરીને ઉપર્યુક્ત દેવામાં ઉત્પન્ન થાય છે, પણ ચરણુહીન (ચારિત્રહીન) જીવનું ત્યાં વિકલ્પે ગમન થાય છે. એટલે કે એવા જીવ દેવલેાકમાં જાય છે પણ ખરા અને નથી પણ જતા.
''
અસુરાદિ રૂપ જે અપવ'સ કહ્યા છે, તે અસુરવ આદિ રૂપ કારણવાળા હાય છે. તેથી હવે સૂત્રકાર અસુરાદિ ભાવનાના સ્વરૂપભૂત જે કારણેા છે એઢલે કે અસુરતા આદિના સાધનભૂત કર્મોના જે કારણેા છે તેમનું ચાર સૂત્રો દ્વારા કથન કરે છે—“ પä ઢાળેäિ » ઈત્યાદિ
જીવ નીચેના ચાર કારણેાને લીધે અસુરતાના સાધનભૂત કર્મોનું ઉપાજન કરે છે—(૧) કાપશીલતા અથવા ક્રોધ સ્વભાવતા-વાત વાતમાં ગુસ્સે થવું, ક્રોધથી આંખે. લાલ કરવી, ડાળા કાઢવા, ક્રોધને લીધે લાલચેાળ મુખાકૃતિ કરવી, ઇત્યાદિ રૂપ જીવના જે સ્વભાવ હોય છે તેનું નામ કાપશીલતા છે. તે કાપશીલતાને કારણે જીવ અસુરપર્યાયના કારણભૂત આયુષ્ય આદિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૪૬