Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉદક કે દૃષ્ટાંત સે પુરૂષજાત કા નિરૂપણ
રૌદ્ર અત્યંત દારુણ હોય છે. તે અત્યંત અનિષ્ટ હેવાથી કોત્પાદક હોય છે. તેથી નારક જીવમાં રૌદ્ર કામને સદભાવ હોય છે. રૌદ્ર રસ કોલ રૂપ હોય છે. કહ્યું પણ છે કે –“રૌદ્ર સ્રોપતિ ” સૂ૦ ૨૧ છે
ઉપર્યક્ત કામ તુચ્છ અને ગંભીરના બાધક અને અબાધક હોય છે, તેથી તેમનું પ્રતિપાદન કરવા નિમિત્તે સૂત્રકાર દુષ્ઠાત સહિતની અષ્ટસ્ત્રી કહે છે. “વરારિ વા વાતા” ઈત્યાદિ
ટીકાજળના ચાર પ્રકાર કહ્યાં છે–(૧) કઈ જળ એવું હોય છે કે જે ઉત્તાન-તુચ્છ હોવાથી પ્રતલ (પાતળું) હોય છે અને સ્વચ્છ હવાથી જેનું મધ્ય સ્વરૂપ ઉપલબ્ધ થઈ શકે એવું હોય છે. (૨) કેઈ જળ એવું હોય છે કે જે ઉત્તાન હોવા છતાં ગંભીર હોય છે–અગાધ હોવાથી જેનું મધ્ય સ્વરૂપ ઉપલબ્ધ ન થઈ શકે એવું હોય છે. (૩) કેઈ ઉદક ખૂબ ગંભીર હોવાથી અગાધ હોય છે, અને સ્વચ્છ હોવાને કારણે જેનું મધ્ય સ્વરૂપ ઉપલબ્ધ થઈ શકે એવું હોય છે. (૪) કોઈ ઉદક એવું હોય છે કે ગભીર-ગંભીરોદક વાળું હોય છે, અગાધ હેવાથી તેનું સ્વરૂપ જાણી શકાતું નથી અને સ્વચ્છ હોવા છતાં પણ તેને મધ્યભાગ દેખાતું નથી,
“gવાવ રાતિ પુરિજાય” ઈત્યાદિ–
જેવાં જળના ચાર પ્રકાર કહ્યા છે એવા જ મનુષ્યના પણ ચાર પ્રકાર કહ્યા છે-(૧) કોઈ એક પુરુષ એ હોય છે કે જે ઉત્તાન હોય છે. ગંભીરતાથી રહિત હોય છે અને મદ અને દૈન્ય આદિ જન્ય કાય અને વચનની વિકૃત ચેષ્ટા બતાવનારો હોવાથી બહારથી ઉતાન હૃદયવાળા હોય છે–દૈન્યા.
થી યુક્ત પિતાની ગેપનીય (છુપાવવા લાયક) સ્થિતિને છુપાવવાને બિલકુલ અસમર્થ હોય છે. (૨) કેઈ એક પુરુષ એ હોય છે કે જે ઉત્તાન અને ગંભીર હૃદયવાળા હોય છે-કારણવશ દર્શિત ચેષ્ટાવાળે હોવાથી ઉત્તાન હોય છે અને સ્વભાવે ગાંભીર્ય ગુણસંપન્ન ચિત્તવાળે હોવાથી ગંભીર હદય. વાળો હોય છે. કેઈ એક પુરુષ એ હોય છે જે દૈન્યાદિથી યુક્ત હોવા છતાં ગાંભીર્ય ગુણોથી યુક્ત હોય છે અને કારણવશ એ જ પિતાની ચેષ્ટાઓને છપાવી શકનાર હોવાથી ઉત્તાન હૃદયવાળ હોય છે. (૪) કોઈ પુરુષ ગંભીર પણ હેય છે અને ગંભીર હૃદયવાળો પણ હોય છે. ! ૨
વળી “વત્તરિ s ” ઈત્યાદિ–-ઉદક (પાણ) નીચે પ્રમાણે ચાર પ્રકારનું પણ હોય છે-(૧) ઉત્તાન-ઉત્તાનાભાસી, (૨) ઉત્તાન-ગંભીરાભાસી (૩) ગંભીર-ઉત્તાનાભાસી અને (૪) ગંભીર-ગંભીરાભાસી (૧) જે ઉદક
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧૫૭